gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત હાઈકોર્ટ સહિત પાંચ જિલ્લાની કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી; ડૉગ-બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટના સ્…

G METRO NEWS by G METRO NEWS
January 6, 2026
in GUJARAT
0 0
0
ગુજરાત હાઈકોર્ટ સહિત પાંચ જિલ્લાની કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી; ડૉગ-બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટના સ્…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Bomb Threat at Surat District Court: ગુજરાતમાં સરકારી સંસ્થાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. હવે ગુજરાત હાઈકોર્ટ સહિત સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ, લાલ દરવાજા સ્થિત અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ તેમજ ભરૂચ, આણંદ અને રાજકોટની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈ-મેઇલ મળતા ભારે ખળભળાટ મચી ગયો છે. એક અજાણ્યા શખસે સોમવારે મોડી રાત્રે સુરત અને અમદાવાદ સહિતની કોર્ટના ઓફિશિયલ આઈડી પર મેઈલ કરીને આખા બિલ્ડિંગને RDXથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ ધમકીને ગંભીરતાથી લઈને તમામ કોર્ટમાં ન્યાયિક કામગીરી અટકાવીને ડોગ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમની મદદથી ઝીણવટભરી તપાસ કરાઈ રહી છે. 

પાંચેય કોર્ટમાં પ્રવેશબંધી કરીને ઝીણવટભરી તપાસ શરૂ 

આ ધમકીની ગંભીરતાને ધ્યાને રાખીને ગુજરાત હાઈકોર્ટ તેમજ અન્ય તમામ જિલ્લાની કોર્ટમાં પ્રવેશબંધી કરી દેવાઈ છે. એટલું જ નહીં, આ સિવાય ન્યાયિક કામગીરી પણ તાત્કાલિક ધોરણે બંધ કરી દેવાઈ છે. વહીવટી તંત્રએ વકીલો, સ્ટાફ અને અસીલોને સલામત રીતે પરિસરની બહાર મોકલી દીધા છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ બોમ્બ ડિસ્પોઝલ અને ડોગ સ્ક્વોડ દ્વારા પાર્કિંગ, કેન્ટીન અને કોર્ટ બિલ્ડિંગના દરેક માળ પર ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ છે. જો કે, પ્રાથમિક તપાસમાં હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.

ભારત બહારથી ધમકીભર્યા ઈ-મેલ કરાઈ રહ્યા છેઃ ક્રાઈમ બ્રાન્ચ 

અમદાવાદ ક્રાઈમ બ્રાંચના DCP અજિત રાજિયનના જણાવ્યા મુજબ, ગઈકાલથી કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે. અત્યારે અમારી ટીમ આ અંગે તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં આ પ્રકારની ધમકીના ઈ-મેઇલ ભારત બહારથી કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ પ્રકારના મેઇલ કરીને પેનિક સર્જવાનો પ્રયાસ કરાતો હોવાનું લાગી રહ્યું છે. આ દિશામાં અમારી ટીમ દ્વારા તપાસ ચાલુ છે.

મોડી રાત્રે 2 વાગ્યે મળ્યો ધમકીભર્યો મેઈલ

મળતી વિગતો અનુસાર, અમદાવાદ અને સુરતની કોર્ટના સત્તાવાર મેઈલ આઈડી પર સોમવારે રાત્રે આશરે 2:00 વાગ્યે અંગ્રેજીમાં એક ઈ-મેઈલ આવ્યો હતો. આ મેઈલમાં કોર્ટ બિલ્ડિંગને વિસ્ફોટકો (RDX) દ્વારા ઉડાવી દેવાની ગંભીર ચેતવણી આપવામાં આવી હતી. આજે વહેલી સવારે જ્યારે કોર્ટના કર્મચારીઓએ ફરજ પર આવીને મેઈલ ચેક કર્યો, ત્યારે આ બાબત સામે આવી હતી.

ગુજરાત હાઈકોર્ટ સહિત પાંચ જિલ્લાની કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી; ડૉગ-બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટના સ્થળે 2 - image

પ્રિન્સિપલ જજ એક્શનમાં, કામકાજ સ્થગિત

આ મેઈલની ગંભીરતાને જોતા કર્મચારીઓએ તુરંત જ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજને જાણ કરી હતી. જજ સાહેબે તાત્કાલિક અસરથી પોલીસ તંત્રને સતર્ક કરવા આદેશ આપ્યા હતા. જ્યાં સુધી પ્રિન્સિપલ જજ દ્વારા નવો આદેશ ન આપવામાં આવે ત્યાં સુધી કોર્ટનું તમામ કામકાજ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

સુરક્ષા એજન્સીઓનું સઘન સર્ચ ઓપરેશન

આ ધમકી મળતાની સાથે જ સુરત પોલીસની વિવિધ પાંખો હરકતમાં આવી ગઈ છે. સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને ફાસ્ટટ્રેક કોર્ટના સમગ્ર પરિસરને કોર્ડન કરી લેવામાં આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચ, SOG, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડની ટીમો તપાસમાં જોડાઈ છે. કોર્ટના ખૂણેખૂણા, ચેમ્બર્સ અને પાર્કિંગમાં તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં હજુ સુધી કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી નથી.

સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે ‘રાત્રે 2 વાગ્યે RDXથી કોર્ટ ઉડાવી દેવાની ધમકી મળી હતી. સવારે સ્ટાફે મેઈલ જોતા જ જજ સાહેબને જાણ કરી અને વગર વિલંબે પોલીસને બોલાવી લેવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા સઘન ચેકિંગ ચાલુ છે અને જજ સાહેબના આદેશ સુધી કામકાજ બંધ રહેશે.’

અમદાવાદ બાદ હવે સુરત નિશાન પર

ગઈકાલે જ એટલે કે 5 જાન્યુઆરીએ અમદાવાદની ગ્રામ્ય કોર્ટ (ઇન્કમટેક્સ પાસે) ને પણ આ જ પ્રકારે ઈ-મેઈલ દ્વારા ધમકી મળી હતી. અમદાવાદમાં પણ નવરંગપુરા પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. સતત બીજા દિવસે બીજી મોટી કોર્ટને ધમકી મળતા રાજ્યની સુરક્ષા એજન્સીઓ હવે આ મેઈલ મોકલનારના મૂળ સુધી પહોંચવા સાયબર ક્રાઈમની મદદ લઈ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આવ્યાં હવાની જેમ અને ઓસરી ગયાં’, કવિ શ્રી રાજેન્દ્ર શુક્લનું નિધન
GUJARAT

આવ્યાં હવાની જેમ અને ઓસરી ગયાં’, કવિ શ્રી રાજેન્દ્ર શુક્લનું નિધન

November 22, 2026
जुड़वां बच्चों की माँ बनने के बाद खुद से हुए ‘ब्रेकअप’ पर बोलीं श्रद्धा आर्या, “पुरानी श्रद्धा को अल…
GUJARAT

जुड़वां बच्चों की माँ बनने के बाद खुद से हुए ‘ब्रेकअप’ पर बोलीं श्रद्धा आर्या, “पुरानी श्रद्धा को अल…

November 21, 2026
Lovepreet Has No Fear”: Lovepreet Refuses to Justify Herself to the Other Housemates
GUJARAT

Lovepreet Has No Fear”: Lovepreet Refuses to Justify Herself to the Other Housemates

November 21, 2026
Next Post
ઠંડી કે માવઠું? આગામી 5 દિવસ કેવું રહેશે ગુજરાતનું વાતાવરણ, જાણો હવામાન વિભાગની આગાહી | Gujarat Weat…

ઠંડી કે માવઠું? આગામી 5 દિવસ કેવું રહેશે ગુજરાતનું વાતાવરણ, જાણો હવામાન વિભાગની આગાહી | Gujarat Weat...

અમદાવાદથી મુંબઈ હાઈ-વે પર ટ્રકમાં અચાનક આગ લાગતા દોડધામ, ચાલકનો આબાદ બચાવ | Major Fire Breaks Out in…

અમદાવાદથી મુંબઈ હાઈ-વે પર ટ્રકમાં અચાનક આગ લાગતા દોડધામ, ચાલકનો આબાદ બચાવ | Major Fire Breaks Out in...

જામનગરમાં રખડતા ઢોરનો આતંક, આખલાએ શિંગડા અને પગ નીચે યુવકને રીતસર કચડી નાંખ્યો | Stray Cattle Menace…

જામનગરમાં રખડતા ઢોરનો આતંક, આખલાએ શિંગડા અને પગ નીચે યુવકને રીતસર કચડી નાંખ્યો | Stray Cattle Menace...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગઢડાના માંડવધાર ગામે જુની ફરિયાદની દાઝે મારા મારીની સામ સામી ફરિયાદ | In Mandavadhar village of Gadh…

ગઢડાના માંડવધાર ગામે જુની ફરિયાદની દાઝે મારા મારીની સામ સામી ફરિયાદ | In Mandavadhar village of Gadh…

8 months ago
‘બાંગ્લાદેશી ઘૂસણખોરોને આસામમાં વસાવવા માગે છે કોંગ્રેસ’, PM મોદીનું SIR મુદ્દે નિવેદન | PM Modi Say…

‘બાંગ્લાદેશી ઘૂસણખોરોને આસામમાં વસાવવા માગે છે કોંગ્રેસ’, PM મોદીનું SIR મુદ્દે નિવેદન | PM Modi Say…

11 months ago
નડિયાદ તાલુકામાં તમાકુના ભાવ જાહેર ના કરાતાં ખેડૂતોને મુશ્કેલી | Farmers face problems due to non di…

નડિયાદ તાલુકામાં તમાકુના ભાવ જાહેર ના કરાતાં ખેડૂતોને મુશ્કેલી | Farmers face problems due to non di…

2 years ago
ભારતમાં સાઉદી ફંડ્સને FPI નિયમોમાંથી મુક્તિ મળશે

ભારતમાં સાઉદી ફંડ્સને FPI નિયમોમાંથી મુક્તિ મળશે

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News