gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ચીન પરની આયાત નિર્ભરતા ઘટાડવા તાઈવાનની ભારતને ઓફર, બંને દેશોના ફાયદાની વાત | taiwan can help india r…

G METRO NEWS by G METRO NEWS
March 20, 2025
in INDIA
0 0
0
ચીન પરની આયાત નિર્ભરતા ઘટાડવા તાઈવાનની ભારતને ઓફર, બંને દેશોના ફાયદાની વાત | taiwan can help india r…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Taiwan NSA Advice To India: તાઈવાનના ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી એડવાઈઝર (NSA) શૂ ચિએન શૂએ ભારત સમક્ષ ઓફર મૂકી છે કે, તેઓ ચીનમાંથી ઈલેક્ટ્રોનિક પાર્ટ્સની આયાત ઘટાડવા માટે મદદરૂપ બની શકે છે. ભારત તાઈવાન સાથે આર્થિક ભાગીદારી વધારવા મુક્ત વેપાર કરાર (FTA)ને મંજૂરી આપી શકે છે.

રાયસીના ડાયલોગમાં ભાગ લેવા માટે આવેલા તાઈવાનના NSA શૂ ચિએન શૂએ મીડિયા સાથે ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ભારત સાથે મુક્ત વેપાર કરારની મદદથી તાઈવાનની કંપનીઓ માટે સેમિકંડક્ટર અને અન્ય ઉચ્ચ તકનીકી ક્ષેત્રોમાં રોકાણનો માર્ગ મોકળો બનશે. તેમજ ઊંચા ટેરિફથી પણ છૂટકારો મળશે. બંને દેશો વચ્ચેના આ કરારથી ચીનને ફટકો પડી શકે છે.

ચીન પરની નિર્ભરતા ઘટાડી શકાશે

શૂ ચિએન શૂએ જણાવ્યું હતું કે, તાઈવાનની ટેક્નોલોજી અને ભારતની વસ્તીનો લાભ લેતાં ભારતમાં ઉચ્ચ સ્તરની ટેકનોલોજી પ્રોડક્ટ્સનું ઉત્પાદન થઈ શકે છે, જે ભારતની ચીન પરની આયાત નિર્ભરતામાં ઘટાડો કરવામાં મદદ કરશે. તેમણે ભારત અને તાઈવાન વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે બંધ બારણે બેઠક યોજી હોવાનું પણ જાણવા મળ્યું છે.

બંને દેશોએ સંબંધોને વધુ ગાઢ બનાવવાની જરૂર

વધુમાં શૂએ કહ્યું કે, ‘મને લાગે છે કે બંને દેશોએ સંબંધોને વધુ ગાઢ બનાવવાની જરૂર છે. ભારત ચીનમાંથી આયાત કરવાને બદલે તાઈવાન સાથે મળી વિવિધ ઇલેક્ટ્રોનિક પાર્ટ્સનું ઉત્પાદન કરીને ચીન સાથેની તેની વિશાળ વેપાર ખાધમાં ઘટાડો કરી શકે છે. જેમાં મોટાભાગના ICT (માહિતી અને સંચાર તકનીક) પ્રોડ્કટ્સ સમાવિષ્ટ છે. તાઇવાન માત્ર સેમિકન્ડક્ટર્સમાં જ નહીં, પરંતુ અન્ય તમામ ICT ઉત્પાદનોમાં મદદ કરી શકે છે.’

આ પણ વાંચોઃ અમેરિકા સામે ઝૂકી જશે સરકાર? ટ્રમ્પે કહ્યું- મને લાગે છે કે ધીમે ધીમે ટેરિફ ઘટાડશે ભારત

ચીન સાથે ભારતની વેપાર ખાધ વધી

સત્તાવાર જાહેર આંકડાઓ અનુસાર, ચીન સાથે ભારતની વેપાર ખાધ સતત વધી રહી છે. 2023-24માં ચીનમાંથી ભારતે કુલ 101.75 અબજ ડોલરની આયાત કરી હતી. જેની સામે નિકાસનો આંકડો 16.65 અબજ ડોલર રહ્યો હતો. 2.30 કરોડથી વધુ વસ્તી ધરાવતું તાઈવાન વિશ્વની કુલ માગના લગભગ 70 ટકા સેમિકન્ડક્ટર્સ અને 90 ટકાથી વધુ ચીપ્સનું ઉત્પાદન કરે છે. આ ચીપ્સનો ઉપયોગ સ્માર્ટફોન, ઓટો પાર્ટ્સ, ડેટા સેન્ટર્સ, ફાઇટર જેટ અને AI ટેક્નોલોજી જેવા લગભગ તમામ ઇલેક્ટ્રોનિક ઉપકરણો માટે જરૂરી છે.

તાઈવાન ભારત સાથે વેપાર કરવા આતુર

તાઈવાનના ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી એડવાઈઝરે કહ્યું કે તાઈવાન ભારત સાથે વેપાર કરાર કરવા આતુર છે. જોકે ભારતનો ટેરિફ ઘણો વધારે છે. તેથી અમે અમારા દ્રષ્ટિકોણ અને વાટાઘાટાનો માધ્યમથી વેપાર કરાર કરવા માગીએ છીએ. જેમાં બંને દેશોનો ફાયદો થાય. બંને પક્ષોએ સૂચિત FTA માટે અભ્યાસ હાથ ધર્યો છે અને કરાર પર પ્રારંભિક ચર્ચા પણ કરી છે.

