gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘જન ગણ મન’ની જેમ હવે ‘વંદે માતરમ’ના માનમાં પણ ઊભા થવું પડશે, સરકાર બનાવશે નિયમ | govt new rules vand…

G METRO NEWS by G METRO NEWS
January 24, 2026
in INDIA
0 0
0
‘જન ગણ મન’ની જેમ હવે ‘વંદે માતરમ’ના માનમાં પણ ઊભા થવું પડશે, સરકાર બનાવશે નિયમ | govt new rules vand…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vande Mataram New Rules: કેન્દ્ર સરકાર હવે રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્‌’ને રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ સમાન સન્માન અને દરજ્જો અપાવવા માટે એક ઔપચારિક પ્રોટોકોલ તૈયાર કરવાની યોજના બનાવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મહિનાની શરૂઆતમાં ગૃહ મંત્રાલય દ્વારા આયોજિત એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ મુદ્દે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે.

અત્યારે શું સ્થિતિ છે?

ભારતીય બંધારણમાં રાષ્ટ્રગાન(જન ગણ મન) અને રાષ્ટ્રીય ગીત(વંદે માતરમ્‌) બંનેને સમાન આદર આપવામાં આવ્યો છે, તેમ છતાં તેમના કાયદાકીય અમલીકરણ અને પ્રોટોકોલમાં મોટો તફાવત જોવા મળે છે. રાષ્ટ્રગાન માટે સ્પષ્ટ કાયદાકીય નિયમો છે, જે મુજબ તેના ગાયન સમયે સન્માનપૂર્વક ઊભા રહેવું ફરજિયાત છે અને જો કોઈ વ્યક્તિ તેનું અપમાન કરે તો ‘રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારણ અધિનિયમ, 1971’ હેઠળ સજા થઈ શકે છે. 

તેની સરખામણીએ રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્‌’ માટે અત્યાર સુધી કોઈ ચોક્કસ લેખિત પ્રોટોકોલ કે કાયદાકીય અનિવાર્યતા નથી, એટલે કે તેના ગાયન વખતે ઊભા રહેવા કે કોઈ ખાસ મુદ્રા જાળવવા માટે નાગરિકો કાયદાથી બંધાયેલા નથી.

ગૃહ મંત્રાલયની બેઠકના મુખ્ય મુદ્દાઓ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગૃહ મંત્રાલયની આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાષ્ટ્રીય ગીતના સન્માનને લઈને કેટલાક પાયાના મુદ્દાઓ પર ગંભીર મંથન કરવામાં આવ્યું હતું. આ ચર્ચાના કેન્દ્રમાં મુખ્યત્વે એ પ્રશ્ન હતો કે શું ‘વંદે માતરમ્‌’ના ગાયન માટે પણ તેના સમય, ચોક્કસ સ્થળ અને પદ્ધતિ અંગેના સ્પષ્ટ નિયમો ઘડવા જોઈએ. 

આ ઉપરાંત, રાષ્ટ્રગાનની જેમ જ રાષ્ટ્રીય ગીતના ગાયન વખતે પણ નાગરિકો માટે સન્માનપૂર્વક ઊભા રહેવું ફરજિયાત બનાવવું જોઈએ કે કેમ? તે અંગે પણ વિચારણા કરવામાં આવી હતી. સૌથી મહત્ત્વની બાબત એ છે કે, જો ભવિષ્યમાં રાષ્ટ્રીય ગીતનું કોઈ અપમાન કરે, તો શું તે વ્યક્તિ વિરુદ્ધ દંડ અથવા કાયદાકીય કાર્યવાહી કરવા માટેના કડક કાયદાકીય જોગવાઈઓ અમલમાં લાવવી જોઈએ કે નહીં તે દિશામાં પણ સરકાર ગંભીરતાથી વિચારી રહી છે.

આ પણ વાંચો: મહાગઠબંધનમાં ટેન્શન, રાહુલ-ખડગેની સામે કોંગ્રેસી નેતાઓએ કહ્યું – RJD સાથે છેડો ફાડો!

રાજકીય વિવાદ અને ઇતિહાસ

સરકારનું આ મહત્ત્વપૂર્ણ પગલું એવા સમયે સામે આવ્યું છે જ્યારે દેશભરમાં ‘વંદે માતરમ્‌’ના વર્ષભર ચાલનારા ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેને લઈને હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ઘર્ષણ તેજ બન્યું છે. ભાજપ દ્વારા એવો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે કે કોંગ્રેસે દાયકાઓ સુધી તુષ્ટિકરણની રાજનીતિ કરી રાષ્ટ્રીય ગીતના મહત્ત્વને ઓછું કરવાનું કામ કર્યું છે.

વધુમાં ભાજપનું કહેવું છે કે 1937ના કોંગ્રેસ અધિવેશન દરમિયાન વંદે માતરમ્‌ના કેટલાક છંદોને હટાવવાના નિર્ણયે જ દેશના વિભાજનનો પાયો નાખ્યો હતો. બીજી તરફ, કોંગ્રેસે આ આરોપોને ફગાવતા વળતો પ્રહાર કર્યો છે કે ભાજપ પોતાના રાજકીય ફાયદા માટે ઇતિહાસને મરોડી રહ્યો છે અને પશ્ચિમ બંગાળની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જ જાણીજોઈને આ સંવેદનશીલ મુદ્દાને હવા આપી રહ્યો છે.

