gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ટેરિફ પર બ્રેક,બજારો ગેલમાં,તેજીના સંકેત | Break on Tariff markets in a frenzy signs of a boom

G METRO NEWS by G METRO NEWS
April 11, 2025
in Business
0 0
0
ટેરિફ પર બ્રેક,બજારો ગેલમાં,તેજીના સંકેત | Break on Tariff markets in a frenzy signs of a boom
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : મહાવીર જયંતિ નિમિત્તે ગુરુવારે સ્થાનિક શેરબજારો બંધ રહ્યા હતા પરંતુ વૈશ્વિક શેરબજારોમાં મિશ્ર ટોન જોવા મળ્યો હતો. એશિયા તથા યુરોપના બજારોમાં મજબૂતાઈ રહી હતી પરંતુ બુધવારના  ઉછાળા બાદ અમેરિકન શેરબજારો ગુરુવારે  દોઢથી અઢી ટકા નરમ ખૂલ્યા હતા. ગિફટ નિફટી ૬૫૦ પોઈન્ટથી વધુ ઊંચકાયો હતો અને મોડી સાંજે ૨૩૧૦૦ જોવાયો હતો. 

એનએસઈ ઈન્ટરનેશનલ એકસચેન્જ પર વેપાર થતા ગિફટ નિફટીના ઉછાળાને જોતા શુક્રવારે દેશના બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ સેન્સેકસ તથા નિફટી તેના આગલા બંધથી ગેપમાં ખૂલવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. 

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ મુદ્દે ચીન સિવાય અન્ય દેશો પર પોતાનું વલણ હળવું કરતા વૈશ્વિક બજારોમાં ગુરુવારે તેજી જોવા મળી હતી.  

અમેરિકાએ ચીન પર રેસિપ્રોકલ ટેરિફ ૧૨૫ ટકા કર્યું છે જ્યારે ૭૫ જેટલા દેશો પર ઊંચા ટેરિફ દર ૯૦ દિવસ સ્થગિત રાખવાનો નિર્ણય જાહેર કર્યા બાદ શેરબજારોમાં મોટી તેજી જોવા મળી હતી. 

ટ્રમ્પ દ્વારા ટેરિફના અમલ પર ૯૦ દિવસની રાહત અપાયા બાદ ગઈ રાત્રે અમેરિકી શેરબજારમાં પ્રચંડ ઉછાળો નોંધાયો હતો જે આજે કામકાજના પ્રારંભિક તબક્કામાં ધોવાઈ જવા પામ્યો હતો. અમેરિકી શેરબજારમાં આજે કામકાજના પ્રારંભિક તબક્કામાં ડાઉજોન્સમાં ૧૩૭૦ પોઇન્ટનું ગાબડું પડતા તે ૩૯૨૩૮ ઉતરી આવ્યો હતો જ્યારે નાસ્ડેકમાં ૮૬૦ પોઇન્ટનું ગાબડું પડતા ૧૬૨૬૪ અને એસએન્ડપી-૫૦૦ ૨૩૪ પોઇન્ટ ઘટીને ૫૨૨૨ની સપાટીએ રહ્યો હતો ગઈકાલે અમેરિકી શેરબજારમાં ડાઉજોન્સમાં ૭.૯ ટકાનો, નાસ્ડેકમાં ૧૨.૨ ટકા અને એસએનપી-૫૦૦માં ૯.૫ ટકાનો ઉછાળો નોંધાયો હતો. 

યુરોપિયન બજારોમાં આજે મોડી સાંજે લંડનનો ફીત્સી ઇન્ડેક્સ ૩૦૦ પોઇન્ટ વધીને ૭૯૭૯ની સપાટીએ રહ્યો હતો જ્યારે જર્મનીનો ડેક્સ ઇન્ડેક્સ ૯૮૧ પોઇન્ટ વધીને ૨૦૬૫૨ તથા ફ્રાન્સનો સીએસી ઇન્ડેક્સ ૩૧૯ પોઇન્ટ વધીને ૭૧૮૨ની સપાટીએ કાર્યરત હતો.

