![]()
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શનિવાર
ગુજરાત સરકારની ઓક્ટોબર ૨૦૨૫ની જીએસટીની આવક વધીને રૃા. ૭૧૨૭ કરોડની થઈ છે. ઓક્ટોબર ૨૦૨૪માં જીએસટીની આવક રૃા. ૬૧૪૦ કરોડની થઈ હતી. આમ ઓક્ટોબર ૨૦૨૪ની તુલનાએ ઓક્ટોબર ૨૦૨૫મં જીએસટીની આવકમાં ૧૬.૦૭ ટકાનો વધાતો થયો છે. દેશમાં જીએસટીની ઓક્ટોબર ૨૦૨૫ની આવકમાં માત્ર ૪.૬ ટકાનો વધારો થયો છે.
ઓક્ટોબર ૨૦૨૫માં વેલ્યુ એડેડ ટેક્સની આવક રૃા. ૨૫૩૪ કરોડની થઈ છે. વિદ્યુત શુલ્કની આવક રૃા. ૧૦૧૬ કરોડની અને વ્યવસાય વેરાની આવક રૃા. ૨૬ કરોડની થઈ છે. પ્રોફેશનલટેક્સ થકી કુલ મળીને રૃા.૧૦,૭૦૩ કરોડની આવક થઈ છે.
જીએસટી કચેરીના અન્વેષણ વિભાગે ઓક્ટોબર ૨૦૨૫માં કરેલી દરોડાની કાર્યવાહી દરમિયાન રૃા. ૩૦.૭૦ કરોડની ચોરી પકડી પાડવામાં સફળતા મેળવી છે. ઓક્ટોબર ૨૦૨૪માં દરોડાની કાર્યવાહી થકી થયેલી આવક રૃા. ૨૪.૫૮ કરોડની હતી.










