![]()
ઝડપાયેલા
વાહનોના માલિકો અને ડ્રાઈવરો સામે વૃક્ષ છેદન હેઠળ કાર્યવાહી
ચોટીલા
પ્રાંતે આઈશર અને ટ્રક સહિત ૧૫ વાહનો મળી કુલ રૃ.૨.૪૦ કરોડનો મુદામાલ કબજે કરી
મામલતદાર કચેરી ખાતે સીઝ કરાયો
સુરેન્દ્રનગર
– સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ-રાજકોટ
નેશનલ હાઇવે પર અસામાજીક પ્રવૃત્તિઓ વધી રહી છે. જેને ધ્યાને લઈને ચોટીલા ડેપ્યુટી
કલેકટર એચ.ટી.મકવાણા અને તેમની ટીમ દ્વારા ચોટીલા-રાજકોટ હાઈવે પરથી ગેરકાયેદસર લીલા
લાકડાની હેરાફેરી કરતા વાહનો સહિત ૨.૪૦ કરોડ રૃપિયાનો મુદામાલ કબજે કર્યો છે. તંત્રની
ટીમે ઝડપાયેલા વાહનોના માલિકો અને ડ્રાઈવરો સામે વૃક્ષ છેદન હેઠળ કાર્યવાહી હાથ ધરી
છે.
અમદાવાદ-રાજકોટ
નેશનલ હાઈવે પર ઇંગ્લિશ દારૃ,
જુગાર, ગેરકાયદેસર ખનીજ વહન સહિતની અસામાજીક
પ્રવૃત્તિઓ વધી રહી હોવાની ફરિયાદોને ધ્યાને લઈને ચોટીલા ડેપ્યુટી કલેકટર અને
તેમની ટીમ દ્વારા ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર દિવસભર ચેકિંગ હાથ ધર્યું હતું.
ચેકિંગ દરમિયાન આઈશર અને ટ્રક સહિત ૧૫ વાહનોમાં ગેરકાયદે અને કોઈ પણ પ્રકારની
પરવાનગી લીધા વગર, પાસ વગર, લાકડા
કા૫વાની મંજૂરી લીઘા વગર લીલા લાકડાની હેરાફેરી ઝડપાઇ હતી.
આઇશર
અને ટ્રક સહિત ૧૫ વાહનો મળી ફૂલ રૃ.૨.૪૦ કરોડનો મુદામાલ કબજે કરી ચોટીલા મામલતદાર
કચેરી ખાતે ખસેડવામાં આવ્યો હતો. તેમજ ઝડપાયેલ વાહનોના માલિકો અને ચાલકો વિરુદ્ધ
સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે નેશનલ હાઈવે
પરથી મોટાપાયે લીલા લાકડાની હેરાફેરી ઝડપાતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો
છે.
ઝડપાયેલા
આઈશર અને ટ્રકના ચાલકો (૧) મહેશભાઇ સુરેલા
રહે. મોરબી (૨) ગંગારામભાઇ બીલવાલ રહે. દાહોદ (૩) સુમરાભાઇ ખુટી રહે. પોરબંદર (૪)
દિનેશભાઇ વાઘરોડીયા રહે. નિનામા તાલુકો થ સાયલા (૫) લખુભાઇ રબારી રહે. પોરબંદર (૬)
રાહુલભાઇ ૫રમાર રહે. ખેડા (૭) આશીકભાઇ મલેક રહે. કઠલાલ (૮) વિશ્વજીતસિંહ ઝાલા રહે. કઠલાલ
(૯) રજબભાઇ બલોચ રહે. રાજસ્થાન (૧૦) શાહમહમંદભાઇ રહે. ઉતર પ્રદેશ (૧૧) પાર્થભાઇ
સુથાર રહે. કઠલાલ (૧૨) શૈલેષભાઇ સોલંકી રહે. કઠલાલ (૧૩) રવિભાઇ સિંગાર રહે.
મઘ્યપ્રદેશ (૧૪) પ્રકાશભાઇ મુળીયા રહે. મઘ્યપ્રદેશ (૧૫) મુકેશભાઇ ૫રમાર રહે.
મઘ્યપ્રદેશ વાળા સામે કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપાયેલા
વાહનના માલિકો (૧) અશ્વીનભાઇ ૫ટેલ રહે. મોરબી (૨) ગોપાલભાઇ વડેજા રહે. ગોંડલ (૩)
વેજાભાઇ મેરામણભાઇ રહે. પોરબંદર (૪) દિનેશભાઇ વાઘરોડીયા રહે. નીનામા, તા.સાયલા (૫) જેઠાભાઇ
બચુભાઇ રબારી રહે. પોરબંદર (૬) જયદી૫સિંહ ૫રમાર રહે. કઠલાલ (૭) યોગેશભાઇ ૫ટેલ રહે.
કઠલાલ (૮) રાજુભાઇ ડાભી રહે. ક૫ડવંજ (૯) વિરપાલભાઇ રહે. મોરબી (૧૦) રાજુભાઇ રહે.
મોરબી (૧૧) મનોજભાઇ ૫ટેલ રહે. કઠલાલ (૧૨) જયંતીભાઇ ૫રમાર રહે. કઠલાલ (૧૩) હર્ષદભાઇ
ઠાકોર રહે. હળવદ (બે વાહનો) (૧૪) હર્ષદભાઇ રબારી રહે. મોરબી