એશિયાઈ બજારોમાં આજે જાપાનનો નિક્કાઈ ઇન્ડેક્સ ૨૮૯૪ પોઇન્ટ ઉછળીને ૩૪૬૦૯, તાઇવાનનો ઇન્ડેક્સ ૧૬૦૮ પોઇન્ટ ઉછળીને ૧૯,૦૦૦ પહોંચ્યો હતો. અન્ય ઇન્ડેક્સમાં સિંગાપોરનો સ્ટ્રેઇટ ૧૮૪ પોઇન્ટ વધીને ૩૫૭૭, હોંગકોંગનો હેંગસેંગ ૪૧૭ પોઇન્ટ વધીને ૨૦૬૮૧, દ. કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ ૧૫૧ પોઇન્ટ વધીને ૨૪૪૫, ઇન્ડોનેશિયાનો ઇન્ડેક્સ ૨૮૬ પોઇન્ટ વધીને ૬૨૫૪ અને ચીનનો શાંગહાઈ ઇન્ડેક્સ ૩૬ પોઇન્ટ વધીને ૩૨૨૩ની સપાટીએ રહ્યો હતો. પાકિસ્તાનનો કરાંચી-૧૦૦ ઇન્ડેક્સ ૨૦૩૬ પોઇન્ટ વધીને ૧૧૬૧૮૯ પર રહ્યો હતો.

રેસિપ્રોકલ ટેરિફને ૯૦ દિવસ માટે મોકૂફ રખાતા વૈશ્વિક ઈક્વિટી બજારોની સાથોસાથ જોખમી એસેટસ ક્રિપ્ટોકરન્સીસમાં પણ ઉછાળો આવ્યો હતો અને મુખ્ય ક્રિપ્ટો બિટકોઈનમાં ફરી ૮૩૦૦૦ ડોલરની સપાટી જોવા મળી હતી.અન્ય ક્રિપ્ટોસ જેમ કે એકસઆરપી તથા એથરમમાં ૧૨ ટકા જ્યારે સોલાનામાં ૧૦ ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. 

છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈન ઊંચામાં ૮૩૪૩૫ ડોલર અને નીચામાં ૭૫૯૨૯ ડોલર થઈ મોડી સાંજે ૮૧૮૯૫ ડોલર કવોટ થતો હતો. એથરમ ઊંચામાં ૧૬૮૨ ડોલર અને ૧૪૪૫ ડોલર વચ્ચે અથડાઈ મોડી સાંજે ૧૫૯૯ ડોલર કવોટ થતો હતો. 

અમેરિકામાં મંદીના આપેલા કોલને પાછો ખેંચી લેવાયો 

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રેસિપ્રોકલ ટેરિફના મુદ્દે પીછેહઠ કરાતા અમેરિકામાં મંદીના આપેલા કોલને ગોલ્ડમેન સાક્સે પાછો ખેંચી લીધો છે. ચીનને બાદ કરતા અન્ય દેશો પર રેસિપ્રોકલ ટેરિફને ટ્રમ્પે ૯૦ દિવસ માટે સ્થગિતી આપી છે.જો કે ફુગાવામાં વધારો થવાની અને આર્થિક વિકાસ દર મંદ પડવાની ધારણાં જાળવી રખાઈ છે. 

અમેરિકામાં વેપાર નીતિમાં અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખતા વર્તમાન વર્ષમાં તેનો આર્થિક વિકાસ દર ધીમો પડી શકે છે, તેવી ગોલ્ડમેને ધારણાં મૂકી છે. ૯ એપ્રિલથી ટેરિફ લાગુ કરવાની અમેરિકાની જાહેરાતને ધ્યાનમાં રાખી ગોલ્ડમેને અમેરિકામાં મંદી ફરી વળવાની સપ્તાહના પ્રારંભમાં આગાહી કરી હતી. 

ટેરિફમાં સ્થગિતી છતાં વર્તમાન વર્ષમાં અમેરિકાનો આર્થિક વિકાસ દર ૦.૫૦ ટકા જ રહેવાની ગોલ્ડમેને ધારણાં મૂકી છે અને આગામી વર્ષમાં મંદી આવવાની ૪૫ ટકા શકયતા હોવાનો અંદાજ મુકાયો છે. સ્થગિતીને કારણે અમેરિકાના અર્થતંત્ર સામેના જોખમો દૂર થઈ નહીં જાય એમ સિટીગુ્રપના અર્થશાસ્ત્રીએ જણાવ્યું હતું. ચીન સિવાય અન્ય દેશો પર ટેરિફને સ્થગિતીનો અર્થ એ નથી કે, અમેરિકામાં વિકાસ મંદ નહીં પડે અને ફુગાવામાં વધારો નહીં થાય. 

