gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રધાનમંત્રી આવાસમાં એક જ ફોટો અપલોડ કરી 7 લાભાર્થીને સહાય ચૂકવી દેવાઇ | Assistance was paid to 7 be…

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in GUJARAT
0 0
0
પ્રધાનમંત્રી આવાસમાં એક જ ફોટો અપલોડ કરી 7 લાભાર્થીને સહાય ચૂકવી દેવાઇ | Assistance was paid to 7 be…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– કપડવંજ તાલુકા પંચાયતમાં કૌભાંડની આશંકા

– મકાનના પ્લીન્થ લેવલનું કામ દર્શાવવા એક જ યુવકનો ફોટો અપલોડ કરી રૂા. 5.10 લાખની સહાય ચૂકવી દીધી : સરકારી રેકર્ડ પર કામ પૂરું બતાવી લાભાર્થીઓ સાથે મળી નાણાં સેરવી લીધાનો આક્ષેપ

નડિયાદ : ખેડાના કપડવંજ તાલુકા પંચાયતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના- ગ્રામીણમાં કૌભાંડ થયાનું સામે આવ્યું છે. એક જ ફોટો વારંવાર અપલોડ કરી ૭ લાભાર્થીઓને સરકારી સહાયની રકમ ચૂકવી દેવાઈ છે. જુદા જુદા ૭ લાભાર્થીઓને રૂા. ૫.૧૦ લાખની સહાય ગેરકાયદે ચૂકવી દેવાઈ હોવાનો આરોપ મૂકાયો છે. ત્યારે સરકારી રેકર્ડ પર કામ પૂરું દર્શાવી લાભાર્થીઓ સાથે મળીને કર્મચારીઓએ નાણાં સેરવી લીધા હોવાનો આક્ષેપ કરાયો છે. ત્યારે આ માલે ગહન તપાસ કરાય તો મોટું કૌભાંડ બહાર આવવાની સંભાવના છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ આંત્રોલી, ભુંગળીયા અને બેટાવાડા ગામોના ૭ જુદા-જુદા લાભાર્થીઓના આવાસ મંજૂર કરવામાં આવ્યા હતા. તમામને મકાનના પ્લીન્થ લેવલ (પાયાથી ઉપરના સ્તર)નું કામ પૂર્ણ થયા બદલ ૮૦,૦૦૦ રૂપિયા કે ૩૦,૦૦૦ રૂપિયાનો હપ્તો ચૂકવવામાં આવ્યો હતો. સાત અલગ-અલગ કેસોમાં પ્લીન્થ લેવલનું કામ દર્શાવવા માટે એક જ યુવકનો, એક જ પોશાકમાં અને એક જ સ્થળ-દિવાલ પાસે ઊભેલો ફોટો ઓનલાઈન પોર્ટલ પર અપલોડ કરવામાં આવ્યો હતો. નિયમ મુજબ, દરેક લાભાર્થીના મકાનના સ્થળ પર જઈને ભૌગોલિક સ્થાન જિયોટેગ સાથેનો ફોટો અપલોડ કરવાનો હોય છે. જેમાં લાભાર્થી અને નિર્માણાધીન મકાન સ્પષ્ટ દેખાવું જોઈએ. જોકે, અહીં આ નિયમોને નેવે મૂકીને એક જ બોગસ ફોટાનો ૭ વખત ઉપયોગ કરાયો અને તેના આધારે અલગ-અલગ તારીખોએ અંદાજીત ૫.૧૦ લાખની સહાય ગેરકાયદે ચૂકવી દેવાઈ હતી. ત્યારે લાભાર્થીઓના મકાન સ્થળ પર બન્યા જ નથી અથવા તો જેમની પાસે મકાન હતા તેમને પણ લાભ આપીને તેમની સાથે સાંઠગાંઠ કરીને સહાયના નાણાંમાં ભાગ-બટાઈ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે. કપડવંજ તાલુકા પંચાયતના આવાસ વિભાગે આ રીતે મોટું ભોપાળું કર્યું હોવાના આક્ષેપો છે.

