gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘જય’ના આપઘાત મુદ્દે ચાર મહિલા પ્રોફેસર સહિત ‘સ્મિત’ નામના શખ્સ વિરૂદ્ધ ફરિયાદ | Complaint filed agai…

G METRO NEWS by G METRO NEWS
February 5, 2026
in GUJARAT
0 0
0
‘જય’ના આપઘાત મુદ્દે ચાર મહિલા પ્રોફેસર સહિત ‘સ્મિત’ નામના શખ્સ વિરૂદ્ધ ફરિયાદ | Complaint filed agai…
0
VIEWS
Share on FacebookShare on Twitter

નડિયાદની ‘દિનશા પટેલ નર્સિંગ કોલેજ’ના પ્રથમ વર્ષના વિદ્યાર્થી

એટ્રોસિટી અને આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો : ‘સ્મિત’ નામના શખ્સની એન્ટ્રી અને તેની રહસ્યમય ભૂમિકાએ અનેક સવાલો ઉભા કર્યા

નડિયાદ: નડિયાદની ‘દિનશા પટેલ નસગ કોલેજ’ના પ્રથમ વર્ષના વિદ્યાર્થી જય પાટીલે પ્રોફેસરોના કથિત માનસિક ત્રાસથી કંટાળી આપઘાત કરી લેતા સમગ્ર ખેડા જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. આ ચકચારી કિસ્સામાં પોલીસે ચાર મહિલા પ્રોફેસરો સહિત સ્મિત નામના એક શખ્સ સામે એટ્રોસિટી અને આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે. જોકે, સમગ્ર પ્રકરણમાં ‘સ્મિત’ નામના શખ્સની એન્ટ્રી અને તેની રહસ્યમય ભૂમિકાએ અનેક સવાલો ઉભા કર્યા છે. સ્મિત કોલેજનો જ આંતરિક ભાગ હોવાની ચર્ચાઓ વચ્ચે તેણે વિદ્યાર્થીને કોલેજ બહાર લઈ જઈ કેમ ધમકાવ્યો અને રાત્રિના સમયે નહેર પાસે ટોળું કેમ જમા કર્યું તે દિશામાં તપાસની માંગ ઉઠી રહી છે.

નડિયાદના મંજીપુરા રોડ પર આવેલા તીર્થ એવન્યુમાં રહેતા ૨૦ વર્ષીય જય વિજયકુમાર પાટીલે રવિવારે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો. આપઘાત પહેલા લખેલી સ્યુસાઈડ નોટમાં તેણે મેડમ દ્વારા કોઈ પણ પુરાવા વગર કરવામાં આવતા ખોટા બ્લેમ અને ટોર્ચરનો ઉલ્લેખ કર્યો હતો. એફઆરઆઈની વિગતો મુજબ, કોલેજની મહિલા પ્રોફેસર શહેરીન મેડમ વિશે ગંદી કોમેન્ટ કરી હોવાના આક્ષેપ સાથે સ્મિત નામના શખ્સે જયને ૨૮ જાન્યુઆરીના રોજ ક્લાસમાંથી બહાર બોલાવ્યો હતો. આ શખ્સ જયને કોલેજ કેમ્પસની બહાર લઈ ગયો હતો અને ત્યાં તેને અપશબદો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનાની ગંભીરતા ત્યાં વધુ જણાય છે, જ્યારે એ જ દિવસે રાત્રે જય જ્યારે નડિયાદ કોલેજ કેનાલ પાસે આવેલા ‘બાપના બગીચા’ પાસે ગયો ત્યારે સ્મિત તેની સાથે અન્ય ૨૫થી ૩૦ જેટલા અજાણ્યા શખ્સોનું ટોળું લઈને ત્યાં પહોંચ્યો હતો. આ ટોળાએ જયને ઘેરી લઈને કોલેજ છોડી દેવા માટે દબાણ કર્યું હતું અને ધમકીઓ આપી હતી. એક કમેન્ટના મામલે આટલું મોટું ટોળું એકઠું કરવું એ શું કોઈ પૂર્વ આયોજિત કાવતરું હતું? જયના પરિવારે આક્ષેપ કર્યો છે કે, પ્રોફેસરો અને સ્મિતે મળીને તેને માનસિક રીતે તોડી નાખ્યો હતો. આ સમગ્ર મામલે નડિયાદ રૂરલ પોલીસે ગુનો તો નોંધ્યો છે, પરંતુ હજુ સુધી કોઈ પણ આરોપીની અટકાયત કરવામાં આવી નથી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ તપાસ કરી રહ્યા હોવાનું રટણ કરી રહ્યા છે, પરંતુ આરોપીઓની ધરપકડમાં થઈ રહેલો વિલંબ અનેક આશંકાઓ જન્માવી રહ્યો છે.નવાઈની વાત એ છે કે, જો કોઈ વિદ્યાર્થીએ શિસ્તભંગ કર્યોે હોય તો તેની સામે કોલેજ સ્તરે કાર્યવાહી કરવાને બદલે આ સ્મિત નામના શખ્સને કેમ આગળ કરવામાં આવ્યો? અને કોના કહેવાથી અથવા કયા કારણોસર સ્મિતે આ પ્રકારે જય પાટીલને કોલેજની બહાર ગેંગસ્ટરની જેમ ધમકી આપવા જવું પડયુ? શું સ્મિત કોલેજ પ્રશાસનનો જ કોઈ છુપો હિસ્સો છે? કે પછી સ્મિતના કોઈ અંગત પ્રકારના રસમાં તેણે જય પાટીલને ધમકાવ્યો હતો? તે તમામ બાબતો ચર્ચાના એરણે છે. આ આપઘાત કાંડમાં આ પ્રશ્ન હાલ નડિયાદમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

