![]()
સાવલી તાલુકાના પ્રથમપુરા ગામના તળાવમાંથી છ વર્ષના બાળકનો મૃતદેહ મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
ગામના તળાવમાંથી બાળકનો મૃતદેહ મળતા ગ્રામજનોના ટોળા એકત્રિત થયા હતા. સાવલી પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી પીએમની તજવીજ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ પ્રથમપુરા ગામમાંથી છ વર્ષનો ભવ્ય બાળક ગુમ થયાની જાણ સાવલી પોલીસને કરવામાં આવ્યા બાદ પોલીસે ગુનો નોંધ્યો હતો બાદમાં રહસ્યમય સંજોગોમાં લાશ મળતા પોલીસે તપાસ હાથ ધરી છે.