જિલ્લાભરમાં લાભાર્થીઓની તપાસ થાય તો મોટું કૌભાંડ બહાર આવવાની સંભાવના

ખેડા જિલ્લામાં કપડવંજ તાલુકામાં સૌથી વધુ ગામડાં હોવાથી, સરકારી રેકર્ડ પર અહીં આ યોજનાના સૌથી વધુ લાભાર્થીઓ છે. જોકે, આ યોજનામાં લાભાર્થીઓ સાથે મિલિભગત કરીને મોટા પાયે આથક હિત સાધવામાં આવ્યું હોવાથી, એક અંદાજ મુજબ માત્ર કપડવંજમાં જ કરોડો રૂપિયાનું કૌભાંડની શક્યતા છે. આ જ રીતે જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તો ત્યાં પણ આવા કૌભાંડો સામે આવે તેવી સંભાવના છે.

કયા કર્મચારીના આઈડી- પાસવર્ડથી ફોટો અપલોડ થયા તેની તપાસ જરૂરી

આ કૌભાંડમાં નિયમોનું ઉલ્લંઘન કરી જિયોટેગિંગ પ્રક્રિયાને ઇરાદાપૂર્વક બાયપાસ કરવામાં આવી છે. કર્મચારીઓના યુઝર આઈડી- પાસવર્ડનો દુરુપયોગ થયો છે. કયા કર્મચારીના આઈડીથી આ ફોટો અપલોડ થયો અને કયા તાલુકા કક્ષાના અધિકારીએ તેને મંજૂરી આપી, તેની સ્વતંત્ર એજન્સી દ્વારા તપાસ થવી અનિવાર્ય છે.

સ્વતંત્ર એજન્સીને તપાસ સોંપાય તો મોટો ભ્રષ્ટાચાર બહાર આવવાની સંભાવના

આવા ભ્રષ્ટાચારના કેસોમાં ઘણીવાર તે જ વિભાગના અધિકારીઓને તપાસ સોંપવામાં આવે છે. જેના કારણે સત્ય દબાઈ જાય છે. આ કૌભાંડને ઊંડાઈથી બહાર લાવવા માટે અન્ય તાલુકાના અધિકારીઓ અથવા સ્વતંત્ર એજન્સીને તપાસ સોંપવામાં આવે તો મોટા પાયે ભ્રષ્ટાચાર સામે આવી શકે છે.

આ લાભાર્થીઓમાં એક જ ફોટો અપલોડ કરાયો

લાભાર્થીનું
નામ

ગામ

આવાસ
મંજૂરી નંબર

સહાય
ચૂકવ્યા તારીખ

રકમ

અરવિંદભાઈ
કોદારભાઈ રાઠોડ

આંત્રોલી

જીજે૧૪૧૭૨૩૩૫૨

૦૬/૦૨/૨૦૨૫

૮૦,૦૦૦

ભરતભાઈ
ભુરાભાઈ પરમાર

ભુંગળીયા

જીજે૧૪૧૭૫૩૩૨૦

૧૮/૦૩/૨૦૨૫

૮૦,૦૦૦

રાઠોડ
લાલાભાઈ કોદરભાઈ

આંત્રોલી

જીજે૧૪૧૭૨૨૯૯૯

૦૬/૦૨/૨૦૨૫

૮૦,૦૦૦

લક્ષ્મીબેન
અશોકભાઈ રાઠોડ

આંત્રોલી

જીજે૧૪૨૬૧૮૪૯૯

૨૮/૦૧/૨૦૨૫

૮૦,૦૦૦

અશોકભાઈ
નાથાભાઈ સોલંકી

આંત્રોલી

જીજે૧૪૨૪૭૩૭૪૧

૩૧/૦૧/૨૦૨૫

૮૦,૦૦૦ 

કમરાબેન
પી. સોલંકી

બેટાવાડા

જીજે૧૪૨૧૪૬૩૨૩

૨૮/૦૧/૨૦૨૫

૮૦,૦૦૦ 

સિતાબેન
કોદારભાઈ

ભુંગળીયા

જીજે૧૪૧૭૫૩૫૧૦

૧૪/૧૦/૨૦૨૫

૩૦,૦૦૦

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચાર દિવસ પહેલા ગુમ થયેલા પટાવાળાની લાશ નદીમાંથી મળી | Body of a peon who went missing four days ago …
GUJARAT

