gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ગોવા ક્લબ અગ્નિકાંડ મામલે મોટા સમાચાર, બંને માલિક ઈન્ડિગો વિમાનથી થાઈલેન્ડ નાસી ગયા | goa fire incid…

G METRO NEWS by G METRO NEWS
December 8, 2025
in INDIA
0 0
0
ગોવા ક્લબ અગ્નિકાંડ મામલે મોટા સમાચાર, બંને માલિક ઈન્ડિગો વિમાનથી થાઈલેન્ડ નાસી ગયા | goa fire incid…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Goa Fire Incident: ગોવાના પ્રખ્યાત ‘બિર્ચ બાય રોમિયો લેન’ નાઈટ ક્લબમાં થયેલા અગ્નિકાંડ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. મુખ્ય આરોપી સૌરભ અને ગૌરવ લુથરા ઘટનાના પાંચ કલાક બાદ ભારતમાંથી ફરાર થઈ થાઈલેન્ડના ફૂકેટ ભાગી ગયા છે. ગોવા પોલીસે સમગ્ર મામલે નિવેદન આપતા કહ્યું કે હાલમાં આરોપીના ઠેકાણા અને વિદેશ ભાગી જવાની સમગ્ર પ્રક્રિયાની તપાસ ચાલી રહી છે.

ઇન્ડિગોની ફ્લાઇટ 6E 1073 માં ફુકેટ ભાગ્યા

પોલીસે વધુ વિગતો આપતા જણાવ્યું કે 7 ડિસેમ્બરની સાંજ સુધીમાં બંને શખ્સો સામે લુકઆઉટ સર્ક્યુલર (LOC) જાહેર કરી દેવામાં આવ્યો હતો. મુંબઈ ઇમિગ્રેશનનો સંપર્ક કરવામાં આવતા તેમને જાણવા મળ્યું કે બંને આરોપીઓ 7 ડિસેમ્બરના રોજ સવારે 5:30 વાગ્યે ઇન્ડિગોની ફ્લાઇટ 6E 1073 માં ફુકેટ જવા રવાના થયા હતા. આ અકસ્માત ગઈકાલે (7 ડિસેમ્બર) રાત્રે મધ્યરાત્રિની આસપાસ થયો હતો, જેનાથી સ્પષ્ટ થયું કે બંને શખ્સ તપાસથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે. 

સીબીઆઈના ઇન્ટરપોલ વિભાગનો પણ સંપર્ક કરવામાં આવ્યો

ગોવા પોલીસે બંને આરોપીઓને પકડવા માટે સીબીઆઈના ઇન્ટરપોલ વિભાગનો પણ સંપર્ક કર્યો છે. આંતરરાષ્ટ્રીય મદદ મળે તે માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે. મહત્વનું છે કે ગોવાના બાઘા વિસ્તારમાં પ્રખ્યાત ‘બિર્ચ બાય રોમિયો લેન’ નાઈટ ક્લબમાં 6 અને 7 ડિસેમ્બરની મધ્યરાત્રિએ ભયાનક આગ લાગી હતી જેમાં 25 લોકોના મોત થયા હતા

ચારની ધરપકડ, માલિકો વિરુદ્ધ FIR

ગઇકાલ (7 ડિસેમ્બર) ગોવાના ડીજીપી આલોક કુમારે કહ્યું કે, ‘અગ્નિકાંડની ઘટનામાં ચીફ જનરલ મેનેજર રાજીવ મોદક, જનરલ મેનેજર વિવેક સિંહ, બાર મેનેજર રાજવીર સિંઘાનિયા અને ગેટ મેનેજર પ્રિયંશુ ઠાકુરની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ક્લબના માલિકો સૌરવ લૂથરા અને ગૌરવ લૂથરા વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે.’

આ પણ વાંચો: પત્નીને બચાવી લાવ્યા, પછી સાળીઓને બચાવવા આગમાં કૂદ્યા… ગોવામાં એક જ પરિવારના 4ના મોત

ફટાકડાના કારણે આગ લાગી : મુખ્યમંત્રી

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું કે, ‘પ્રાથમિક તપાસ મુજબ, નાઈટ ક્લબનાં ડાન્સ ફ્લોર પર ભીડ ઉમટી હતી, તેમાં કોઈએ જોશમાં આવીને ફટાકડા ફોડ્યા હતા, જેના કારણે ભયાનક આગી લાખી હતી.’ આ પહેલા એવી માહિતી સામે આવી હતી કે, સિલિન્ડર બ્લાસ્ટના કારણે આગ લાગી હતી. 

