![]()
Jamnagar : જામનગર જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા લાલપુર અને કાલાવડ પંથકમાં આકસ્મિક ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને બંને સ્થળેથી એક જેસીબી મશીન, બે ડમ્પર, અને બે ટ્રેકટર વગેરે કબજે કરવામાં આવ્યા છે.
જામનગરના ભૂસ્તરશાસ્ત્રીની સૂચનાથી તપાસ ટીમ દ્વારા જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામ ખાતે આકસ્મિક રોડ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન બ્લેકટ્રેપ ખનીજ ભરેલા 02 ઓવરલોડ ડમ્પર ગેરકાયદેસર રીતે વહન કરતાં મળી આવતાં વાહનો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
કાલાવડના ખંઢેરા વિસ્તારમાં રેતી ખનન સામે કાર્યવાહી
આ ઉપરાંત તા.15-05-2026 ના રોજ કાલાવડ તાલુકાના ખંઢેરા ગામ નજીક નદી પટ્ટ વિસ્તારમાં રાત્રિના સમયે આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન બિનઅધિકૃત રીતે સાદી રેતી ખનીજનું ખનન કરવામાં આવતું હોવાનું સામે આવતા એક જે.સી.બી મશીન તથા 2 ટ્રેક્ટર જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.