ચાર દિવસ પહેલા ગુમ થયેલા પટાવાળાની લાશ નદીમાંથી મળી | Body of a peon who went missing four days ago …

May 9, 2026
વડોદરામાં ૪૩.૪ ડિગ્રી તાપમાન સાથે સિઝનનો હોટેસ્ટ ડે | Hottest day of the season in Vadodara with tem…
GUJARAT

વડોદરામાં ૪૩.૪ ડિગ્રી તાપમાન સાથે સિઝનનો હોટેસ્ટ ડે | Hottest day of the season in Vadodara with tem…

May 9, 2026
અકોટાના કેરિયરને હાઇબ્રિડ ગાંજો આપનાર ગોત્રીનો સપ્લાયર પકડાયો | police caught supplier of hybrid mar…
GUJARAT

અકોટાના કેરિયરને હાઇબ્રિડ ગાંજો આપનાર ગોત્રીનો સપ્લાયર પકડાયો | police caught supplier of hybrid mar…

May 9, 2026
Next Post
દિહોર પંથકમાં વીજળીના ધાંધિયાથી ખેડૂતો પરેશાન | Farmers troubled by electricity scam in Dihor distri…

દિહોર પંથકમાં વીજળીના ધાંધિયાથી ખેડૂતો પરેશાન | Farmers troubled by electricity scam in Dihor distri...

પંચ હટાવાયેલા 3.66 લાખ મતદારોની વિગતો આપે : સુપ્રીમ | Supreme Court asks EC to provide details of 3 …

પંચ હટાવાયેલા 3.66 લાખ મતદારોની વિગતો આપે : સુપ્રીમ | Supreme Court asks EC to provide details of 3 ...

બોટાદ જિલ્લાની હાઇસ્કુલના 67 શિક્ષકોના આદેશ જારી કરાયા | Orders issued for 67 teachers of high schoo…

બોટાદ જિલ્લાની હાઇસ્કુલના 67 શિક્ષકોના આદેશ જારી કરાયા | Orders issued for 67 teachers of high schoo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધોળકાથી લાણા-શેરપુરા રોડ પર ગાબડા -બાવળ ઉગી નીકળતા વાહન ચાલકો પરેશાન | Drivers are troubled by gaps …

ધોળકાથી લાણા-શેરપુરા રોડ પર ગાબડા -બાવળ ઉગી નીકળતા વાહન ચાલકો પરેશાન | Drivers are troubled by gaps …

9 months ago
અત્યાર સુધીમાં 6,000થી વધુ સ્ટાર્ટઅપ બંધ થયા | More than 6 000 startups have closed so far

અત્યાર સુધીમાં 6,000થી વધુ સ્ટાર્ટઅપ બંધ થયા | More than 6 000 startups have closed so far

5 months ago
બુર્ખો પહેરી હરિદ્વારથી કાવડ લઈ આવી સંભલની શિવભક્ત મુસ્લિમ મહિલા તમન્ના | Tamanna a Muslim woman fro…

બુર્ખો પહેરી હરિદ્વારથી કાવડ લઈ આવી સંભલની શિવભક્ત મુસ્લિમ મહિલા તમન્ના | Tamanna a Muslim woman fro…

3 months ago
બિહારમાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ મૃતદેહને ઝાડ પર લટકાવી દીધો, હેવાન ઝડપાયો | Patna: 10 Year …

બિહારમાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ મૃતદેહને ઝાડ પર લટકાવી દીધો, હેવાન ઝડપાયો | Patna: 10 Year …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News