gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ધો.૧૦ અને ધો.૧૨ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ

G METRO NEWS by G METRO NEWS
February 27, 2026
in GUJARAT
0 0
0
જામનગર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ધો.૧૦ અને ધો.૧૨ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ
0
VIEWS
Share on FacebookShare on Twitter

કલેક્ટર કેતન ઠક્કરે ડીસીસી હાઈસ્કુલ પરીક્ષા કેન્દ્ર ખાતે વિદ્યાર્થીઓને મળી શુભકામનાઓ પાઠવી ઉત્સાહ વધાર્યો

જામનગર, અમિત માંડવીયા, એબીએનએસ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાઓનો  ૨૬મી ફેબ્રુઆરીથી રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. ત્યારે જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પરીક્ષાને લઈને તમામ વહીવટી અને સુરક્ષાલક્ષી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જામનગર જિલ્લામાં શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત માહોલમાં પરીક્ષાઓ શરુ થઇ છે.

વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા અને શુભકામનાઓ પાઠવવા માટે જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરે પરીક્ષા કેન્દ્ર ડીસીસી હાઈસ્કુલની મુલાકાત લઈને વિદ્યાર્થીઓને વ્યક્તિગત રીતે મળી શુભકામનાઓ પાઠવી હતી. કલેક્ટરએ પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લઈ વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.

કેન્દ્ર પર નિયુક્ત અધિકારીઓ, શિક્ષકો અને સ્ટાફ સાથે ચર્ચા કરીને તમામ સુવિધાઓ  બેઠકોની વ્યવસ્થા, પાણી, વીજળી, સ્વચ્છતા તથા સુરક્ષા વ્યવસ્થા યોગ્ય રીતે કાર્યરત હોવાનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે જિલ્લા શિક્ષણાધિકારી વિપુલ મહેતા પણ ઉપસ્થિત રહ્યા હતા.

પરીક્ષા કેન્દ્ર પર ઉપસ્થિત વિદ્યાર્થીઓને સંબોધતા કલેક્ટરએ જણાવ્યું હતું કે, બોર્ડની પરીક્ષા જીવનનું એક મહત્વપૂર્ણ પગથિયું છે, પરંતુ તે અંતિમ લક્ષ્ય નથી. વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસ સાથે, શાંતિપૂર્વક અને સકારાત્મક મનોભાવથી પરીક્ષા આપવી જોઈએ.

મહેનત અને સંકલ્પ જ સફળતાની ચાવી છે એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને સમયપાલન, માર્ગદર્શિકા મુજબના નિયમોનું પાલન અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા અનુરોધ કર્યો હતો.

જામનગર જિલ્લામાં બોર્ડની પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે જિલ્લા પ્રશાસન અને શિક્ષણ વિભાગ દ્વારા સુમેળભર્યું સંકલન સાધવામાં આવ્યું છે. પરીક્ષા દરમિયાન કોઈ પણ અનિચ્છનીય પરિસ્થિતિ ન સર્જાય તે માટે જરૂરી તમામ પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, જામનગર જિલ્લામાં ધો.૧૦ અને ધો.૧૨ બોર્ડની પરીક્ષા કુલ ૧૬ કેન્દ્રો, ૧૦૧ સ્થળો ખાતે યોજવામાં આવી છે. જિલ્લામાં ધો.૧૦માં ૫૯ સ્થળો ખાતે ૫૭૭ બ્લોકમાં કુલ ૧૭,૩૪૩ વિદ્યાર્થીઓ, સંસ્કૃત પ્રથમાના ૪૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

જ્યારે ધો.૧૨માં ૪૨ સ્થળો પર ૩૦૩ બ્લોકમાં સામાન્ય પ્રવાહના ૯,૧૬૯, સંસ્કૃત માધ્યમના ૭૫ અને ૯૫ બ્લોકમાં વિજ્ઞાન પ્રવાહના ૧૯૦૫ વિદ્યાર્થીઓ મળી ધો.૧૨માં કુલ ૧૧,૧૯૫ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આમ જિલ્લામાં ૧૬ કેન્દ્રો ખાતે ધો.૧૦-૧૨માં કુલ ૨૮,૫૩૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષાલક્ષી કામગીરીમાં આશરે ૧૫૦૦ જેટલા અધિકારીઓ-કર્મચારીઓની નિમણુક કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટ: સ્કૂલો બાદ હવે સરકારી આરોગ્ય કેન્દ્રમાં રખડતા શ્વાનની ગણતરી કરવાનો કમિશનરનો આદેશ | Health Co…
GUJARAT

રાજકોટ: સ્કૂલો બાદ હવે સરકારી આરોગ્ય કેન્દ્રમાં રખડતા શ્વાનની ગણતરી કરવાનો કમિશનરનો આદેશ | Health Co…

February 27, 2026
પરીક્ષા એક ઉત્સવ છે, તેને આનંદભેર ઉજવો”: શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શુભ…
GUJARAT

પરીક્ષા એક ઉત્સવ છે, તેને આનંદભેર ઉજવો”: શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શુભ…

February 27, 2026
અમદાવાદ: નગર યાત્રામાં ભારે ભીડ વચ્ચે મહિલાની સોનાની ચેઇન ચોરાઇ, ફરિયાદ દાખલ | Ahmedabad news Nagar …
GUJARAT

અમદાવાદ: નગર યાત્રામાં ભારે ભીડ વચ્ચે મહિલાની સોનાની ચેઇન ચોરાઇ, ફરિયાદ દાખલ | Ahmedabad news Nagar …

February 27, 2026
Next Post
રાજકોટ: સ્કૂલો બાદ હવે સરકારી આરોગ્ય કેન્દ્રમાં રખડતા શ્વાનની ગણતરી કરવાનો કમિશનરનો આદેશ | Health Co…

રાજકોટ: સ્કૂલો બાદ હવે સરકારી આરોગ્ય કેન્દ્રમાં રખડતા શ્વાનની ગણતરી કરવાનો કમિશનરનો આદેશ | Health Co...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાધ્વી પ્રેમ બાઈસાના મોતનું સાચું કારણ આવ્યું સામે, પોલીસ કમિશનરે આપી સંપૂર્ણ માહિતી | jodhpur sadhv…

સાધ્વી પ્રેમ બાઈસાના મોતનું સાચું કારણ આવ્યું સામે, પોલીસ કમિશનરે આપી સંપૂર્ણ માહિતી | jodhpur sadhv…

2 weeks ago
ખેડબ્રહ્માના દેરોલ અને કેરોલ ગામની હરણાવ નદીમાં બે પરિવાર ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ | Two F…

ખેડબ્રહ્માના દેરોલ અને કેરોલ ગામની હરણાવ નદીમાં બે પરિવાર ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ | Two F…

6 months ago
માંજલપુરમાં મકાનની અગાશી પર જુગાર રમતા ચાર ઝડપાયા | Four arrested for gambling on rooftop of buildin…

માંજલપુરમાં મકાનની અગાશી પર જુગાર રમતા ચાર ઝડપાયા | Four arrested for gambling on rooftop of buildin…

4 months ago
આરાધનાના પર્વમાં ખેલૈયાઓની અશ્લિલ હરકત! યુનાઈટેડ વે ગરબામાં NRI દંપતીના લિપ કિસ બાદ વધુ બે વીડિયો વા…

આરાધનાના પર્વમાં ખેલૈયાઓની અશ્લિલ હરકત! યુનાઈટેડ વે ગરબામાં NRI દંપતીના લિપ કિસ બાદ વધુ બે વીડિયો વા…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News