gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગ્લોબલ વોર્મિંગના કારણે આ વર્ષે ગોહિલવાડમાં કેસર કેરીના ઉત્પાદનમાં જબ્બર ઘટાડો | Global warming has …

G METRO NEWS by G METRO NEWS
April 11, 2025
in GUJARAT
0 0
0
ગ્લોબલ વોર્મિંગના કારણે આ વર્ષે ગોહિલવાડમાં કેસર કેરીના ઉત્પાદનમાં જબ્બર ઘટાડો | Global warming has …
0
VIEWS
Share on FacebookShare on Twitter

સરેરાશ ઉત્પાદનમાં 30થી 50 ટકા સુધીના ઘટાડાથી વાડી માલિકોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો 

આંબે સારો મોર બેઠા બાદ ઝાંકળ પડતાં જ ફળિનીકરણ સમયે મોર બળી ગયા : બજારમાં માંગ સામે આવક ઓછી હોવાથી ભાવ આસમાને : કેરીની ‘મીઠાશ”ખટાશ’માં બદલાઈ 

ભાવનગર: ગ્લોબલ વોર્મિંગની અસર કહો કે વાતાવરણીય ચક્રમાં આવેલાં અકલ્પનિય ફેરફારના કારણે ભાવનગર જિલ્લામાં આ વર્ષે ફળોના રાજા કેસર કેરીના ઉત્પાદનમાં આશ્ચર્યજનક રીતે જબ્બર ઘટાડો નોંધાતાં આંબાવાડી માલિકોને રાતા પાણીએ  રોવાનો વારો આવ્યો છે.એટલું જ નહીં, આ વર્ષે કેરીનો પાક પણ મોડો હોવાના કારણે બજારમાં કેરીની માંગ સામે આવક ન હોવાથી ભાવમાં પણ આવેલાં વધારાને લઈ ભાવેણાંવાસીઓને આ વર્ષે કેરીની મીઠાશના બદલે તેની ખટાશનો વધુ અનુભવ થાય તેવી સ્થિતિ સર્જાઈ છે. 

ભાવનગર જિલ્લાની ભૌગોલિકતાને જોતાં જિલ્લાના દરિયા કાંઠે આવેલાં ભાવનગર, ઘોઘા તથા તળાજા પંથકના ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત, શેત્રુંજી કેનાલના બન્ને કાંઠે આવેલાં પાલિતાણા અને જેસર તાલુકાના ગામડાંમાં મોટાપાયે કેસર કેરીનું ઉત્પાદન થાય છે, આંબા પર મોર બેસવાથી લઈ કેરી પાકવા(જવણ)ની પ્રક્રિયા માટે સૌથી અનુકુળ અને ઉત્તમ વાતાવરણ ભાવનગર જિલ્લામાં હોવાથી સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી પહેલાં કેરીનું ઉત્પાદન ભાવનગર જિલ્લાની આંબાવાડીમાં થાય છે. એટલું જ નહીં, સોસિયા સહિતના દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં પાકતી કેરીના પાકના વેચાણ માટે ભાવનગરમાં પણ સૌથી પહેલાં પીઠું(વેચાણ કેન્દ્ર) શરૂ થાય છે. આ વર્ષે પણ ફેબૂ્રઆરી માસના મધ્યમાં આંબે મોર આવી ગયા હતા.મોટાભાગની આંબાવાડીમાં મોર સારો હોવાથી વાડી માલિકોએ સારા ઉત્પાદનની આશા સેવી માવજત શરૂ કરી હતી.પરંતુ, ફેબૂ્રઆરી અંત ભાગથી લઈ માર્ચ માસના પ્રથમ સપ્તાહ સુધીમાં સમયાંતરે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાની સાથે ઝાંકળ અને વાતાવરણમાં આવેલાં નાટકીય પરિવર્તનની સીધી અસર કેરીના મોર પર જોવા મળી હતી. કેરીના ફળીનીકરણ સમયે જ વાતાવરણીય ફેરફારના કારણે મોટાભાગના આંબા પરના મોર બળી, કોળવાની શરૂઆત થતાં ખેડૂતોની સારા પાકની આશા પર પાણી ફરી વળ્યું હતું.

ખેડૂત-આંબાવાડીમાલિકોના જણાાવ્યાંનુસાર, આ વર્ષે કેરીના સરેરાશ ઉત્પાદનમાં સરેરાશ ૩૦થી ૫૦ ટકા સુધીનો ચિંતાજનક હદે ઘટાડો નોંધાયોે છે.સાથોસાથ ઉત્પાદનના સમયમાં વિલંબના કારણે ખેડૂતો-વાડી માલિકોની હાલત પડયાં પર પાટું જેવી થઈ છે. જયારે, સારા પાક માટે કરેલો ખર્ચ પણ તેમને હાલ માથે પડયો હોવાનું તેમણેે જણાવ્યું હતું. હાલ એપ્રિલ માસ મધ્યાહ્ને પહોંચ્યો છે ત્યારે કેરીના ઉંચા ભાવને જોતાં સામાન્ય અને ગરીબ વર્ગને આ વર્ષે તેની મીઠાશ ચાખવામાં હજું બે સ્પતાહ જેટલા સમયની રાહ જોવી પડે તેમ જણાઈ રહ્યું છે. 

