gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જિજ્ઞેશ મેવાણીને ભલામણ ભારે પડી! પાટણ જિલ્લા કોંગ્રેસમાં બળવો, કાર્યકરોએ કાર્યાલયને માર્યા તાળા | Pa…

G METRO NEWS by G METRO NEWS
December 29, 2025
in GUJARAT
0 0
0
જિજ્ઞેશ મેવાણીને ભલામણ ભારે પડી! પાટણ જિલ્લા કોંગ્રેસમાં બળવો, કાર્યકરોએ કાર્યાલયને માર્યા તાળા | Pa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Patan News: કોંગ્રેસના યુવા નેતા જિજ્ઞેશ મેવાણી સામે હવે કોંગ્રેસના જ કાર્યકરોએ બાંયો ચઢાવી છે. પાટણ જિલ્લામાં વડગામના ધારાસભ્યનો સૂત્રોચ્ચાર સાથે વિરોધ થયો જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી રોષ ઠાલવ્યો છે. 

શું છે મામલો?

મળતી વિગતો અનુસાર હાલમાં અનુસૂચિત જાતિ મોરચાના પાટણ જીલ્લા પ્રમુખ તરીકે સિદ્ધપુરના જયાબેન શાહની વરણી કરવામાં આવી છે. જેને લઈને પાટણ જિલ્લા કોંગ્રેસમાં આતંરિક ડખો ઊભો થયો હતો. પાટણ જિલ્લાના પૂર્વ અનુ.જાતિના અધ્યક્ષ પ્રમુખ હસમુખ સક્સેનાએ આ પદ ફરી મળે તે માટે જિલ્લાથી લઈને પ્રદેશ સુધી ધમપછાડા કર્યા હતા. છતાં પણ કોંગ્રેસ મોવડી મંડળે જયાબેન શાહને અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ઘોષિત કરતાં હસમુખ સક્સેના અને તેમના સમર્થકો નારાજ થયા હતા. 

જિજ્ઞેશ મેવાણીએ ભલામણ કર્યાનો આરોપ

વિરોધ કરતાં કોંગ્રેસના કાર્યકરોનેએ દાવો કર્યો હતો કે અનુસૂચિત જાતિ મોરચાના પાટણ જીલ્લા પ્રમુખ તરીકે સિદ્ધપુરના જયાબેન શાહની નિમણૂક જિજ્ઞેશ મેવાણીના કહેવાથી થઈ છે. જેથી કોંગી કાર્યકરોએ મેવાણી સામે પણ નારેબાજી કરી બળાપો ઠાલવ્યો હતો. નિમણૂક પહેલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ હિતેન્દ્ર પીઠડીયા અને સ્થાનિક ધારાસભ્યોને રજૂઆત કરવામાં આવી હતી પણ ધ્યાને ન લેતા હવે વિરોધના ભાગરૂપે કાર્યકરોએ ખુલ્લેઆમ જિજ્ઞેશ મેવાણી પર હૈયા વરાળ ઠાલવી હતી.

‘જિજ્ઞેશ મેવાણી પાટણ પર કબજો કરવા માંગે છે!’

પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેનાનો એવો આક્ષેપ છે કે જિજ્ઞેશ મેવાણી અને હિતેન્દ્ર પીઠડીયા પાટણ જિલ્લા પર પોતાનો કબજો જમાવવા માંગે છે અને સમગ્ર ગુજરાતમાં અનુસૂચિત જાતિને પોતાના વશમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે એ કોઈ કારણે અમે થવા નહીં દઈએ. 

પાટણના MLAના વિરોધ બાદ અમિત ચાવડાનું નિવેદન

બીજી તરફ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પણ વિરોધને ટેકો જાહેર કર્યો હતો અને કહ્યું હતું કે ધારાસભ્યની પણ સેન્સ લેવામાં આવી નથી, જો આવી જ સ્થિતિ ચાલુ રહી અને નેતાઓ સુધરશે નહીં, તો 2027ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ જશે.સમગ્ર મામલે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પણ કહ્યું છે કે SC ડિપાર્ટમેન્ટમાં નિમણૂકને લઈને વિવાદ થયો છે. આ વિવાદ ‘ઘરનો આંતરિક મામલો’ છે,  બંને જૂથોને સાથે બેસાડીને આ સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવવામાં આવશે અને સમાધાનકારી રસ્તો કાઢવામાં આવશે.

