gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ગોલ્ડ-સિલ્વર માર્કેટ ક્રેશ! MCX પર સોનામાં 6 હજાર તો ચાંદીમાં 15 હજાર રૂપિયાનો ઘટાડો, ત્રણ કારણો જવા…

G METRO NEWS by G METRO NEWS
March 19, 2026
in Business
0 0
0
ગોલ્ડ-સિલ્વર માર્કેટ ક્રેશ! MCX પર સોનામાં 6 હજાર તો ચાંદીમાં 15 હજાર રૂપિયાનો ઘટાડો, ત્રણ કારણો જવા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gold Silver Market Crash: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ગ્લોબલ માર્કેટ હચમચી ગયું છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધ દરમિયાન તેલ સપ્લાયના ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવતા આગામી સમયમાં ગેસ અને તેલની અછત વધી શકે છે. આ જંગની અસર એવી થઈ રહી છે કે ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. બીજી તરફ શેરબજાર અને સોના-ચાંદી ધડામ થઈ રહ્યા છે. બંને કિંમતી ધાતુઓમાં દરરોજ ઘટાડો જોવા મળી રહ્યો છે. ફેડ તરફથી વ્યાજદરમાં કોઈ પ્રકારનો કાપ ન મૂકવામાં આવતા અને યુદ્ધની અસર ગુરુવારે ભારતીય શેરબજારની સાથે સોના-ચાંદી પર પણ જોવા મળી હતી. ધરેલું બજાર તેમજ MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર પણ ગોલ્ડ અને સિલ્વરના રેટમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.

કેમ ઘટ્યું અને કેટલું ઘટ્યું?

ઈઝરાયલ તરફથી પારસ ગેસ ફિલ્ડ પર હુમલો, ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડો ન કરવો અને HDFC બેંકના પાર્ટ-ટાઈમ ચેરમેનના રાજીનામાની અસર ગુરુવારે સવારે શેરબજારની સાથે સોના-ચાંદીની કિંમત પર પણ જોવા મળી હતી. સેન્સેક્સ શરૂઆતી કારોબારમાં જ 2000 પોઈન્ટથી વધુ તૂટી ગયો હતો. સોના અને ચાંદીના ભાવની વાત કરીએ તો બંને કિંમતી ધાતુઓમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ibjarates.com પર જાહેર કરાયેલા રેટ મુજબ ગુરુવારે 24 કેરેટ સોનું 4000 રૂપિયા અને ચાંદી 13000 રૂપિયાથી વધુ તૂટી ગઈ હતી. તો  MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર સોનામાં 6 હજાર રૂપિયા તો ચાંદીમાં 15 હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો.

સોનું 40 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ નીચે આવ્યું

ibjarates.comની વેબસાઈટ પર જાહેર કરાયેલા ભાવની વાત કરીએ તો 24 કેરેટ સોનું ઘટીને 1,51,030 રૂપિયા પર પહોંચી ગયું છે. તેવી જ રીતે 22 કેરેટ ગોલ્ડ ઘટીને 1,38,899 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યું હતું. મહત્વનું છે કે યુદ્ધ પહેલા 1,92,000 રૂપિયાના રેકોર્ડ લેવલ પર પહોંચેલું ગોલ્ડ 40000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ તૂટીને 151637 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે.

પોણા બે લાખ રૂપિયાથી વધુ તૂટી ચાંદી

ચાંદીની વાત કરીએ તો તે તેના રેકોર્ડ હાઈ લેવલથી પોણા બે લાખ રૂપિયા પ્રતિ કિલોથી વધુ તૂટી ગઈ છે. 29 જાન્યુઆરી 2026ના રોજ ચાંદીનો ભાવ તેજીની સાથે રેકોર્ડ હાઈ 4.20 લાખ રૂપિયા પર નોંધાયો હતો. પરંતુ હવે તેમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ibjarates.com મુજબ ગુરુવારે ચાંદી 2,36,809 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ છે. આ રીતે તેમાં અંદાજે 1.85 લાખ રૂપિયા પ્રતિ કિલોનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે ગુરુવારે (19 માર્ચ 2026) પણ ચાંદીના ભાવમાં 13000 રૂપિયા પ્રતિ કિલોનો ઘટાડો નોંધાયો છે.

આ પણ વાંચો: શેરબજારમાં મોટો આંચકો, સેન્સેક્સમાં 2400થી વધુનો તો નિફ્ટીમાં 750 પોઈન્ટથી વધુનો કડાકો

MCX પર સોના અને ચાંદીના ભાવ

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાનો રેટ 4% અને ચાંદી 6.20 ટકા% થી વધુ નીચે સરકી ગઈ હતી. તેનું મોટું કારણ મજબૂત અમેરિકન ડોલર અને ઊંચા વ્યાજદરોને લઈને ઊભી થયેલી ચિંતા રહી હતી. MCX પર સોનું બપોરે 4 વાગ્યા સુધી 4.04% એટલે કે 6000 રૂપિયાથી વધુ ઘટીને 1,46,859 પર જ્યારે ચાંદી 6.20 ટકા ટકાથી વધુ એટલે કે 15,000 રૂપિયાથી વધુ તૂટીને 2,33,187 પર આવી ગઈ છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
વડોદરાના તુલસીવાડીમાં નજીવી બાબતે યુવક પર તિક્ષ્ણ હથિયારથી હુમલો | Youth attacked with sharp weapon …

વડોદરાના તુલસીવાડીમાં નજીવી બાબતે યુવક પર તિક્ષ્ણ હથિયારથી હુમલો | Youth attacked with sharp weapon ...

બિચ્છુ ગેંગના સુત્રધાર અસલમ બોડીયાના જામીન સુપ્રીમ કોર્ટ દ્વારા નામંજૂર | Supreme Court rejects bail…

બિચ્છુ ગેંગના સુત્રધાર અસલમ બોડીયાના જામીન સુપ્રીમ કોર્ટ દ્વારા નામંજૂર | Supreme Court rejects bail...

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકનો પ્રશ્ન વર્ષોથી પેન્ડિંગ | driving test track…

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકનો પ્રશ્ન વર્ષોથી પેન્ડિંગ | driving test track...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાઘોડિયા રોડના વેપારીએ ફાઈનાન્સ કંપનીએ મારેલું સીલ તોડી નાંખી ધંધો શરૂ કરી દીધો | A trader on Waghod…

વાઘોડિયા રોડના વેપારીએ ફાઈનાન્સ કંપનીએ મારેલું સીલ તોડી નાંખી ધંધો શરૂ કરી દીધો | A trader on Waghod…

11 months ago
ચોરીનું મોપેડ લેવા આવેલો ચોર પોલીસના હાથે ઝડપાયો | Thief caught by police after coming to retrieve s…

ચોરીનું મોપેડ લેવા આવેલો ચોર પોલીસના હાથે ઝડપાયો | Thief caught by police after coming to retrieve s…

12 months ago
કુલ રૂ.૧૦,૧૮૩/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી મંદિર ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્ર…

કુલ રૂ.૧૦,૧૮૩/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી મંદિર ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્ર…

9 months ago
જ્યોર્જિયા મેલોની વતી પીએમ મોદીને ઈટાલી આવવા આમંત્રણ, જાણો ક્યારે યોજાઈ શકે પ્રવાસ | italy pm giorgi…

જ્યોર્જિયા મેલોની વતી પીએમ મોદીને ઈટાલી આવવા આમંત્રણ, જાણો ક્યારે યોજાઈ શકે પ્રવાસ | italy pm giorgi…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News