gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ચીન સહિત પડોશી દેશો માટે ભારત સરકારનો મોટો નિર્ણય, FDI પોલિસીમાં ફેરફાર, જાણો સંપૂર્ણ વિગત | india r…

G METRO NEWS by G METRO NEWS
March 10, 2026
in Business
0 0
0
ચીન સહિત પડોશી દેશો માટે ભારત સરકારનો મોટો નિર્ણય, FDI પોલિસીમાં ફેરફાર, જાણો સંપૂર્ણ વિગત | india r…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India Relaxe FDI: ભારત સરકારે ચીન સહિત તમામ પાડોશી દેશો માટે ડાયરેક્ટ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ (FDI) નિયમોમાં છૂટછાટ આપી છે, જેનાથી રોકાણની નવી તકો ખુલી શકે છે. આ જાહેરાત 10 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ કરવામાં આવી હતી.

કયા કયા દેશોનો સમાવેશ?

બદલાયેલા નિયમ મુજબ, આ દેશોના શેરધારકો ધરાવતી વિદેશી કંપનીઓને હવે ભારતમાં વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરવા માટે સરકારની ફરજિયાત મંજૂરીની જરૂર રહેશે નહીં. આ ફેરફારથી પ્રભાવિત થનારા દેશોમાં ચીન, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ભૂટાન, નેપાળ, મ્યાનમાર અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે.

FDI મંજૂરી પ્રક્રિયામાં ફેરફાર

અગાઉ આ દેશોની કંપનીઓએ ભારતમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરવા માટે સરકાર પાસેથી પૂર્વ પરવાનગી લેવી પડતી હતી. પરંતુ અપડેટ કરેલી ગાઈડલાઈન પ્રમાણે આ પ્રતિબંધો હટાવી દેવામાં આવ્યા છે, જેનાથી સરળ વેપારી વ્યવહારો અને વિદેશી રોકાણમાં સંભવિત વધારાનો માર્ગ મોકળો થયો છે.

FDIમાં ચીનનો મર્યાદિત હિસ્સો

આ ફેરફાર છતાં ભારતમાં કુલ ડાયરેક્ટ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ (FDI)માં ચીનનો હિસ્સો હજુ પણ ઘણો ઓછો છે. ડિસેમ્બર 2025 સુધી ચીનનો હિસ્સો માત્ર 0.32 ટકા છે, જે એપ્રિલ 2000 થી અત્યાર સુધીમાં આવેલા 2.51 અબજ યુએસ ડોલરના ડાયરેક્ટ વિદેશી રોકાણ બરાબર છે.

ગલવાન ઘાટીના સંઘર્ષ બાદ ચીની એપ્સ પર પ્રતિબંધ

ઉલ્લેખનીય છે કે જૂન 2020માં ગલવાન ઘાટીના સંઘર્ષ બાદ ચીન સાથેના રાજદ્વારી સંબંધોમાં આવેલા તણાવને કારણે ભારતમાં ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ પર ચીનનો પ્રભાવ મર્યાદિત કરી દેવામાં આવ્યો હતો. ત્યારથી ભારતે ટિકટોક અને વીચેટ સહિતની ઘણી ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.

દ્વિપક્ષીય વેપારમાં વધારો

ભારતમાં ડાયરેક્ટ ફોરેન ઇન્વેસ્ટમેન્ટમાં ચીનનું યોગદાન ઘણું ઓછું હોવા છતાં, બંને દેશો વચ્ચેના વેપારમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. ભૂ-રાજનૈતિક મુદ્દાઓ હોવા છતાં, ચીન ભારતનું બીજું સૌથી મોટું વેપારી ભાગીદાર બની રહ્યું છે. વર્ષ 2024-25માં, ભારતની ચીન ખાતેની નિકાસ 14.5% ઘટીને 14.25 અબજ યુએસ ડોલર થઈ ગઈ છે, જે અગાઉના વર્ષના 16.66 અબજ યુએસ ડોલરથી ઓછી છે. સામે પક્ષે ચીનથી આયાત 11.52% વધીને 113.45 અબજ યુએસ ડોલર થઈ ગઈ છે, જે 2023-24ના 101.73 અબજ યુએસ ડોલર કરતાં વધુ છે. તેના પરિણામે વેપાર ખાધ વધી ગઈ છે, જે અગાઉના વર્ષના 85 અબજ યુએસ ડોલરથી વધીને 2024-25માં 99.2 અરબ યુએસ ડોલર થઈ ગઈ છે.