આ પણ વાંચો: અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટનો પોતાના જ આદેશ પર સ્ટે, તમામ ભલામણ-ટિપ્પણી રદ

જિલ્લા કાર્યાલયની તાળાબંધી

અનુ. જાતિના કાર્યકરોએ રાખેલા આ કાર્યક્રમમાં કોંગ્રેસના નેતાઓ કે આગેવાનો હાજર ન રહેતા તેમણે જિલ્લા કાર્યાલયની તાળાબંધી પણ કરી હતી. અને જો આગામી સમયમાં અનુસૂચિત જાતિ મોરચાના પાટણ જીલ્લા પ્રમુખ તરીકે કોઈ યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો 2 હજારથી વધુ કોંગ્રેસ કાર્યકરો રાજીનામું ધરી દેશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત: ‘અભય’ અને ‘શ્રી’ બન્યા સરથાણા નેચર પાર્કના નવા સભ્યો, આજથી શહેરીજનો નિહાળી શકશે આ જોડી | Surat…
GUJARAT

સુરત: ‘અભય’ અને ‘શ્રી’ બન્યા સરથાણા નેચર પાર્કના નવા સભ્યો, આજથી શહેરીજનો નિહાળી શકશે આ જોડી | Surat…

February 9, 2026
સવારે ઠંડી અને બપોરે ગરમી…રાજ્યભરમાં બેવડી ઋતુ યથાવત્ રહેશે, હવામાન વિભાગની આગાહી | Gujarat to Wit…
GUJARAT

સવારે ઠંડી અને બપોરે ગરમી…રાજ્યભરમાં બેવડી ઋતુ યથાવત્ રહેશે, હવામાન વિભાગની આગાહી | Gujarat to Wit…

February 9, 2026
પરીક્ષા પે ચર્ચા: ગુજરાતના બે ભાઈઓ અવિ અને જયને જોતા જ પીએમ મોદી થયા ખુશ, ગળે લગાવીને જૂની યાદો તાજી…
GUJARAT

પરીક્ષા પે ચર્ચા: ગુજરાતના બે ભાઈઓ અવિ અને જયને જોતા જ પીએમ મોદી થયા ખુશ, ગળે લગાવીને જૂની યાદો તાજી…

February 9, 2026
Next Post
વડોદરા જિલ્લામાં અકસ્માતોની વણઝાર: 24 કલાકમાં અલગ-અલગ 8 અકસ્માતમાં 8 લોકો ઈજાગ્રસ્ત | Vadodara Sees …

વડોદરા જિલ્લામાં અકસ્માતોની વણઝાર: 24 કલાકમાં અલગ-અલગ 8 અકસ્માતમાં 8 લોકો ઈજાગ્રસ્ત | Vadodara Sees ...

વડોદરાના કાસમઆલા કબ્રસ્તાન પાસેના નાળામાં પડેલા કચરામાં એકાએક આગ, ફાયર બ્રિગેડ દોડતું થયું | Fire br…

વડોદરાના કાસમઆલા કબ્રસ્તાન પાસેના નાળામાં પડેલા કચરામાં એકાએક આગ, ફાયર બ્રિગેડ દોડતું થયું | Fire br...

ગાંધીનગર: માણસામાં એરંડાની આડમાં ચાઈનીઝ દોરીનો કારોબાર ઝડપાયો, 960 રીલ જપ્ત પણ આરોપી ફરાર | Uttaraya…

ગાંધીનગર: માણસામાં એરંડાની આડમાં ચાઈનીઝ દોરીનો કારોબાર ઝડપાયો, 960 રીલ જપ્ત પણ આરોપી ફરાર | Uttaraya...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નર્મદા ભવનમાં રેટ્રોફિટિંગના કામ માટે ૪૫ કચેરીઓ ખાલી કરાવાશે | 45 government offices in Narmada Bhav…

નર્મદા ભવનમાં રેટ્રોફિટિંગના કામ માટે ૪૫ કચેરીઓ ખાલી કરાવાશે | 45 government offices in Narmada Bhav…

6 months ago
ડાયરા કલાકાર દેવાયત ખવડના જામીન રદ, કોર્ટે 30 દિવસમાં આત્મસમર્પણ કરવા આપ્યો આદેશ | Devayat Khavads b…

દેવાયત ખાવડને 30 દિવસમાં સરન્ડર કરવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટનો હુકમ, જામીન બાદ શરતોનો કર્યો હતો ભંગ | …

3 months ago
ઊનાના નાઠેજ પાસે 4 વાહનના અકસ્માતમાં બાઈક ચાલકનું મોત | Biker dies in 4 vehicle accident near Nathej…

ઊનાના નાઠેજ પાસે 4 વાહનના અકસ્માતમાં બાઈક ચાલકનું મોત | Biker dies in 4 vehicle accident near Nathej…

1 month ago
ટેનામેન્ટ પચાવી પાડવાના પ્રયાસ મામલે પરિવારના ચાર સભ્યો સહિત પાંચ વિરુદ્ધ ઠગાઈનો ગુનો નોંધાયો | Five…

ટેનામેન્ટ પચાવી પાડવાના પ્રયાસ મામલે પરિવારના ચાર સભ્યો સહિત પાંચ વિરુદ્ધ ઠગાઈનો ગુનો નોંધાયો | Five…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News