gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી જઈ દુષ્કર્મ કરનારને 20 વર્ષની સખત કેદ | Man who kidnappe…

G METRO NEWS by G METRO NEWS
June 2, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી જઈ દુષ્કર્મ કરનારને 20 વર્ષની સખત કેદ | Man who kidnappe…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Crime : જામનગરમાં સગીર વયની યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને સ્પેશિયલ પોક્સો કોર્ટે દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

કેસની હકીકત મુજબ, ભોગ બનનાર સગીરા જ્યારે શાળાએ જતી હતી ત્યારે આરોપી સુરેશ ઉર્ફે સરીયો મગનભાઈ વાઘેલા (રહે. શંકરટેકરી, વલ્લભનગર, જામનગર) તેની પાછળ-પાછળ આવતો અને મિત્રતા કરવા માટે દબાણ કરતો હતો. બાદમાં સગીરા કારખાનામાં મજૂરી કામે જવા લાગતા આરોપી સતત તેનો પીછો કરતો રહ્યો હતો. આરોપીએ માતાજી પ્રત્યેની શ્રદ્ધાની વાતો કરી તથા લગ્ન કરવાની ખાતરી આપી સગીરાનો વિશ્વાસ સંપાદન કર્યો હતો.

આરોપીએ સગીરાને પોતાના ઘરે લઈ જઈ તેની સાથે લગ્ન કરી સારી રીતે રાખવાની વાતો કરી હતી. ત્યારબાદ ફોન પર સતત સંપર્કમાં રહી લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી અને વિવિધ સ્થળોએ ફરવા લઈ જતો હતો.

તા.06-06-2024ના રોજ આરોપી સગીરાને વિશ્વાસમાં લઈ ખંભાળિયા ખાતે લઈ ગયો હતો, જ્યાં ત્રણ દિવસ સુધી તેણીની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ લાલપુર ખાતે પોતાના ભાઈના ઘરે લઈ ગયો હતો. ત્યાં આરોપીના પરિવારજનો દ્વારા અગાઉ પણ અનેક યુવતીઓને ફસાવ્યાની વાત જાણવા મળી હતી. દરમિયાન પોતાની સામે પોલીસ ફરિયાદ નોંધાયાની જાણ થતાં આરોપી સગીરાને દિગ્જામ સર્કલ નજીક મૂકી ફરાર થઈ ગયો હતો. આ અંગે સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશન, જામનગર ખાતે  ભારતીય દંડ સંહિતાની કલમ 363, 366, 376(2)(એન) તથા પોક્સો એક્ટની કલમ 4 અને 6 મુજબ ગુનો નોંધાયો હતો.

આ કેસ પોક્સો કેસ તરીકે સ્પેશિયલ કોર્ટમાં ચાલી ગયો હતો. કેસ દરમિયાન સરકાર પક્ષે 13 જેટલા સાક્ષીઓની જુબાની અને દસ્તાવેજી પુરાવાઓ અને સરકારી વકીલની દલીલ ગ્રાહ્ય રાખીને આરોપીને તક્સીરવાન ઠરાવી પોકસોની કલમ-4 મુજબ દસ વર્ષની સખત કેદની સજા અને પાંચ હજાર રૂપિયાનો દંડ, અને દંડ ન ભરે તો વધુ છ માસની સખત કેસની સજા ફરમાવી છે.

આ ઉપરાંત પોકશો કલમ 6 મુજબ 20 વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા 10,000 નો દંડ, અને તે દંડ ન ભરે તો વધુ એક વર્ષની સખત કેદની સજા ભોગવવા હુકમ કર્યો છે. સાથે સાથે ભોગ બનનારને રૂપિયા ચાર લાખનું વળતર ચુકવવાનું પણ સ્પેશિયલ અદાલતના જજ આર.પી.મૂંઘેરા દ્વારા આદેશ કરાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…
GUJARAT

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…

August 30, 2026
Next Post
જામનગર શહેરના અતિ ચકચાર જનક રૂ.1.33 કરોડની છેતરપિંડીના કેસમાં આરોપી 6 દિવસના રિમાન્ડ પર | Jamnagar c…

જામનગર શહેરના અતિ ચકચાર જનક રૂ.1.33 કરોડની છેતરપિંડીના કેસમાં આરોપી 6 દિવસના રિમાન્ડ પર | Jamnagar c...

જામનગરના હાપા વિસ્તારમાં મોડી રાત્રે ‘ડી.જે.’ ના અવાજે સર્જ્યો વિવાદ : સમજાવવા જતા પરિવાર પર હુમલો, …

જામનગરના હાપા વિસ્તારમાં મોડી રાત્રે 'ડી.જે.' ના અવાજે સર્જ્યો વિવાદ : સમજાવવા જતા પરિવાર પર હુમલો, ...

જામનગર જિલ્લામાં દારૂ સામે પોલીસનો સપાટો : 4 અલગ-અલગ કાર્યવાહીમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | Polic…

જામનગર જિલ્લામાં દારૂ સામે પોલીસનો સપાટો : 4 અલગ-અલગ કાર્યવાહીમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | Polic...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

ઉ.પ્રદેશના ચાર જિલ્લામાં હાઈ એલર્ટ, બરેલીમાં 48 કલાક ઈન્ટરનેટ સેવા બંધ

11 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

નડિયાદની રવિન્દ્ર નાનકિંગ હોટેલની વાનગીમાંથી મરેલો વંદો નીકળતા સીલ

11 months ago
બરાનપુરા વોર્ડ 13-14માં ગેરકાયદે બનેલા ઓટલા, શેડનો સફાયો | Vadodara: Illegally constructed sheds dem…

બરાનપુરા વોર્ડ 13-14માં ગેરકાયદે બનેલા ઓટલા, શેડનો સફાયો | Vadodara: Illegally constructed sheds dem…

3 months ago
અપૂરતા દસ્તાવેજોના કારણે 1000 જેટલા પ્રવેશ ફોર્મ નામંજૂર | 1000 admission forms reject under rte in …

અપૂરતા દસ્તાવેજોના કારણે 1000 જેટલા પ્રવેશ ફોર્મ નામંજૂર | 1000 admission forms reject under rte in …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News