જેપી મોર્ગનના એક અર્થશાસ્ત્રીએ અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો જે અગાઉ  જૂનમાં આવવાની શકયતા રખાતી હતી તે હવે લંબાઈને સપ્ટેમ્બર સુધી ખેંચાઈ જવાની શકયતા વ્યકત કરી છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શેરોમાં ધબડકા બાદ રિકવરી : સેન્સેક્સ 1100 પોઈન્ટ કવર થઈ અંતે 77 પોઈન્ટ વધ્યો | Recovery after a shoc…
Business

શેરોમાં ધબડકા બાદ રિકવરી : સેન્સેક્સ 1100 પોઈન્ટ કવર થઈ અંતે 77 પોઈન્ટ વધ્યો | Recovery after a shoc…

May 19, 2026
ચાંદીમાં આયાત અંકુશોના પગલે રૂ.5000નો ઉછાળો: સોનું પણ ઉંચકાયું | Silver jumps by Rs 5000 on import r…
Business

ચાંદીમાં આયાત અંકુશોના પગલે રૂ.5000નો ઉછાળો: સોનું પણ ઉંચકાયું | Silver jumps by Rs 5000 on import r…

May 19, 2026
ચીન ખાતેથી ભારતની ફર્ટિલાઈઝરની આયાતમાં 170 ટકાનો વધારો | India’s fertilizer imports from China incre…
Business

ચીન ખાતેથી ભારતની ફર્ટિલાઈઝરની આયાતમાં 170 ટકાનો વધારો | India’s fertilizer imports from China incre…

May 19, 2026
Next Post
થાન અને ધ્રાંગધ્રામાંથી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા-રમાડતા ત્રણ ઝડપાયા | Three arrested for betting on…

થાન અને ધ્રાંગધ્રામાંથી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા-રમાડતા ત્રણ ઝડપાયા | Three arrested for betting on...

હાદાનગરમાં બંધ મકાનમાંથી દાગીના સહિત 79 હજારની ચોરી | 79 thousand including jewelry stolen from a lo…

હાદાનગરમાં બંધ મકાનમાંથી દાગીના સહિત 79 હજારની ચોરી | 79 thousand including jewelry stolen from a lo...

આર્ટ ગેલેરી સહિતની સુવિધા હશે , બાર કરોડથી વધુના ખર્ચથી અમદાવાદ હાટ તૈયાર કરાશે | There will be faci…

આર્ટ ગેલેરી સહિતની સુવિધા હશે , બાર કરોડથી વધુના ખર્ચથી અમદાવાદ હાટ તૈયાર કરાશે | There will be faci...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતભરમાં 347 હોટલ-રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગના દરોડા, પનીરના ડિસ્પ્લે બોર્ડ વગર વેચાણ કરનારાઓને દંડ …

ગુજરાતભરમાં 347 હોટલ-રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગના દરોડા, પનીરના ડિસ્પ્લે બોર્ડ વગર વેચાણ કરનારાઓને દંડ …

2 months ago
દેશના આર્થિક વિકાસને ટેકો આપવા આવશ્યક દરેક પગલાં ભરવામાં આવશે | Every necessary step will be taken t…

દેશના આર્થિક વિકાસને ટેકો આપવા આવશ્યક દરેક પગલાં ભરવામાં આવશે | Every necessary step will be taken t…

10 months ago
ભારતની સાત મોટા વેપારી દેશોમાં નિકાસ ઘટી જ્યારે અમેરિકામાં 22 ટકા વધી | India’s exports to seven maj…

ભારતની સાત મોટા વેપારી દેશોમાં નિકાસ ઘટી જ્યારે અમેરિકામાં 22 ટકા વધી | India’s exports to seven maj…

9 months ago
ઝાલાવાડમાં ૧૫૧ કરોડનું બાકી વીજ બિલ વસૂલવા પીજીવીસીએલ 88 હજાર જોડાણ કાપવાની શરૃઆત | PGVCL starts dis…

ઝાલાવાડમાં ૧૫૧ કરોડનું બાકી વીજ બિલ વસૂલવા પીજીવીસીએલ 88 હજાર જોડાણ કાપવાની શરૃઆત | PGVCL starts dis…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News