
– 15 દિવસમાં કુદરતી હોનારતોમાં 130ના મોત
– ભુસ્ખલનમાં પરિવારના સાત લોકો દટાઇ ગયા, વાદળ ફાટતા બે ભાઇઓ સહિત પાંચ લોકોએ જીવ ગૂમાવ્યો
– વૈષ્ણોદેવી રૂટ પર ભુસ્ખલનની મંગળવારની ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ, સતત પાંચમાં દિવસે યાત્રા સ્થગિત
શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટવા અને ભૂસ્ખલનની વધુ એક મોટી ઘટના સામે આવી છે જેમાં ૧૨ લોકોના મોત નિપજ્યા છે. છેલ્લા ૧૫ દિવસથી કુદરતી હોનારતોનો સામનો કરી રહેલા જમ્મુ કાશ્મીરમાં હવે રીઆસી અને રામબન જિલ્લામાં વાદળ ફાટયા બાદ ભુસ્ખલન થયું હતું. તાજેતરની આ હોનારતોમાં મૃત્યુઆંક વધીને ૧૩૦એ પહોંચ્યો છે, જ્યારે ૧૪૦થી વધુ લોકો ઘાયલ થયા છે.