વંદે માતરમ્‌નું મહત્ત્વ

બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા લિખિત ‘વંદે માતરમ્‌’ 1905-08ના સ્વદેશી આંદોલન દરમિયાન આઝાદીનો સૌથી મોટો નારો બનીને ઉભર્યું હતું. અગાઉ 2022માં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ગીત માટે હજુ સુધી કોઈ શિક્ષાત્મક જોગવાઈ કે સૂચનાઓ જાહેર કરવામાં આવી નથી, પરંતુ હવે સરકાર તેને ફરીથી તે જ ગૌરવશાળી સ્થાન અપાવવા સક્રિય થઈ છે.

'જન ગણ મન'ની જેમ હવે 'વંદે માતરમ'ના માનમાં પણ ઊભા થવું પડશે, સરકાર બનાવશે નિયમ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…
INDIA

કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…

May 11, 2026
‘લોકશાહીને હાઈજેક નહીં કરવા દઈએ’, સુપ્રીમ કોર્ટે ભાજપ ઉમેદવારની કરી આકરી ટીકા, કોંગ્રેસને રાહત | can…
INDIA

‘લોકશાહીને હાઈજેક નહીં કરવા દઈએ’, સુપ્રીમ કોર્ટે ભાજપ ઉમેદવારની કરી આકરી ટીકા, કોંગ્રેસને રાહત | can…

May 11, 2026
ગુજરાતથી અબુ ધાબી સુધી ટ્રેડ રૂટનો પ્લાન! PM મોદીના UAE પ્રવાસ પહેલા ઈરાના વિદેશ મંત્રી આવશે દિલ્હી …
INDIA

ગુજરાતથી અબુ ધાબી સુધી ટ્રેડ રૂટનો પ્લાન! PM મોદીના UAE પ્રવાસ પહેલા ઈરાના વિદેશ મંત્રી આવશે દિલ્હી …

May 11, 2026
Next Post
અમરેલીમાં લૂંટારુઓની ગેંગ ઝડપાઈ, લોકોને છેતરવાની આવી મોડસ ઓપરેન્ડી વિશે નહીં સાંભળ્યું હોય | Fraud G…

અમરેલીમાં લૂંટારુઓની ગેંગ ઝડપાઈ, લોકોને છેતરવાની આવી મોડસ ઓપરેન્ડી વિશે નહીં સાંભળ્યું હોય | Fraud G...

વડોદરામાં નવાપુરા એસએસસીની ઓફિસ નજીક રખડતી બે ગાય છોડાવવા આવેલા ગોપાલકો સામે ફરિયાદ | FIR against co…

વડોદરામાં નવાપુરા એસએસસીની ઓફિસ નજીક રખડતી બે ગાય છોડાવવા આવેલા ગોપાલકો સામે ફરિયાદ | FIR against co...

વડોદરામાં તાપમાન 17.8થી ઘટીને 12.8 સહિત પવનની ગતિમાં વધારો થતા ઠંડીનો ચમકારો | Vadodara experiences …

વડોદરામાં તાપમાન 17.8થી ઘટીને 12.8 સહિત પવનની ગતિમાં વધારો થતા ઠંડીનો ચમકારો | Vadodara experiences ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટના ખોડિયાર ડાયમંડમાં ચોર ત્રાટક્યા, રૂ. 61 લાખના હીરાની ચોરી | Thieves strike at Khodiyar Diam…

રાજકોટના ખોડિયાર ડાયમંડમાં ચોર ત્રાટક્યા, રૂ. 61 લાખના હીરાની ચોરી | Thieves strike at Khodiyar Diam…

1 year ago
કપડવંજમાં ગ્રામ પંચાયતોની ગ્રાન્ટ અટવાતા સરપંચોની હાલત કફોડી | The condition of the sarpanches is di…

કપડવંજમાં ગ્રામ પંચાયતોની ગ્રાન્ટ અટવાતા સરપંચોની હાલત કફોડી | The condition of the sarpanches is di…

3 months ago
વાઘોડિયા બ્રિજ નજીકથી 42 લાખનો દારુ ભરેલું કન્ટેનર પકડાયું | Container filled with liquor worth Rs 4…

વાઘોડિયા બ્રિજ નજીકથી 42 લાખનો દારુ ભરેલું કન્ટેનર પકડાયું | Container filled with liquor worth Rs 4…

9 months ago
નાસિક બાદ નાગપુરમાં TCS જેવો કેસ, NGO સંચાલક કાઝી પર ધર્માંતરણ અને જાતીય શોષણના ગંભીર આરોપ | nagpur …

નાસિક બાદ નાગપુરમાં TCS જેવો કેસ, NGO સંચાલક કાઝી પર ધર્માંતરણ અને જાતીય શોષણના ગંભીર આરોપ | nagpur …

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News