![]()
Jamnagar Liquor Case : જામનગર શહેરમાં એક રહેણાંક મકાનમાંથી પોલીસે બિયરના ટીનનો જથ્થો પકડી પાડ્યો છે, જયારે મકાન માલિક ભાગી છૂટ્યો હોવાથી તેને ફરાર જાહેર કર્યો છે. આ ઉપરાંત જામજોધપુર રોડ પરથી બાઈક પર ઇંગ્લિશ દારૂ સાથે નીકળેલો એક સેલ્સમેન અને તેનો સાથીદાર પોલીસના હાથે ઝડપાઈ ગયા છે.
જામનગરના સીટી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે ગઈકાલે ભીમવાસ વિસ્તારમાં રહેતા મનીષ ધરમશીભાઈ ગોહિલ નામના શખ્સના મકાન પર દરોડો પાડી મકાનમાંથી 15 નંગ બિયરના ટીન કબજે કર્યા છે. પરંતુ આરોપી મનીષ ગોહિલ આ દરોડા સમયે ભાગી છૂટ્યો હોવાથી પોલીસે તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. આ ઉપરાંત દારૂ અંગેનો બીજો દરોડો જામજોધપુર નજીક ગીંગણી રોડ પર પાડવામાં આવ્યો હતો. જયાંથી બાઈક પર નીકળેલા સેલ્સમેન સમીર યુનુસભાઈ સોઢા અને તેના સાથીદાર અશરફ મોહમ્મદભાઈ સંધીને જામજોધપુર પોલીસે ઝડપી લીધા છે, અને તેઓ પાસેથી સાત નંગ ઇંગ્લિશ દારૂની બોટલો અને મોટરસાયકલ વગેરે કબજે કરી લીધા છે.