આ પણ વાંચો: ઈરાન યુદ્ધની અસર માત્ર 14 દેશોમાં જ નહીં, ગ્લોબલ ઈકોનોમી પણ જોખમમાં, જાણો ક્યાં કેટલી નુકસાની

નાણાકીય વર્ષ 2025-26ના સમયગાળામાં ચીનમાં ભારતની નિકાસ 38.37% વધીને 15.88 બિલિયન યુએસ ડોલર સુધી પહોંચી ગઈ છે, જ્યારે આયાત 13.82% વધીને 108.18 બિલિયન યુએસ ડોલર થઈ ગઈ છે, જેનાથી વેપાર ખાધ 92.3 બિલિયન યુએસ ડોલર પર ઊંચી રહી છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હોર્મુઝ બાદ રાતા સમુદ્રમાં પણ જોખમ! ભારતના 1800 કન્ટેઇનર પરત, 2000 કાર ફસાઈ | Red Sea & Hormuz Crisi…
Business

હોર્મુઝ બાદ રાતા સમુદ્રમાં પણ જોખમ! ભારતના 1800 કન્ટેઇનર પરત, 2000 કાર ફસાઈ | Red Sea & Hormuz Crisi…

March 10, 2026
ચાંદીમાં 8 હજારનો ભાવવધારો, સોનું પણ થયું મોંઘું! ક્રૂડ ઓઈલની કિંમત ક્રેશ: યુદ્ધ વચ્ચે ઉથલપાથલ | Gol…
Business

ચાંદીમાં 8 હજારનો ભાવવધારો, સોનું પણ થયું મોંઘું! ક્રૂડ ઓઈલની કિંમત ક્રેશ: યુદ્ધ વચ્ચે ઉથલપાથલ | Gol…

March 10, 2026
ક્રૂડના ભાવમાં ભડકો થતાં સેન્સેક્સમાં 1352, નિફ્ટીમાં 422 પોઇન્ટનું ગાબડું
Business

ક્રૂડના ભાવમાં ભડકો થતાં સેન્સેક્સમાં 1352, નિફ્ટીમાં 422 પોઇન્ટનું ગાબડું

March 10, 2026
Next Post
સૌરાષ્ટ્રમાં સિંહણના હુમલાની બે ઘટના, ધારીમાં 5 વર્ષના બાળકનું મોત, ગીરગઢડામાં બાળકીને ગંભીર ઈજા | L…

સૌરાષ્ટ્રમાં સિંહણના હુમલાની બે ઘટના, ધારીમાં 5 વર્ષના બાળકનું મોત, ગીરગઢડામાં બાળકીને ગંભીર ઈજા | L...

અમદાવાદ: ઘરમાં એકલી જોઈ દિયરે ભાભીની છેડતી કરી, કપડાં ફાડી નાખ્યા, પરિણીતાએ ફરિયાદ કરતા આરોપીની ધરપક…

અમદાવાદ: ઘરમાં એકલી જોઈ દિયરે ભાભીની છેડતી કરી, કપડાં ફાડી નાખ્યા, પરિણીતાએ ફરિયાદ કરતા આરોપીની ધરપક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદ મહાપાલિકામાં 16 સામાન્ય અને 36 અનામત બેઠક | 16 general and 36 reserved seats in Nadiad Munici…

નડિયાદ મહાપાલિકામાં 16 સામાન્ય અને 36 અનામત બેઠક | 16 general and 36 reserved seats in Nadiad Munici…

6 months ago
આતંક સામે 35 વર્ષમાં પ્રથમ વખત કાશ્મીર ઘાટી સજ્જડ બંધ | Kashmir Valley under lockdown for first time…

આતંક સામે 35 વર્ષમાં પ્રથમ વખત કાશ્મીર ઘાટી સજ્જડ બંધ | Kashmir Valley under lockdown for first time…

11 months ago
વરસાદી આફત: કેદારનાથમાં 40 લોકોનું રેસ્ક્યુ, હિમાચલ પ્રદેશમાં આભ ફાટતાં 62ના મોત, 56 ગુમ

વરસાદી આફત: કેદારનાથમાં 40 લોકોનું રેસ્ક્યુ, હિમાચલ પ્રદેશમાં આભ ફાટતાં 62ના મોત, 56 ગુમ

8 months ago
બગોદરા હાઇવે પર ભોગાવો બ્રિજ પર સિમેન્ટના સ્લોપમાં ગાબડાં અને તિરાડો પડી | Gaps and cracks appeared …

બગોદરા હાઇવે પર ભોગાવો બ્રિજ પર સિમેન્ટના સ્લોપમાં ગાબડાં અને તિરાડો પડી | Gaps and cracks appeared …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News