![]()
Jamnagar : જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી મંજૂરી વગરના બાંધકામો સામે ઓપરેશન ડિમોલીશન હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં આજે વધુ એક ત્રણ માળની ઇમારતનું મંજૂરી વગરનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું.
જામનગરમાં આજે સાવારે એક જમાતખાનાનું બાંધકામ તોડી પાડ્યા પછી બપોરે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ શહેરના બર્ધન ચોક વિસ્તારતમાં પહોંચી હતી. અને અહીં આશરે 1000 ફૂટ જગ્યામાં ત્રણ માળની ઇમારતમાં દુકાનોનું બાંધકામ કરવમાં આવ્યું હતું. જેની પરવાનગી લેવામાં આવી નહીં હોવાથી આ ગેરકાયદે બાંધકામ ને તોડી પાડવામાં આવ્યું હતું. અને જગ્યા ખુલ્લી કરાવાઈ હતી. આ કામગીરી મ્યુનિ. કમિશ્નરની સૂચનાથી એસ્ટેટ વિભાગના અધિકારી અને તેની ટીમની રાહબારી હેઠળ કરવામાં આવી હતી.










