gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જીએસટીના નવા રેટ લાગુ, ગ્રાહકોને ફાયદો, વેપારીઓની મૂશ્કેલી વધી હોવાનો કચવાટ | New GST rates implemen…

G METRO NEWS by G METRO NEWS
September 25, 2025
in GUJARAT
0 0
0
જીએસટીના નવા રેટ લાગુ, ગ્રાહકોને ફાયદો, વેપારીઓની મૂશ્કેલી વધી હોવાનો કચવાટ | New GST rates implemen…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– ભાવનગરના વેપારીઓને બીલ બનાવવા સહિતની બાબતમાં થતી પરેશાની 

– જીએસટીના નવા ભાવને લઈ વેપારી અને ગ્રાહકો વચ્ચે થતી તકરાર, પરિસ્થિતી થાળે પડતા સમય લાગશે તેવી વેપારીઓમાં ચર્ચા 

ભાવનગર : ભારતની ઈનડાયરેક્ટ ટેક્સેશન સિસ્ટમમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જીએસટીના નવા રેટ લાગુ થતા ગ્રાહકોને ફાયદો છે પરંતુ વેપારીઓની મૂશ્કેલી વધી હોવાનુ જાણવા મળેલ છે ત્યારે હાલ વેપારીઓ કચવાટ કરતા નજરે પડી રહ્યા છે. 

ભાવનગર સહિત દેશભરમાં ગત તા. રર સપ્ટેમ્બરથી જીએસટી ર.૦ માં નવા રેટ લાગુ કરવામાં આવ્યા છે, જેમાં મોટાભાગની પ્રોડક્ટસ પર પ ટકા અને ૧૮ ટકા જીએસટી લાગુ કર્યો છે. સાબુ, શેમ્પુ, ટૂથ પેસ્ટ, બિસ્કિટ, નાસ્તા, ઘી, સાયકલ, સ્ટેશનરી સહિતની જીવન જરૂરી વસ્તુઓમાં ૧ર ટકા જીએસટી લેવામાં આવતો અને તેના બદલે હવે ઘણી ચીજવસ્તુઓમાં પ ટકા જીએસટી કરવામાં આવ્યો છે, જયારે કેટલીક ચીજવસ્તુઓમાં ૧૮ ટકા જીએસટી કરવામાં આવ્યો છે. ઘરગથ્થુ ઉપકરણો અને ઈલેકન્ટ્રોનિક્સમાં ર૮ ટકા સ્લેબ હતો તે ઘટાડીને ૧૮ ટકા કરાયો છે, જેના કારણે ગ્રાહકોને ફાયદો થયો છે. 

લકઝરી પ્રોડક્ટસ તેમજ હાનિકારક પદાર્થો પર સ્પેશ્યિલ સ્લેબ ૪૦ ટકા જીએસટીનો છે, જેમાં તમાકુ, આલ્કોહોલ સહિતનો સમાવેશ થાય છે. જીએસટીમાં અત્યાર સુધી પ, ૧ર, ૧૮ અને ર૮ ટકા ચાર સ્લેબ લાગુ હતાં. જીવન જરૂરી ચીજવસ્તુ, દવા વગેરેમાં ભાવ ઘટતા ગ્રાહકોને ફાયદો થયો છે પરંતુ હાલ વેપારીઓ પાસે જુનો સ્ટોક પડયો હોવાથી નવી એમઆરપીના બીલ બનાવવામાં મૂશ્કેલી પડી રહી છે. સોફ્ટવેર અપડેટ કરવા પડી રહ્યા છે. ગ્રાહકોને કંઈ ચીજવસ્તુના ભાવ ઘટયા છે તેની ખબર ન હોવાથી તકરાર થઈ રહી છે. જીએસટીના નવા રેટ લાગુ થવાના કારણે વેપારીને જુના સ્ટોકના વેચાણમાં નુકશાન પણ થઈ રહ્યુ હોવાનુ જાણવા મળેલ છે. આ પરિસ્થિતી થાળે પડતા વાર લાગશે તેમ વેપારીઓએ જણાવ્યુ હતું. 

જીએસટી નવા રેટના કારણે નુકશાન, સરકારે સમય આપવો જોઈએ : વેપારી અનીલ યાદવ 

જીએસટીના નવા રેટના કારણે દવાના વેપારીઓને નુકશાન જઈ રહ્યુ છે, નવી અને જુની એમઆરપી નાખવામાં સમય બગડી રહ્યો છે, છેલ્લા ૮ દિવસથી જીએસટીના નવા દરના કારણે વેપારીઓને ઉજાગરા કરવા પડી રહ્યા છે. કેટલીક ચીજવસ્તુઓના ભાવ યથાવત છે છતા ગ્રાહકોને ખબર ન હોવાથી ડિસ્કાઉન્ટ માંગતા હોય છે તેથી તેઓને સમજાવવામાં મૂશ્કેલી પડતી હોય છે. જીએસટીના નવા રેટ માટે સરકારે વેપારીઓને સમય આપવાની જરૂરીયાત છે. હાલ વેપારીઓને પરેશાની થઈ રહી છે તેમ ચેમ્બર ઓફ કોમર્સના સભ્ય અને દવાના વેપારી અનીલ યાદવે જણાવ્યુ હતું.   

