gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત સહિત દેશભરમાં 12 ફેબ્રુઆરીએ બેન્ક કર્મચારીઓ હડતાળ પર ઉતરી શકે, હજારો કરોડના વ્યવહારો ખોરવાશે …

G METRO NEWS by G METRO NEWS
February 10, 2026
in GUJARAT
0 0
0
ગુજરાત સહિત દેશભરમાં 12 ફેબ્રુઆરીએ બેન્ક કર્મચારીઓ હડતાળ પર ઉતરી શકે, હજારો કરોડના વ્યવહારો ખોરવાશે …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bank strike: કેન્દ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા આપવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી હડતાળના એલાનને પગલે આગામી 12 ફેબ્રુઆરી, 2026ના રોજ સમગ્ર દેશ સહિત ગુજરાતમાં બેન્ક કર્મચારીઓ હડતાળમાં સામેલ થઈ શકે છે. મહાગુજરાત બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (MGBEA) દ્વારા બેન્ક કર્મચારીઓને હડતાળમાં મોટી સંખ્યામાં જોડાવવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે. જેથી રાજ્યના બેંકિંગ વ્યવહારો પર ગંભીર અસર પડવાની શક્યતા છે.

શા માટે થઈ રહી છે હડતાળ?

5 દિવસની બેન્કિંગ કામકાજની માગ ઉપરાંત બેંક કર્મચારીઓ હવે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ચાર લેબર કોડ (શ્રમ કાયદા)ના વિરોધમાં આંદોલનનો સૂર છેડ્યો છે. યુનિયનોનો આરોપ છે કે, આ લેબર કોડ હિતધારકો સાથે પરામર્શ કર્યા વિના લાવવામાં આવ્યા છે. તેનાથી કર્મચારીઓનો હડતાળનો અને સામૂહિક એકતાનો અધિકાર છીનવાઈ જશે. નવા નિયમોથી કામદારોને મળતી સામાજિક સુરક્ષા અને વ્યવસાયિક સલામતી જોખમમાં મુકાશે. યુનિયન  શરૂ કરવું, યુનિયન ચલાવવું, યુનિયનને સ્થિર નેતૃત્વ પૂરુ પાડવું, હડતાળનું આયોજન કરવું વગેરે મુશ્કેલ બનશે. કારણ કે ટ્રેડ યુનિયન બનાવવાની પ્રક્રિયા જટિલ બનાવી દેવામાં આવી છે.

ગુજરાત સહિત દેશભરમાં 12 ફેબ્રુઆરીએ બેન્ક કર્મચારીઓ હડતાળ પર ઉતરી શકે, હજારો કરોડના વ્યવહારો ખોરવાશે 2 - image

4 લેબર કોડ પાછા ખેંચવા ઉપરાંત અન્ય મુખ્ય માંગણીઓ

-જૂની પેન્શન યોજના (OPS) ફરી લાગુ કરવી અને NPS નાબૂદ કરવી.

-જાહેર ક્ષેત્રની બેંકોનું ખાનગીકરણ અટકાવવું અને તેમને વધુ મજબૂત બનાવવી.

-બેંકોમાં ખાલી પડેલી જગ્યાઓ પર પૂરતી ભરતી કરવી.

-આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ નોકરીઓ બંધ કરો

-મોટા બાકી લેણાં (બેડ લોન) વસૂલવા માટે કડક પગલાં લેવા.

-સામાન્ય ગ્રાહકો માટે બેંકોમા સેવા ચાર્જ ઘટાડો.

-વીમા કંપનીઓમાં 100% FDI ના નિર્ણયને પાછો ખેંચવો.

રાષ્ટ્રવ્યાપી હડતાળને MGBEAનો ટેકો

10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનો જેવા કે, INTUC, AITUC, HMS, CITU, AIUTUC, TUCC, SEWA, AICCTU, LPF, UTUCએ 12 ફેબ્રુઆરી 2026ના રોજ હડતાળનું આયોજન કર્યું છે. જેનો મુખ્ય હેતું કેન્દ્ર સરકાર દ્વારા હાલના 29 શ્રમ કાયદાઓને બદલે 4 નવા લેબર કોડ લાગુ કરવા સૂચના આપી છે જેના વિરોધમાં દેશ વ્યાપી સામાન્ય હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. જેમાં MGBEAએ પણ સાથ પૂર્યો છે.

ગુજરાતમાં કેટલી અસર થશે?

આ હડતાળને કારણે ગુજરાતમાં બેંકિંગ સેવાઓને મોટો ફટકો પડશે કારણ કે કુલ 25,000 જેટલા કર્મચારીઓ આ હડતાળમાં જોડાઈ શકે, જેથી રાજ્યમાં રાષ્ટ્રીયકૃત બેંકોની અંદાજે 3,678 શાખાઓનું કામકાજ પ્રભાવિત થશે. રાષ્ટ્રીયકૃત બેંકો ઉપરાંત ફેડરલ બેંક, કરુર વૈશ્ય બેંક, કર્ણાટક બેંક અને IDBIના કર્મચારીઓ પણ જોડાઈ શકે છે. એક જ દિવસમાં અંદાજે 15,000 કરોડ રૂપિયાના વ્યવહારો અટકી જવાની ભીતિ છે.