700 આંબામાંથી માત્ર 15 મણ કેરી ઉતરીઃ ખેડૂતની વેદના 

સોસિયામાં ૭૦૦થી વધુ આંબા ધરાવનાર ખેડૂતે જણાવ્યું કે, અગાઉના બે વર્ષ સુધી તેમની સહિત દરિયાઈ પટ્ટીના ૧૨થી વધુ ગામડાંઓમાં આવેલી આંબાવાડીમાં કેરીનું મલબખ ઉત્પાદન થતું હતું. જેની સામે આ વર્ષે તેમના જ ૭૦૦ આંબામાં કુલ મળીને અત્યારસુધીમાં ૧૫ મણ કેરીનો પાક ઉતર્યો છે. આ જ હાલત અન્ય આંબાવાડીની પણ હોવાનું તેમણે વેદના સાથે વિગતો આપતાં જણાવ્યું હતું. 

બજારમાં માલની ઘટ, આગામી સપ્તાહે ભાવ ઘટે તેવી શક્યતા : ફ્રૂટ માર્કેટ એસો.પ્રમુખ 

ભાવનગરની બજારમાં કેરીનો પાક મોડો આવવા તથા માંગ સામે આવકના ઘટાડાની ચિંતાજનક સ્થિતિને ભાવનગરના તળાવ ફ્રૂટ માર્કેટના પ્રમુખ રામદેવસિંહ ગોહિલે સમર્થન આપ્યું હતું. તેમના જણાવ્યાનુંસાર, દર વર્ષે સમગ્ર સોરાષ્ટ્રમાં ભાવનગરમાં સૌથી પહેલાં કેરીની પીઠું શરૂ થઈ જાય છે અને હરરાજી શરૂ થઈ જાય છે. પરંતુ, આ વર્ષે મોડા ઉત્પાદનની સાથોસાથ ઉત્પાદનમાં ઘટ જોવા મળી રહી છે.તેમના મત અનુસાર, આગામી સપ્તાહના અંત ભાગ બાદ ભાવનગર સિવાયના જિલ્લાની કેરી બજારમાં આવ્યા બાદ ભાવમાં ઘટાડો નોંધાશે તેમ આશા વ્યક્ત કરતાં જણાવ્યું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોર્ટ સંકુલમાંથી પોક્સોનો આરોપી ફરાર થઇ ગયો | POCSO accused escapes from court premises
GUJARAT

કોર્ટ સંકુલમાંથી પોક્સોનો આરોપી ફરાર થઇ ગયો | POCSO accused escapes from court premises

March 30, 2026
યુનિ.ના કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ શેવાળનો ઉપયોગ કરીને ઈકો ફ્રેન્ડલી વોટર ફિલ્ટર બનાવ્યું | researc…
GUJARAT

યુનિ.ના કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ શેવાળનો ઉપયોગ કરીને ઈકો ફ્રેન્ડલી વોટર ફિલ્ટર બનાવ્યું | researc…

March 30, 2026
વિશ્વામિત્રીના કિનારે મગરોથી 15 ફૂટ દૂર સૂનમૂન બેસી રહેલી મહિલાને બચાવી લીધી | Woman rescued from cr…
GUJARAT

વિશ્વામિત્રીના કિનારે મગરોથી 15 ફૂટ દૂર સૂનમૂન બેસી રહેલી મહિલાને બચાવી લીધી | Woman rescued from cr…

March 30, 2026
Next Post
ટેરિફ પર બ્રેક,બજારો ગેલમાં,તેજીના સંકેત | Break on Tariff markets in a frenzy signs of a boom

ટેરિફ પર બ્રેક,બજારો ગેલમાં,તેજીના સંકેત | Break on Tariff markets in a frenzy signs of a boom

થાન અને ધ્રાંગધ્રામાંથી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા-રમાડતા ત્રણ ઝડપાયા | Three arrested for betting on…

થાન અને ધ્રાંગધ્રામાંથી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા-રમાડતા ત્રણ ઝડપાયા | Three arrested for betting on...

હાદાનગરમાં બંધ મકાનમાંથી દાગીના સહિત 79 હજારની ચોરી | 79 thousand including jewelry stolen from a lo…

હાદાનગરમાં બંધ મકાનમાંથી દાગીના સહિત 79 હજારની ચોરી | 79 thousand including jewelry stolen from a lo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ખાસ, IAS સ્ટડી સેન્ટરમાં કોચિંગ માટે અરજી કરવાની અંત…

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ખાસ, IAS સ્ટડી સેન્ટરમાં કોચિંગ માટે અરજી કરવાની અંત…

7 months ago
સદાનંદ-અંકલેશ્વર GIDC માર્ગ ઉપર અકસ્માતની ઘટના : ઓવરટેક વખતે મોપેડને ટ્રકે અડફેટે લેતા એકનું મોત, એક…

સદાનંદ-અંકલેશ્વર GIDC માર્ગ ઉપર અકસ્માતની ઘટના : ઓવરટેક વખતે મોપેડને ટ્રકે અડફેટે લેતા એકનું મોત, એક…

8 months ago
લાલપુર નજીક મેઘપરમાં રહેતા પર પ્રાંતિય યુવાનના ધોળે દહાડે બંધ રહેલા મકાનમાંથી રૂપિયા બે લાખની ચોરી થ…

લાલપુર નજીક મેઘપરમાં રહેતા પર પ્રાંતિય યુવાનના ધોળે દહાડે બંધ રહેલા મકાનમાંથી રૂપિયા બે લાખની ચોરી થ…

5 months ago
ડેરી અને પોલ્ટ્રી જેવા સંવેદનશીલ ક્ષેત્રો માટે બજાર નથી ખોલાયું’, ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર કૃષિ મંત…

ડેરી અને પોલ્ટ્રી જેવા સંવેદનશીલ ક્ષેત્રો માટે બજાર નથી ખોલાયું’, ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર કૃષિ મંત…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News