મૃતકના પરિવારને અને ઈજાગ્રસ્તોને સહાય

સરકારે જાહેરાત કરી છે કે, મૃતકોના પરિવારજનોને SDRF ફંડમાંથી પાંચ લાખ રૂપિયાની અને ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત સરકાર મૃતકોને પોતાના ઘર સુધી પહોંચાડવામાં પણ મદદ કરશે. મુખ્યમંત્રીએ કહ્યું છે કે, ઘટના બાદ રોમિયો લેનમાં વધુ એક ક્લબ સિલ કરી દેવાઈ છે.

તપાસનો ધમધમાટ શરૂ

ઘટના ટાણે કેટલાક લોકો તુરંત દોડીને બહાર આવી ગયા હતા, જ્યારે કેટલાક આવી શક્યા ન હતા, જેના કારણે તેમણે જીવ ગુમાવવો પડ્યો. હાલ ઘટનાની તપાસ ચાલી રહી છે અને એક અઠવાડિયામાં રિપોર્ટ પણ આવી જશે. ઘટનામાં બેદરકાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવશે. સંબંધિત અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ભુજ: તાંત્રિકે વિધિના બહાને મહિલાની છેડતી, માધાપરમાં ‘ઢોંગી’ તાંત્રિકની ધરપકડ | Woman molested on pr…

ભુજ: તાંત્રિકે વિધિના બહાને મહિલાની છેડતી, માધાપરમાં 'ઢોંગી' તાંત્રિકની ધરપકડ | Woman molested on pr...

સિદ્ધુના પત્ની નવજોત કૌરને કોંગ્રેસે કર્યા સસ્પેન્ડ, વરિષ્ઠ નેતાઓ પર લગાવ્યો હતો પૈસા લઈને ટિકિટ વેચ…

સિદ્ધુના પત્ની નવજોત કૌરને કોંગ્રેસે કર્યા સસ્પેન્ડ, વરિષ્ઠ નેતાઓ પર લગાવ્યો હતો પૈસા લઈને ટિકિટ વેચ...

વિદેશ મંત્રાલયની ભારતીયોને ચેતવણી, ચીનની મુસાફરી સમયે સાવધાની રાખજો, જાણો શું છે મામલો | India slams…

વિદેશ મંત્રાલયની ભારતીયોને ચેતવણી, ચીનની મુસાફરી સમયે સાવધાની રાખજો, જાણો શું છે મામલો | India slams...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં મહાકાળી સર્કલ પાસે બે ટુ-વ્હીલર અથડાતાં એક સ્કૂટરના ચાલક યુવાનને ગંભીર ઈજા, પગની આંગળીઓ કપ…

જામનગરમાં મહાકાળી સર્કલ પાસે બે ટુ-વ્હીલર અથડાતાં એક સ્કૂટરના ચાલક યુવાનને ગંભીર ઈજા, પગની આંગળીઓ કપ…

8 months ago
‘હવે હું ચૂંટણી નહીં લડું…’, દેવભૂમિ દ્વારકાના દિગ્ગજ નેતા વિક્રમ માડમનું મોટું નિવેદન | big state…

‘હવે હું ચૂંટણી નહીં લડું…’, દેવભૂમિ દ્વારકાના દિગ્ગજ નેતા વિક્રમ માડમનું મોટું નિવેદન | big state…

1 year ago
સેન્સેકસ 558 પોઈન્ટ ગબડી 83674 | Sensex plunges 558 points to 83674

સેન્સેકસ 558 પોઈન્ટ ગબડી 83674 | Sensex plunges 558 points to 83674

6 months ago
માત્ર ડૉલર નહીં પણ અનેક કરન્સી સામે રૂપિયા ગગડ્યો, એશિયામાં સૌથી વધુ દબાણમાં રહ્યું! | Rupee Crashes…

માત્ર ડૉલર નહીં પણ અનેક કરન્સી સામે રૂપિયા ગગડ્યો, એશિયામાં સૌથી વધુ દબાણમાં રહ્યું! | Rupee Crashes…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News