ચીન-તાઈવાન વચ્ચે વર્ષોથી વિવાદ

તાઈવાન ચીનને પોતાનો દુશ્મન માને છે. વર્ષોથી બંને દેશો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ચીન તાઈવાનને પોતાના દેશનો જ હિસ્સો માને છે, જ્યારે તાઈવાન પોતે અલગ દેશ હોવાનો દાવો કરે છે. ભારત અને તાઈવાન વચ્ચે ઔપચારિક રાજદ્વારી સંબંધો નથી. આમ છતાં તેમની વચ્ચે દ્વિપક્ષીય વેપાર સંબંધો વધી રહ્યા છે.

ચીન પરની આયાત નિર્ભરતા ઘટાડવા તાઈવાનની ભારતને ઓફર, બંને દેશોના ફાયદાની વાત 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડાબી નહીં, જમણી બાજુ હૃદય, દિલ્હીની હોસ્પિટલમાં પહેલીવાર થઈ દુનિયાની અનોખી સર્જરી | Heart problem rm…
INDIA

ડાબી નહીં, જમણી બાજુ હૃદય, દિલ્હીની હોસ્પિટલમાં પહેલીવાર થઈ દુનિયાની અનોખી સર્જરી | Heart problem rm…

April 3, 2026
દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના જોરદાર આંચકા, અફઘાનિસ્તાનમાં હતું કેન્દ્રબિંદુ | 5 9 magnitude…
INDIA

દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના જોરદાર આંચકા, અફઘાનિસ્તાનમાં હતું કેન્દ્રબિંદુ | 5 9 magnitude…

April 3, 2026
પાકિસ્તાન માટે કામ કરનારા 4 આતંકવાદીઓની UPથી ધરપકડ, સલૂનની આડમાં દેશ વિરોધી ષડયંત્ર | up ats four te…
INDIA

પાકિસ્તાન માટે કામ કરનારા 4 આતંકવાદીઓની UPથી ધરપકડ, સલૂનની આડમાં દેશ વિરોધી ષડયંત્ર | up ats four te…

April 3, 2026
Next Post
અમદાવાદની સિવિલ હોસ્પિટલને મળ્યું ૧૦મું સ્કિન ડોનેશન. ઘરે જઇ મેળવવામાં આવેલ ચોથુ સ્કીન દાન

અમદાવાદની સિવિલ હોસ્પિટલને મળ્યું ૧૦મું સ્કિન ડોનેશન. ઘરે જઇ મેળવવામાં આવેલ ચોથુ સ્કીન દાન

શંભુ બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતોને કેમ હટાવાયા? AAP સાંસદે આપ્યો જવાબ, કેન્દ્ર સરકાર પર કર્યો …

શંભુ બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતોને કેમ હટાવાયા? AAP સાંસદે આપ્યો જવાબ, કેન્દ્ર સરકાર પર કર્યો ...

‘આંદોલન સમેટી લો, પ્રજાના પૈસા નાગરિકોની સુખાકારીમાં વપરાવા જોઈએ’, કરોડોના તાયફા કરતી સરકારની સૂફિયા…

'આંદોલન સમેટી લો, પ્રજાના પૈસા નાગરિકોની સુખાકારીમાં વપરાવા જોઈએ', કરોડોના તાયફા કરતી સરકારની સૂફિયા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટમાં મેગા ડિમોલિશનની તૈયારી, 1400થી વધુ ગેરકાયદે સંપત્તિ પર ફરશે બુલડોઝર | rajkot jangleshwar m…

રાજકોટમાં મેગા ડિમોલિશનની તૈયારી, 1400થી વધુ ગેરકાયદે સંપત્તિ પર ફરશે બુલડોઝર | rajkot jangleshwar m…

1 month ago
ટ્રાફિક સિગ્નલ તોડીને આવતી કારે રિક્ષાને ટક્કર મારી | A car ran a traffic signal and hit a rickshaw

ટ્રાફિક સિગ્નલ તોડીને આવતી કારે રિક્ષાને ટક્કર મારી | A car ran a traffic signal and hit a rickshaw

5 months ago
સુરત પાલિકાની સ્થાયી સમિતિએ સુઓમોટો ઠરાવ કરી અડધા ઇંચ સુધીના કનેક્શનને વોટર મીટર બીલમાંથી મુક્તિ આપવ…

સુરત પાલિકાની સ્થાયી સમિતિએ સુઓમોટો ઠરાવ કરી અડધા ઇંચ સુધીના કનેક્શનને વોટર મીટર બીલમાંથી મુક્તિ આપવ…

7 months ago
સરદાર સરોવર ડેમની જળસપાટીમાં 1.44 મીટરનો વધારો, 15 દરવાજા ખોલી પાણી છોડાયું | saradar sarovar dam wa…

સરદાર સરોવર ડેમની જળસપાટીમાં 1.44 મીટરનો વધારો, 15 દરવાજા ખોલી પાણી છોડાયું | saradar sarovar dam wa…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News