
– પીએમ મોદીના અધ્યક્ષતાવાળી કેબિનેટ કમિટીનો નિર્ણય
– રૂ. 24,634 કરોડના ખર્ચે તૈયાર થનારા પ્રોજેક્ટ્સથી મહારાષ્ટ્ર, મ.પ્ર., ગુજરાત અને છત્તીસગઢને ફાયદો થશે
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ગુજરાત અને છત્તીસગઢના ૧૮ જિલ્લાઓને આવરી લેતા લગભગ ૨૪, ૬૩૪ કરોડ રૂપિયાના ખર્ચ ધરાવતા ચાર મલ્ટી ટ્રેકિંગ રેલવે પ્રોજેક્ટને મંજૂરી આપી છે.