– ‘સ્મિત’ની સત્તા અને કોલેજ પ્રશાસનની મૌન સંમતિ ?

‘સ્મિત’ કોલેજમાં કયા હોદ્દા પર છે અથવા તેની ભૂમિકા શું છે તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ તે કોલેજના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ કરતો હોવાની વિગતો બહાર આવી છે. વિદ્યાર્થીને ક્લાસમાંથી બહાર લઈ જવાની અને ધમકાવવાની હિંમત તેને કોણે આપી? શું કોલેજ પ્રશાસનની મૌન સંમતિથી આ બધું થઈ રહ્યું હતું? આ સવાલનો જવાબ પોલીસ તપાસમાં મળવો ખૂબ જરૂરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત ૭ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા | 7 leaders including two former BJP corp…
GUJARAT

ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત ૭ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા | 7 leaders including two former BJP corp…

March 23, 2026
રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS
GUJARAT

રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS

March 23, 2026
૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …
GUJARAT

૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …

March 23, 2026
Next Post
ઘોઘાના ગોરિયાળી ગામે વીજ ચેકિંગ કરવા ગયેલી પીજીવીસીએલની ટીમ પર હુમલો | Attack on PGVCL team that wen…

ઘોઘાના ગોરિયાળી ગામે વીજ ચેકિંગ કરવા ગયેલી પીજીવીસીએલની ટીમ પર હુમલો | Attack on PGVCL team that wen...

તાંત્રિક વિધિની ઠગાઈ દ્વારા પારકે પૈસે 19 લાખની કાર ખરીદી, એકા’દ લાખનો ફોન વાપરતો હતો | Bought a car…

તાંત્રિક વિધિની ઠગાઈ દ્વારા પારકે પૈસે 19 લાખની કાર ખરીદી, એકા'દ લાખનો ફોન વાપરતો હતો | Bought a car...

વેતન વધારાની માંગ સાથે આંગણવાડી મહિલા કાર્યકરોની રાજકોટમાં રેલી | Anganwadi women workers hold rally…

વેતન વધારાની માંગ સાથે આંગણવાડી મહિલા કાર્યકરોની રાજકોટમાં રેલી | Anganwadi women workers hold rally...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માવઠા વચ્ચે પશુપાલકોને રાહત! પંચમહાલ ડેરીએ પંચામૃત દાણનો ભાવ ઘટાડ્યો, 3 જિલ્લાના લોકોને મળશે લાભ | P…

માવઠા વચ્ચે પશુપાલકોને રાહત! પંચમહાલ ડેરીએ પંચામૃત દાણનો ભાવ ઘટાડ્યો, 3 જિલ્લાના લોકોને મળશે લાભ | P…

5 months ago
પાવીજેતપુર: અગાઉ 6 કરોડના ડાયવર્ઝન ધોવાયા છતાં તંત્ર ન સુધર્યું! ભારજ નદી પર ફરી ‘વેઠ’ ઉતારાઈ, વાંસન…

પાવીજેતપુર: અગાઉ 6 કરોડના ડાયવર્ઝન ધોવાયા છતાં તંત્ર ન સુધર્યું! ભારજ નદી પર ફરી ‘વેઠ’ ઉતારાઈ, વાંસન…

2 months ago
કેનેડાના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને છેતરપિંડી | Fraud on the pretext of obtaining a Canadian wor…

કેનેડાના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને છેતરપિંડી | Fraud on the pretext of obtaining a Canadian wor…

4 months ago
નાગાલેન્ડમાં અજિત પવારને મોટો ઝટકો, NCPના તમામ ધારાસભ્યો NDPPમાં સામેલ, CM રિયોને મળી પૂર્ણ બહુમતી

નાગાલેન્ડમાં અજિત પવારને મોટો ઝટકો, NCPના તમામ ધારાસભ્યો NDPPમાં સામેલ, CM રિયોને મળી પૂર્ણ બહુમતી

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News