![]()
– આણંદ પોલીસ મથકે ફરાર બુટલેગર સામે ગુનો
– એલસીબીએ વાડી પાસે ખાડામાં દાટેલી વિદેશી દારૂની 2160 બોટલ કબજે કરી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર એલસીબી પોલીસે ચોટીલાના આણંદપુર ગામની સીમમાંથી ઈંગ્લીશ દારૂની ૨૧૬૦ બોટલ કબજે કર્યો છે. જ્યારે હાજર મળી નહિ આવેલ શખ્સ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગર એલસીબી પોલીસે ચોટીલા તાલુકામાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે આણંદપુર ગામની સીમમાં સાહિલભાઈએ દારૂનો જથ્થો સંતાડયો છે. બાતમીના આધારે આણંદપુર ગામની સીમમાં આવેલી વાડી પાસે જમીનમાં ખાડો કરીને દાટીને સંતાડેલી ઈંગ્લીશ દારૂની નાની ૨૧૬૦ બોટલો (કિં.રૂ.૫,૯૪,૦૦૦)કબજે કરી હતી. જ્યારે રેઇડ દરમિયાન સાહિલભાઈ ઇદ્રિશભાઈ ભટ્ટી (રહે.આણંદપુર) હાજર નહીં મળી આવતા શખ્સ સામે આણંદપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.