મોટાભાગના વેપારીઓ પાસે જુનો સ્ટોક યથાવત 

ભાવનગર શહેરના તમામ વેપારીઓ પાસે જુનો સ્ટોક યથાવત છે અને આ તમામ ચીજવસ્તુઓમાં જુની એમઆરપી છે. હવે ગત તા. રર સપ્ટેમ્બરથી જીએસટીના નવા દર લાગુ કરવામાં આવ્યા છે તેથી વેપારીઓને જુનો સ્ટોકના વેચાણમાં મૂશ્કેલી પડી રહી છે. નવી એમઆરપીનો સ્ટોક આવશે ત્યાં સુધી પરેશાની રહેશે તેમ વેપારીઓએ જણાવેલ છે. 

કેટલાક વેપારીઓ બીલ વગર માલ વેચી રહ્યા હોવાની ચર્ચા 

ભાવનગર શહેરમાં કેટલાક વેપારીઓ જીએસટીનો નવો દર લાગુ થયા બાદ બીલ વગર માલ વેચી રહ્યા હોવાની ચર્ચા છે, જેના કારણે નવા જીએસટી દરનો ગ્રાહકને લાભ મળતો નથી. વેપારી ગ્રાહક પાસેથી ચીજવસ્તુના જુના ભાવ લે છે અને પકડાય ન જાય તે માટે બીલ આપતા નથી ત્યારે ગ્રાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ બાબતે સરકારી તંત્રએ તપાસ કરી પગલા લેવા જરૂરી છે. 

કંપનીવાળા એમઆરપી ન વધારે તે માટે સરકારે તપાસ કરવી 

સરકારે ગ્રાહકોના હિતમાં જીએસટીના નવા દર લાગુ કર્યા છે પરંતુ કેટલીક કંપની દ્વારા એમઆરપી વધારી દેવામાં આવી છે, જેના કારણે ગ્રાહકોને ફાયદો થતો નથી ત્યારે સરકારે આ બાબતે તપાસ કરવી જોઈએ. કંપનીએ શું કામ ભાવ વધારો કર્યો ? સહિતની તપાસ કરી કડક પગલા લેવા જોઈએ તો ગ્રાહકોને ફાયદો થશે તેમ જાગૃત નાગરીકોમાં ચર્ચાય રહ્યુ છે.  

વેપારીને આઈટીસી મોડી મળશે : ટેક્સ કન્સલ્ટન્ટ

આ અંગે ભાવનગરના અગ્રણી ટેક્સ કન્સલ્ટન્ટ ભરતભાઈ શેઠે જણાવ્યું હતું કે, જીએસટીના સ્લેબમાં ફેરફાર થવાથી વેપારીને ખરીદેલા માલની જે ઈનપુટ ટેક્સ ક્રેડિટ મળે છે તે મોડી મળશે. તેમજ મોટા વેપારીઓ જેમને સ્ટોક વધારે હશે તેમના નાણાં લાંબા સમય સુધી અટવાયેલા રહેશે, વેપારીને કોઈ નુકસાન નહી થાય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka

August 18, 2026
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
Next Post
નવરાત્રિ મહોત્સવમાં શણગાર બાબતે બે જૂથ વચ્ચે પથ્થરમારામાં 5 ને ઈજા | 5 injured in stone pelting betw…

નવરાત્રિ મહોત્સવમાં શણગાર બાબતે બે જૂથ વચ્ચે પથ્થરમારામાં 5 ને ઈજા | 5 injured in stone pelting betw...

નવાગામેથી ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો બોગસ ડોકટર ઝડપાયો | Fake doctor caught running clinic without de…

નવાગામેથી ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો બોગસ ડોકટર ઝડપાયો | Fake doctor caught running clinic without de...

વટામણ પીપળી રોડ પર તુફાન ગાડી અને ટ્રક અથડાતા મહિલાનું મોત | Woman dies after car and truck collide …

વટામણ પીપળી રોડ પર તુફાન ગાડી અને ટ્રક અથડાતા મહિલાનું મોત | Woman dies after car and truck collide ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘મારી જીભ લપસી ગઈ, સોફિયા કુરેશી અને દેશની માફી માંગુ છું’, ભાજપના મંત્રીનું ત્રીજું માફીનામું | mp …

‘મારી જીભ લપસી ગઈ, સોફિયા કુરેશી અને દેશની માફી માંગુ છું’, ભાજપના મંત્રીનું ત્રીજું માફીનામું | mp …

1 year ago
પ્રતિભા સેતુ: IAS-IPS ના બની શકો તો પણ નોકરીની તક, જાણો UPSCની નવી યોજનાની વિસ્તૃત માહિતી

પ્રતિભા સેતુ: IAS-IPS ના બની શકો તો પણ નોકરીની તક, જાણો UPSCની નવી યોજનાની વિસ્તૃત માહિતી

1 year ago
લાંક – વરાસી ડેમમાંથી પાણી છોડતા કપડવંજના 11 ગામોને સાવધ કરાયા | Lanka 11 villages in Kapadvanj warn…

લાંક – વરાસી ડેમમાંથી પાણી છોડતા કપડવંજના 11 ગામોને સાવધ કરાયા | Lanka 11 villages in Kapadvanj warn…

12 months ago
અરવલ્લી પર્વતમાળા સામે સંકટ, 90% વિસ્તારમાં જમીન-ખનીજ ખનનથી નુકસાનની દહેશત

અરવલ્લી પર્વતમાળા સામે સંકટ, 90% વિસ્તારમાં જમીન-ખનીજ ખનનથી નુકસાનની દહેશત

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News