![]()
વડોદરાઃ ગોરવા વિસ્તારમાં ગઇ મોડીસાંજે પીધેલા કાર ચાલકનો ડોરટુડોર કચરાના વાહન સાથે અકસ્માત થયા બાદ તેણે તાયફો કરતાં ટોળું ભેગું થયું હતું.પોલીસ પણ આવી જતાં કાર ચાલક અને તેના ત્રણ સાગરીતોને પીધેલી હાલતમાં ઝડપી પાડયા હતા.
બનાવ અંગે ડોરટુડોર કચરો કલેક્ટ કરતા વાહનના ડ્રાઇવર મિનેષ ખડિયાએ પોલીસને કહ્યું છે કે,ગઇસાંજે હું મારા ભાઇ સાથે સહયોગ ગાર્ડન નજીક કચરો કલેક્ટ કરવા જતો હતો ત્યારે બરોડા સ્કાય ચાર રસ્તા પાસે એક કાર પાછળથી અથડાઇ હતી.
ત્યારબાદ રાજુ નામના કાર ચાલક અને તેનો સાગરીત આઇટીઆઇ પાસે ઉભા હતા તેમજ કેમ ગાડી ઉભો રાખતો નથી તેમ કહી મને માર મારી વાહન મુકાવી દીધું હતું.જેથી મેં મારા સુપર વાઇજરને બોલાવ્યા હતા. અમારું વાહન દરગાહ પાસે લઇ ગયા હોવાનું જાણવા મળતાં અમે ત્યાં ગયા તો રાજુએ ફરી મને માર માર્યો હતો.
પોલીસ આવી જતાં રાજુ સાદુળભાઇ કુવાડિયા(બ્રાહ્મણ શેરી,કરદેજ ગામ,ભાવ નગર)ને પોલીસ સ્ટેશને લઇ ગઇ હતી.ત્યારબાદ તેણે અન્ય મિત્રો સાથે દારૃ પીધો હોવાની વિગતો પોલીસને મળતાં પોલીસે ભાવેશ દેસુરભાઇ ચાવડા,ઉમેશ વાલાભાઇ ડાંગર અને ગૌરાંગ મુકેશભાઇ ત્રિવેદી(તમામ રહે.કદરેજ અને કોબડી ગામ, ભાવનગર)ની ધરપકડ કરી હતી.










