
– ડેટા સેન્ટરો અને એઆઇ સંબંધી પ્રોજેકટો ઊભા કરવામાં આવશે
નેલ્લોર(આંધ્રપ્રદેશ) : ટેક જાયન્ટ ગૂગલ વિશાખાપટનમમાં ત્રણ વર્ષોમાં ડેટા સેન્ટર તથા એઆઇ (આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ)ને લગતા પ્રોજેકટોમાં ૮૮,૦૦૦ કરોડનું રોકાણ કરશે.
સ્વતંત્ર ભારતમાં આર્થિક સુધારાના અમલની શરૂઆતથી અત્યાર સુધીમાં એક જ કંપની દ્વારા કરનારૂં આ મહત્તમ રોકાણ બની રહેશે, જે બાજી પલટાવનારૂં (અતિ ઉપકારક) હશે. મુખ્યમંત્રી એન.ચંદ્રાબાબુ નાયડુએ કેટલાક ખાનગી પ્રોજેકટોના ઉદઘાટનની સાથોસાથ એક મીટિંગને સંબોધતા આમ જણાવીને ઉમેર્યું કે ગૂગલની પેટા કંપની રાયડેન ઇન્ફોટેક ઇન્ડિયા લિમિટેડ ઉપરોક્ત રોકાણ કરશે.










