gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં રિક્ષાચાલકને 15 લાખની સોનાની માળાની લાલચ આપી ઠગાઈ અને ધમકી અંગે બે શખ્સો સામે ફરિયાદ | FIR…

G METRO NEWS by G METRO NEWS
June 1, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં રિક્ષાચાલકને 15 લાખની સોનાની માળાની લાલચ આપી ઠગાઈ અને ધમકી અંગે બે શખ્સો સામે ફરિયાદ | FIR…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Fraud Case : જામનગરમાં સોનાની માળા વેચવાના બહાને એક રિક્ષાચાલક પાસેથી 15 લાખ રૂપિયા પડાવી લેવાના ગંભીર આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ અનુસાર બે અજાણ્યા શખ્સોએ પહેલાં આશ્રમ માટે દાન માંગીને ઓળખાણ કેળવી હતી અને ત્યારબાદ સોનાના મોતી તથા સોનાની માળાની લાલચ આપીને ફરિયાદીને જાળમાં ફસાવ્યો હતો.

મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વતની વિજય ભગવાનદાસ દેવમુરારી રામાનંદી સાધુ (ઉંમર વર્ષ 45) જે છકડા રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 23 મેના રોજ તેમના ઘરે આવેલા બે શખ્સોએ આશ્રમની પરચી બતાવી દાન માંગ્યું હતું. ત્યારબાદ તેમણે જૂના જમાનાનો સિક્કો બતાવી ઓળખાણ વધારી હતી. બીજા દિવસે દ્વારકામાં બોલાવી એક સોનાનો મોતી બતાવ્યો હતો, જે સોની પાસે ચકાસતાં સાચો હોવાનું અને અંદાજે 2,400 રૂપિયાની કિંમત હોવાનું જણાવાયું હતું.

આ પછી આરોપીઓએ તેમની પાસે આવી જ સોનાના મોતીની આખી માળા હોવાનું કહી તેની કિંમત અંદાજે 15 લાખ રૂપિયા થવાની વાત કરી હતી. માળા ખરીદવા માટે ફરિયાદીએ મિત્ર, સગાસંબંધીઓ પાસેથી રૂપિયા ઉછીના લીધા હતા તેમજ બેંકમાંથી લોન મેળવી કુલ 15 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી હતી.

ફરિયાદી વિજયભાઈને ગત 26 તારીખે બપોરે 12.00 વાગ્યાના અરસામાં જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલ નજીક બોલાવી પૈસા પડાવ્યાનો આક્ષેપ કરાયો છે.

ગત 26 મે ના રોજ ફરિયાદી પોતાની પત્ની અને સંતાનો સાથે ભાડાની કારમાં જામનગર આવ્યા હતા. આરોપી ધનાભાઈ પરમારના જણાવ્યા મુજબ તેઓ સાત રસ્તા વિસ્તારમાં મળ્યા હતા. ત્યારબાદ ફરિયાદીએ એચડીએફસી બેંકમાંથી સાત લાખ રૂપિયા ઉપાડી કુલ 15 લાખ રૂપિયા સાથે સરકારી જી.જી.હોસ્પિટલ નજીક પહોંચ્યા હતા.

ફરિયાદ મુજબ આયુર્વેદિક હોસ્પિટલના પાછળના દરવાજા પાસે બન્ને આરોપીઓ જેમાં એકનું નામ ધનાભાઈ પરમાર તથા બીજાનું નામ વિજય કે જેઓએ રૂમાલમાં વીંટાળેલી કથિત સોનાની માળા બતાવી હતી અને તરત જ પૈસા માંગ્યા હતા. ફરિયાદીએ માળા ચકાસ્યા બાદ જ રૂપિયા આપવાની વાત કરતાં બંને આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા. 