વિરોધના ભાગરૂપે બે દિવસ દેખાવો

હડતાળના સમર્થનમાં બે દિવસના કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં 11 ફેબ્રુઆરીના રોજ સાંજે અમદાવાદના આશ્રમ રોડ પર સન્યાસ આશ્રમ પાસે આવેલી યુકો બેંક (UCo Bank) ખાતે કર્મચારીઓ દ્વારા દેખાવો કરવામાં આવશે. તેમજ 12 ફેબ્રુઆરીના રોજ સવારે 11:00 વાગ્યે એલિસબ્રિજ (ટાઉનહોલ સામે) થી નહેરુ બ્રિજ સુધી તમામ ટ્રેડ યુનિયનો દ્વારા રેલી કાઢવામાં આવશે, જે બાદમાં ‘માનવ સાંકળ’ રચી વિરોધ કરવામાં આવશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના બગોદરા હાઈવે પર હિટ એન્ડ રન: માતાજીનો રથ લઈને જતા પદયાત્રીઓને અજાણ્યા વાહને કચડ્યા, એકનું …
GUJARAT

અમદાવાદના બગોદરા હાઈવે પર હિટ એન્ડ રન: માતાજીનો રથ લઈને જતા પદયાત્રીઓને અજાણ્યા વાહને કચડ્યા, એકનું …

March 28, 2026
ભાજપ પર ધનવર્ષા! માત્ર ગુજરાતમાંથી એક વર્ષમાં 308 કરોડનું દાન મળ્યું, કોંગ્રેસને ફક્ત 69 લાખ | BJP G…
GUJARAT

ભાજપ પર ધનવર્ષા! માત્ર ગુજરાતમાંથી એક વર્ષમાં 308 કરોડનું દાન મળ્યું, કોંગ્રેસને ફક્ત 69 લાખ | BJP G…

March 28, 2026
અમદાવાદમાં PTC કોલેજમાં અધ્યાપકે વિદ્યાર્થિનીની છેડતી કરતા સસ્પેન્ડ, તપાસ માટે સમિતિની રચના | Ahmeda…
GUJARAT

અમદાવાદમાં PTC કોલેજમાં અધ્યાપકે વિદ્યાર્થિનીની છેડતી કરતા સસ્પેન્ડ, તપાસ માટે સમિતિની રચના | Ahmeda…

March 28, 2026
Next Post
અમદાવાદ ઍરપોર્ટ પર 6.8 કિલો હેરોઇન પકડાયું, પેડલરની મોડસ ઓપરેન્ડી જોઈ અધિકારીઓ ચોંક્યા | Ahmedabad A…

અમદાવાદ ઍરપોર્ટ પર 6.8 કિલો હેરોઇન પકડાયું, પેડલરની મોડસ ઓપરેન્ડી જોઈ અધિકારીઓ ચોંક્યા | Ahmedabad A...

અજિત પવારના પ્લેન ક્રેશ મામલે ભત્રીજાનો ઘટસ્ફોટ, કહ્યું- ‘તેઓ કારથી જવાના હતા, પરંતુ અચાનક…’ | Aji…

અજિત પવારના પ્લેન ક્રેશ મામલે ભત્રીજાનો ઘટસ્ફોટ, કહ્યું- ‘તેઓ કારથી જવાના હતા, પરંતુ અચાનક...’ | Aji...

Photos: સચિન તેંડુલકર પરિવાર સાથે PM મોદીને મળ્યા, દીકરા અર્જુનના લગ્નનું આપ્યું આમંત્રણ | sachin te…

Photos: સચિન તેંડુલકર પરિવાર સાથે PM મોદીને મળ્યા, દીકરા અર્જુનના લગ્નનું આપ્યું આમંત્રણ | sachin te...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરકારે વધુ એક ડેપ્યુટી કમિશનરની ડેપ્યુટેશન પર નિમણૂક કરી સુરત પાલિકાના વહીવટમાં સરકારનું મહત્વ વધ્યુ…

સરકારે વધુ એક ડેપ્યુટી કમિશનરની ડેપ્યુટેશન પર નિમણૂક કરી સુરત પાલિકાના વહીવટમાં સરકારનું મહત્વ વધ્યુ…

12 months ago
વિશ્વ બજાર પાછળ સોનામાં સાધારણ સુધારો જ્યારે ચાંદી સહેજ નરમ | Gold recovers modestly on global marke…

વિશ્વ બજાર પાછળ સોનામાં સાધારણ સુધારો જ્યારે ચાંદી સહેજ નરમ | Gold recovers modestly on global marke…

7 months ago
દિવાળીને અનુલક્ષીને વડોદરા પાલિકાના કર્મચારીઓના પગાર-પેન્શનના વહેલાં ચૂકવણા કરશે | Vadodara Corporat…

દિવાળીને અનુલક્ષીને વડોદરા પાલિકાના કર્મચારીઓના પગાર-પેન્શનના વહેલાં ચૂકવણા કરશે | Vadodara Corporat…

6 months ago
Aadhaar Cardમાં હવે ફોટો સાથેનો QR કોડ હશે, સેકન્ડોમાં થશે અસલી નકલીની ઓળખ, તાત્કાલિક મળશે લોન અને સ…

Aadhaar Cardમાં હવે ફોટો સાથેનો QR કોડ હશે, સેકન્ડોમાં થશે અસલી નકલીની ઓળખ, તાત્કાલિક મળશે લોન અને સ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News