gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ચાંદીમાં તોફાની તેજી: ભાવ વધુ રૂ.6000 ઉછળી રૂ.171000 | Silver surges: Price jumps by Rs 6000 to Rs 1…

G METRO NEWS by G METRO NEWS
November 30, 2025
in Business
0 0
0
ચાંદીમાં તોફાની તેજી: ભાવ વધુ રૂ.6000 ઉછળી રૂ.171000 | Silver surges: Price jumps by Rs 6000 to Rs 1…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે  શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી.  જોકે બંધ બજારે સોના- ચાંદીના ભાવમાં વિશ્વબજાર પાછળ તેજી ઝડપી ગતીએ આગળ વધી હતી. વિશ્વબજારમાં કિંમતી ધાતુઓના ભાવ ઉછળતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ ઝડપથી વધી ગઈ હતી અને તેના પગલે દેશના ઝવેરીબજારોમાં તેજીનો ચરુ ઉકળતો જોવા મળ્યો હતો.

અમદાવાદ ઝવેરીબજારમાં આજે ચાંદીના ભાવ કિલોના વધુ રૂ.૬૦૦૦ ઉછળી ભાવ રૂ.૧૭૧૦૦૦ને આંબી ગયા હતા. ચાંદીના ભાવ છેલ્લાં પાંચ દિવસમાં રૂ.૧૫ હજાર વધી જતાં બજારના ખેલાડીઓ આશ્ચર્યમાં પડી ગયા હતા. દરમિયાન, અમદાવાદ સોનાના ભાવ આજે ૧૦ ગ્રામના વધુ રૂ.૧૭૦૦ વધી ૯૯૫ના ભાવ રૂ.૧૩૧૭૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૩૨૦૦૦ બોલાયા હતા. સોનાના ભાવ બે દિવસમાં રૂ.૨૫૦૦ ઉછળ્યા હતા.

દરમિયાન, વિશ્વબજારમાં ચાંદીના ભાવ ઔંશના ૫૩.૮૪થી ૫૩.૮૫ ડોલરવાળા વધુ ઉછળી ઉંચામાં ભાવ પ્રથમવાર ૫૬ ડોલરને પાર કરી ૫૬.૫૦થી ૫૬.૫૧ ડોલર બોલાઈ ગયાના નિર્દેશો મળ્યા હતા. વૈશ્વિક સોનાના ભાવ ઔંશના ૪૧૭૧થી ૪૧૭૨ વાળા વધી ૪૨૦૦ ડોલરની સપાટી કુદાવી છેલ્લે ભાવ ૪૨૩૯થી ૪૯૪૦ ડોલર રહ્યા હતા. 

વિશ્વબજારના સૂત્રોના જણાવ્યા મુજબ અમેરિકામાં ડિસેમ્બરમાં વ્યાજના દરમાં વધુ ઘટાડો કરાશે એવી શક્યતા વધતાં વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ દબાણ હેઠળ જોવા મળ્યો હતો અને તેના પગલે વૈશ્વિક સોનામાં ફંડો એકટીવ બાયર રહેતાં તેની પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઝડપથી ઉંચકાતાં જોવા મળ્યા હતા.

ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉંચામાં ૯૯.૮૨ તથા નીચામાં ૯૯.૩૮ થઈ ૯૯.૪૭થી ૯૯.૪૮ આસપાસ રહ્યો હતો. ડોલર ઈન્ડેક્સમાં આ સપ્તાહમાં જોવા મળેલા ઘટાડો છેલ્લા ચાર મહિનાનો સૌથી મોટો વિકલી ઘટાડો હોવાનું વિશ્વબજારના જાણકારો જણાવી રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૯.૪૫ વાળા રૂ.૮૯.૩૯થી ૮૯.૪૯ આસપાસ બોલાઈ રહ્યા હતા. અમેરિકામાં જોબ માર્કેટ, રિટેલ સેલ તથા કન્ઝયુમર કોન્ફીડન્સના વિવિધ ડેટા અપેક્ષાથી નબળા આવતાં ત્યાં વ્યાજના દર વધુ ઘટવાની શક્યતા વધ્યાની ચર્ચા બજારમાં સંભળાઈ હતી.