ખૂનના કેસમાં ફસાવવાની ધમકી આપી રૂપિયા ભરેલી બેગ લઈ ફરાર

ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓએ હોસ્પિટલમાં દર્દી દાખલ હોવાનું કહી પૈસા તાત્કાલિક આપવા દબાણ કર્યું હતું. પૈસા નહીં આપો તો દર્દીને કંઈ થશે અને તમારા વિરુદ્ધ ખૂનનો આરોપ મૂકવામાં આવશે તેવી ધમકી આપી હતી. સાથે જ પરિવારને નુકસાન પહોંચાડવાની બીક બતાવી ફરિયાદી પાસે રહેલી 15 લાખ રૂપિયાની બેગ બળજબરીથી છીનવી લીધી હતી.

આ ઘટનાથી ફરિયાદી અને તેમનો પરિવાર ગભરાઈ ગયો હતો. ભયના કારણે તરત ફરિયાદ નોંધાવી શક્યા નહોતા. બાદમાં હિંમત એકત્ર કરી આરોપી ધનાભાઈ પરમાર અને તેના સાથી વિજય સામે કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસનો દરવાજો ખખડાવ્યો છે.

પોલીસ તપાસ શરૂ

ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીઓ સામે ઠગાઈ, ધમકી અને રૂપિયા પડાવી લેવાના આક્ષેપો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હનુમાન ગેટ પોલીસ ચોકીના પી.એસ.આઇ સમગ્ર મામલાની તપાસ ચલાવી રહ્યા છે. આરોપીઓએ સોનાની માળાની લાલચ આપી પૂર્વયોજિત રીતે વિશ્વાસ કેળવી મોટી રકમ હડકંપ કરી હોવાની દિશામાં તપાસ ચાલી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…
GUJARAT

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

July 16, 2026
ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા
GUJARAT

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

July 16, 2026
ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ
GUJARAT

ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ

July 16, 2026
Next Post
જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં હોટલમાં ઉતરેલા પર પ્રાંતીય યુવાનનું બાથરૂમમાં નાહવા જતાં પડી જવાથી…

જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં હોટલમાં ઉતરેલા પર પ્રાંતીય યુવાનનું બાથરૂમમાં નાહવા જતાં પડી જવાથી...

જામનગરના સ્વામીનારાયણનગર વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો : સર્વેલન્સ સ્ક્વોડની કાર્યવાહી | q…

જામનગરના સ્વામીનારાયણનગર વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો : સર્વેલન્સ સ્ક્વોડની કાર્યવાહી | q...

જામનગર-રાજકોટ રોડ પર નાની બાણુગાર નજીક હિટ એન્ડ રનનો ગોઝારો બનાવ : અજાણ્યા વ્યક્તિનું મોત | Hit and …

જામનગર-રાજકોટ રોડ પર નાની બાણુગાર નજીક હિટ એન્ડ રનનો ગોઝારો બનાવ : અજાણ્યા વ્યક્તિનું મોત | Hit and ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટરનો આક્રોશ : કોર્પોરેટરો કે અધિકારીઓ પૂર્વ કોર્પોરેટરના કામ કરતા નથી તો …

ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટરનો આક્રોશ : કોર્પોરેટરો કે અધિકારીઓ પૂર્વ કોર્પોરેટરના કામ કરતા નથી તો …

7 months ago
બજેટ 2026માં ખેડૂતો માટે મોટી જાહેરાત, સરકાર ઉચ્ચ મૂલ્ય ધરાવતા પાકોની ખેતીને પ્રોત્સાહન આપશે | Budge…

બજેટ 2026માં ખેડૂતો માટે મોટી જાહેરાત, સરકાર ઉચ્ચ મૂલ્ય ધરાવતા પાકોની ખેતીને પ્રોત્સાહન આપશે | Budge…

6 months ago
અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલક યુવાનનું સારવારમાં મોત | A young biker died during treatment after b…

અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલક યુવાનનું સારવારમાં મોત | A young biker died during treatment after b…

4 months ago
બિહારમાં ભાજપની નજર સ્ટાર્સ પર! પવન સિંહ બાદ હવે મૈથિલી ઠાકુર પણ ચૂંટણી લડે તેવી અટકળો | maithili th…

બિહારમાં ભાજપની નજર સ્ટાર્સ પર! પવન સિંહ બાદ હવે મૈથિલી ઠાકુર પણ ચૂંટણી લડે તેવી અટકળો | maithili th…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News