
– કુલ 51 કરોડ વોટરોની ચકાસણી થશે. બંગાળ અને બિહારમાં વિવાદની સંભાવના
– ગુજરાત સહિતના રાજ્યોમાં સાતમી ફેબુ્રઆરી સુધીમાં કાર્યક્રમ પૂરો થશે : પશ્ચિમ બંગાળે મતદારે મતદાર સુધારણા કાર્યક્રમ કરવો જ પડશે, આસામની આશ્ચર્યજનક રીતે બાદબાદકી
નવી દિલ્હી : ચૂંટણીપંચે ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં બીજા તબક્કાનો કાર્યક્રમ નવેમ્બરમાં શરૂ કરવાનો અને ફેબુ્રઆરીમાં પૂરો કરવાનો નિર્ણય લીધો છે. ચોથી નવેમ્બરના રોજ તેનો પ્રારંભ થશે અને ચોથી ડિસેમ્બર સુધી મતદારયાદી સુધારણા ચાલશે, ૯મી ડિસેમ્બરે ચૂંટણીપંચ કાચી મતદાર યાદી જારી કરશે, જયારે અંતિમ મતદારયાદી ૭મી ફેબુ્રઆરીએ જારી કરાશે, એમ ચૂંટણી કમિશ્નર જ્ઞાાનેશ કુમારે જણાવ્યું હતું.