દરમિયાન, વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૧૬૩૪થી ૧૬૩૫ વાળા વધી ૧૬૭૦થી ૧૬૭૧ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૧૩૯૮થી ૧૩૯૯ વાળા વધી ૧૪૬૮ થઈ છેલ્લે ભાવ ૧૪૫૪થી ૧૪૫૫ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ છેલ્લે ૧.૫૦ ટકા પ્લસમાં ક્વોટ થઈ રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ  બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર વધી રૂ.૧૨૭૬૦૦ તથા ૯૯૯ના રૂ.૧૨૮૧૦૦ બોલાયા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર વધી રૂ.૧૭૨૩૦૦ બોલાયા હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.દરમિયાન, વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ ઘટાડા પર રહ્યા હતા. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના નીચામાં ૬૨.૧૨ થઈ છેલ્લે ૬૨.૩૮ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૫૮.૨૭ થઈ ૫૮.૫૫ ડોલર છેલ્લે રહ્યા હતા. ઓપેકની મળનારી મિટિંગ પર બજારની નજર રહી હતી. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડોલર સામે રૂપિયાએ 95ની સપાટી ગુમાવી : ઇન્ટ્રા-ડે 95.24ના તળિયે | Rupee loses 95 level against dollar…
Business

ડોલર સામે રૂપિયાએ 95ની સપાટી ગુમાવી : ઇન્ટ્રા-ડે 95.24ના તળિયે | Rupee loses 95 level against dollar…

March 31, 2026
સોના-ચાંદીમાં તેજી આગળ વધી : ક્રૂડ ઉછળીને 117 ડોલરની સપાટી નજીક | Gold and silver rally continues: C…
Business

સોના-ચાંદીમાં તેજી આગળ વધી : ક્રૂડ ઉછળીને 117 ડોલરની સપાટી નજીક | Gold and silver rally continues: C…

March 31, 2026
એશિયન અર્થતંત્રોને ક્રેડિટ તણાવનો સામનો કરવો પડશે : મૂડીઝ | Asian economies will face credit stress:…
Business

એશિયન અર્થતંત્રોને ક્રેડિટ તણાવનો સામનો કરવો પડશે : મૂડીઝ | Asian economies will face credit stress:…

March 31, 2026
Next Post
જજ બદલાઈ જતાં ચુકાદા પણ બદલાઈ જાય છે…’ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ નાગરત્ના પણ ચિંતિત | When the judge …

જજ બદલાઈ જતાં ચુકાદા પણ બદલાઈ જાય છે...' સુપ્રીમ કોર્ટના જસ્ટિસ નાગરત્ના પણ ચિંતિત | When the judge ...

દિલ્હીના સંગમ વિહારમાં ચાર માળના મકાનમાં આગ લાગતા 4 લોકોના મોત, 1 ઈજાગ્રસ્ત | 4 people died 1 injure…

દિલ્હીના સંગમ વિહારમાં ચાર માળના મકાનમાં આગ લાગતા 4 લોકોના મોત, 1 ઈજાગ્રસ્ત | 4 people died 1 injure...

અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનની ઈમારતથી યુવકે ઝંપલાવી આપઘાત કર્યો, કારણ જાણી ચોંકશો | Man Dies Aft…

અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનની ઈમારતથી યુવકે ઝંપલાવી આપઘાત કર્યો, કારણ જાણી ચોંકશો | Man Dies Aft...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુવક ટુ-વ્હીલર ચોરીના રવાડા ચડયો ચોરી કરાયેલા પાંચ વાહન જપ્ત કરાયા | ahmdabad police nabbed youth tw…

યુવક ટુ-વ્હીલર ચોરીના રવાડા ચડયો ચોરી કરાયેલા પાંચ વાહન જપ્ત કરાયા | ahmdabad police nabbed youth tw…

7 months ago
વડોદરામાં ઓપી રોડની ખાનગી ઓફિસમાંથી 2.25 કરોડની રકમ ટ્રાન્સફર કરી લેનાર એકાઉન્ટ પકડાયો | Accused who…

વડોદરામાં ઓપી રોડની ખાનગી ઓફિસમાંથી 2.25 કરોડની રકમ ટ્રાન્સફર કરી લેનાર એકાઉન્ટ પકડાયો | Accused who…

5 months ago
કોટાથી છ આરોપીઓને ઝડપી લીધા ૨૬ લાખની રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત | ramol police nabbed kidnapping and…

કોટાથી છ આરોપીઓને ઝડપી લીધા ૨૬ લાખની રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત | ramol police nabbed kidnapping and…

7 months ago
રાત્રીબજારના ટ્રાફિક સિગ્નલ પર ડ્રાઇવરે એકાએક ટ્રક ચાલુ કરતાં કાર ઢસડાઇ,વેપારીનો બચાવ | Driver sudde…

રાત્રીબજારના ટ્રાફિક સિગ્નલ પર ડ્રાઇવરે એકાએક ટ્રક ચાલુ કરતાં કાર ઢસડાઇ,વેપારીનો બચાવ | Driver sudde…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News