![]()
વડોદરાઃ એક તરફ કેટલાક અસામાજિક તત્વોએ ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેકંયા હતા તો બીજી તરફ વડોદરામાં જામેલા ગણેશોત્સવના ભક્તિભાવપૂર્ણ માહોલમાં કોમી એખલાસનો રંગ પણ જોવા મળી રહ્યો છે.
શહેરના ગોત્રી વિસ્તારમાં હરિનગર બ્રિજની નીચે મુસ્લિમ યુવાન અને તેના ગુ્રપે ગુજરાત કા રાજા …નામથી ગણપતિબાપાની સ્થાપના કરી છે.કમળ પર બીરાજમાન ગણેશજીના દર્શન કરવા માટે રોજ મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે.
ગોત્રી વિસ્તારના સુદામા નગરમાં રહેતો સોહેબ બારોટ કહે છે કે, હું છેલ્લા ૧૪ વર્ષથી ગણેશોત્સવ મનાવું છું.અમારી સોસાયટીમાં તમામ ધર્મના લોકો રહે છે અને તમામ તહેવારોની ઉજવણી થાય છે.પહેલા મારા પિતા તહેવારોના આયોજનમાં મોખરે રહેતા હતા.તેમની સાથે રહીને મને પણ ગણેશજી માટે બાળસહજ કુતુહલ થતું હતું.મેં ૨૦૧૨થી ગણેશોત્સવનું આયોજન શરુ કર્યું હતું.પહેલા હું અને મારા મિત્રો સુદામાનગરમાં નાની મૂત બેસાડતા હતા પણ છેલ્લા ચાર વર્ષથી અમે હવે હરિનગર બ્રિજ નીચે ગણપતિબાપાની સ્થાપના કરીએ છે.
આ યુવાને એક ચેરિટેબલ ટ્રસ્ટ બનાવ્યું છે.જેના અંતગર્ત જીવદયાની પ્રવૃ્ત્તિઓ કરવામાં આવે છે.સોહેબના જણાવ્યા પ્રમાણે કોરોનામાં પણ અમારા ગુ્રપે દર્દીઓની સેવા કરી હતી.ગણેશોત્સવના આયોજનમાં ગુ્રપના ૪૦ જેટલા યુવાનો સામેલ છે.જેમાં પાંચ થી ૬ મુસ્લિમ યુવાનો પણ છે.હું કોઈ પણ ધર્મની લાગણી દુભાવવામાં નહીં પણ તમામ ધર્મનું સન્માન કરવામાં વિશ્વાસ રાખું છું.આ વર્ષે અમે સ્વર્ગલોકની થીમ પર ડેકોરેશન કર્યું છે.









