![]()
Jamnagar Drowning : જામનગરમાં રણજીત સાગર રોડ પર સાઇબાબાના મંદિર પાસે ઝૂંપડામાં રહેતો રાજેશ તુલસીભાઈ ગૌતમ નામનો 30 વર્ષનો યુવાન કે જે ગઈકાલે કોઈ કારણસર રંગમતી નદીમાં પડી જતા ડૂબી જવાથી મૃત્યુ પામ્યો હતો.
જેનો મૃતદેહ પાણીમાં તરતો હોવાથી સૌપ્રથમ જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયરશાખાની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો.
આ બનાવ અંગે રામલખન રામપ્રસાદ નિશાદે પોલીસને જાણ કરતાં સિટી એ. ડિવિઝનના પોલીસનો કાફલો બનાવના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.










