gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છોટાઉદેપુરમાં ભારજ નદી પરનો બ્રિજ બે વર્ષથી ઠપ, ડાયવર્ઝન પાછળ 6 કરોડથી વધુ સ્વાહા છતાં રાહદારી મુશ્ક…

G METRO NEWS by G METRO NEWS
January 9, 2026
in GUJARAT
0 0
0
છોટાઉદેપુરમાં ભારજ નદી પરનો બ્રિજ બે વર્ષથી ઠપ, ડાયવર્ઝન પાછળ 6 કરોડથી વધુ સ્વાહા છતાં રાહદારી મુશ્ક…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Chhota Udepur News: છોટાઉદેપુર જિલ્લાને મધ્ય પ્રદેશ સાથે જોડતા મહત્ત્વના નેશનલ હાઈવે-56 પર આવેલી ભારજ નદીનો પુલ છેલ્લા બે વર્ષથી શોભાના ગાંઠિયા સમાન બન્યો છે. તંત્રની ઢીલી નીતિ અને કોન્ટ્રાક્ટરની મનમાનીને કારણે અત્યાર સુધીમાં સાડા છ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ડાયવર્જન પાછળ ખર્ચાઈ હોવા છતાં સ્થિતિ જેમની તેમ છે. ત્રીજી વખત બની રહેલું ડાયવર્જન પણ માટી અને રેતીના સહારે ઉભું કરાતા ચોમાસામાં તે ટકશે કે કેમ તે બાબતે અનેક સવાલો ઉઠ્યા છે.

બે વર્ષ, બે વખત ધોવાણ અને ત્રીજો ‘તકલાદી’ પ્રયાસ

નેશનલ હાઈવે 56 ગુજરાત અને મધ્ય પ્રદેશને જોડતો મુખ્ય માર્ગ છે. બે વર્ષ અગાઉ ભારજ નદીનો પુલ ધરાશાયી થયા બાદ વાહનચાલકોને 40 થી 50 કિમીનો ફેરાવો ન કરવો પડે તે માટે નદીના પટમાં ડાયવર્જન બનાવવામાં આવ્યું હતું. કોન્ટ્રાક્ટરે મૂળ ડિઝાઇનને નેવે મૂકીને માત્ર રેતી-માટી નાખીને કામ પતાવ્યું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. પરિણામે, છેલ્લા બે વર્ષમાં બે વખત ચોમાસાના સામાન્ય પ્રવાહમાં આ ડાયવર્જન ધોવાઈ ગયું હતું.

હાલ ત્રીજી વખત ડાયવર્જન બની રહ્યું છે, પરંતુ તેમાં પણ પથ્થર કે સિમેન્ટના મજબૂત કામના બદલે માત્ર કાચું મટીરિયલ વાપરવામાં આવતા સ્થાનિકોમાં રોષ છે.

આ પણ વાંચો: વડોદરામાં 14 વર્ષની સગીરાને 3 કલાક ગોંધી રાખી સામૂહિક દુષ્કર્મ આચર્યું, બેની ધરપકડ

આર્થિક બોજ અને ખેડૂતોની હાલાકી

આ માર્ગ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ હોવાથી વેપારીઓ અને ખેડૂતોને આર્થિક ફટકો પડી રહ્યો છે. બોડેલીથી છોટાઉદેપુર જતા વાહનોને 50 કિ.મી. વધુ કાપવા પડતા હોવાથી ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધ્યો છે, જેની સીધી અસર ચીજવસ્તુઓના ભાવ પર પડી રહી છે. શાકભાજી અને અન્ય પાક લઈને મંડી સુધી પહોંચવામાં ખેડૂતોને કલાકોનો વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે તેમને યોગ્ય ભાવ મળી રહ્યા નથી.

સુખી ડેમનું જોખમ અને મંથરગતિએ ચાલતું કામ

ભારજ નદીમાં ચોમાસા દરમિયાન પાણીનો પ્રવાહ ખૂબ જ તીવ્ર હોય છે, ખાસ કરીને જ્યારે ઉપરવાસમાં આવેલા સુખી ડેમમાંથી પાણી છોડવામાં આવે ત્યારે નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે. આવા સમયે કાચું ડાયવર્જન ટકી શકશે નહીં તે નિશ્ચિત છે. બીજી તરફ, મુખ્ય પુલનું નિર્માણ કાર્ય અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું હોવાથી લોકોની ધીરજ ખૂટી રહી છે.

તંત્રની ઉદાસીનતા

આશ્ચર્યની વાત એ છે કે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓ આ જ માર્ગ પરથી પસાર થાય છે અને આ બિસ્માર હાલત જુએ છે, છતાં કોન્ટ્રાક્ટર સામે કોઈ કડક પગલાં લેવામાં આવતા નથી. 6.5 કરોડ રૂપિયાના ધુમાડા બાદ પણ જનતાને કાયમી નિરાકરણ ક્યારે મળશે? તે મોટો પ્રશ્ન છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ
GUJARAT

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

October 15, 2026
“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…
GUJARAT

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

October 15, 2026
Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…
GUJARAT

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

October 15, 2026
Next Post
સુરત પાલિકાની શાળાની બે દીકરીઓ દુબઈની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પહોંચી, AI શિક્ષણનું પરિણામ | Surat M…

સુરત પાલિકાની શાળાની બે દીકરીઓ દુબઈની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પહોંચી, AI શિક્ષણનું પરિણામ | Surat M...

જામનગરના રણજીત સાગર રોડ પર ‘હિટ એન્ડ રન’ ની ઘટનામાં રાહદારી બુઝુર્ગનું ઘટના સ્થળેજ કરુણ મૃત્યુ | Eld…

જામનગરના રણજીત સાગર રોડ પર 'હિટ એન્ડ રન' ની ઘટનામાં રાહદારી બુઝુર્ગનું ઘટના સ્થળેજ કરુણ મૃત્યુ | Eld...

જામનગરમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી 8 મહિલાઓ પકડાઈ | 8 women caught gambling in public i…

જામનગરમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી 8 મહિલાઓ પકડાઈ | 8 women caught gambling in public i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અલકાપુરીમાં દારૃ પીને નીકળેલા પિતા, પુત્ર સહિત ત્રણ ઝડપાયા | Three arrested including father son for…

અલકાપુરીમાં દારૃ પીને નીકળેલા પિતા, પુત્ર સહિત ત્રણ ઝડપાયા | Three arrested including father son for…

1 year ago
વડાપ્રધાન મોદીએ કતારના અમીરને કર્યો કોલ, ઈઝરાયલના હુમલાને સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું | israeli …

વડાપ્રધાન મોદીએ કતારના અમીરને કર્યો કોલ, ઈઝરાયલના હુમલાને સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું | israeli …

1 year ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

Gujarat Samachar: Latest News in Gujarati

1 year ago
સંતાન પ્રાપ્તિની લાલચ આપી ભુવાએ દંપતી પાસેથી ૨૦.૬૨ લાખ પડાવ્યા | Bhuva extorted Rs 20 62 lakh from c…

સંતાન પ્રાપ્તિની લાલચ આપી ભુવાએ દંપતી પાસેથી ૨૦.૬૨ લાખ પડાવ્યા | Bhuva extorted Rs 20 62 lakh from c…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News