gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જૂનાગઢ: મહાદેવ ભારતી બાપુ 3 દિવસે જંગલમાંથી મળ્યા, સારવાર માટે સિવિલ હૉસ્પિટલ ખસેડાયા | mahadev bhar…

G METRO NEWS by G METRO NEWS
November 5, 2025
in GUJARAT
0 0
0
જૂનાગઢ: મહાદેવ ભારતી બાપુ 3 દિવસે જંગલમાંથી મળ્યા, સારવાર માટે સિવિલ હૉસ્પિટલ ખસેડાયા | mahadev bhar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mahadev Bharti missing Case : જૂનાગઢના પ્રતિષ્ઠિત ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતી બાપુ (2 નવેમ્બર) વહેલી સવારે આશ્રમમાંથી ગુમ થયા હતા અને તેમના નિવાસસ્થાનેથી ત્રણથી વધુ પાનાની એક સ્યુસાઇડ નોટ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. 3 દિવસની સઘન શોધખોળ બાદ મહાદેવ ભારતી બાપુ ઇટવા ઘોડી જંગલ વિસ્તારમાંથી મળી આવ્યા છે. તેમને તાત્કાલિક સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પોલીસ અને SDRFનું મેગા સર્ચ ઑપરેશન બાપુની ભાળ મેળવવા માટે જૂનાગઢ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ગિરનારના જંગલમાં વ્યાપક સ્તરે સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઑપરેશનમાં પોલીસની 8 ટીમો તહેનાત કરવામાં આવી હતી, જેમાં 300થી વધુ કર્મચારીઓ જોડાયા હતા. આ સંયુક્ત ઑપરેશનમાં 240થી વધારે પોલીસ સ્ટાફ, 40થી વધુ SDRFના જવાનો અને 30થી વધુ વન વિભાગના કર્મચારીઓ સામેલ થયા હતા.
જૂનાગઢ: મહાદેવ ભારતી બાપુ 3 દિવસે જંગલમાંથી મળ્યા, સારવાર માટે સિવિલ હૉસ્પિટલ ખસેડાયા 2 - image

સર્ચ ઑપરેશનની શરુઆત જટાશંકર મંદિરના વિસ્તાર પાસેથી કરવામાં આવી હતી. પોલીસની ટીમોએ ગિરનાર પર આવેલી વિવિધ જગ્યાઓ જેવી કે જટાશંકર મંદિર, વેલનાથ સમાધિ વિસ્તાર, માજનનું પરાગ, નખલી કેડી, ઓરિયો કૂવા વાળો વિસ્તાર અને જાંબુડા તળાવ વિસ્તારમાં સઘન શોધખોળ હાથ ધરી હતી.

આ ઉપરાંત, પોલીસે ગિરનાર પર હાજર શ્રદ્ધાળુઓ અને લોકોના ફોટા પાડી તેમનું વેરિફિકેશન પણ કર્યું હતું. ત્રણ દિવસની અથાગ મહેનત બાદ આખરે મહાદેવ ભારતી બાપુ ઇટવા ઘોડી જંગલમાંથી મળી આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ પણ વાંચો: સ્યુસાઈડ નોટ લખીને ગુમ થયેલા મહાદેવ ભારતીએ ફોન કરીને કહ્યું ‘મને લઈ જાઓ’, પોલીસ પહોંચી તો ફરી ગાયબ

મહાદેવ ભારતી બાપુએ ફોન કરી કહ્યું હતું કે મારે આશ્રમ આવવું છે

2 નવેમ્બરે મોડી રાત્રે સાડા ત્રણ વાગ્યાની આસપાસ ભારતી આશ્રમના ટ્રસ્ટીને ફોન કરીને જણાવ્યું હતું કે ‘હાલ હું જટાશંકર નજીક છું. મને અહીંથી લઈ જાઓ. મારી ભૂલ થઈ ગઈ છે. મારે આશ્રમ આવવું છે.’ 

આ ફોન કોલ પછી ભારતી આશ્રમના સંચાલકો અને સેવકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસ અને સેવકગણ તેમના છેલ્લા લોકેશન જટાશંકર પહોંચ્યા હતા. જો કે, મહાદેવ ભારતી બાપુ ત્યાંથી પણ નીકળી ગયા હતા. આ દરમિયાન પોલીસે મોબાઇલ લોકેશન અને સીસીટીવી ફૂટેજના આધારે બાપુની શોધખોળ શરુ કરી. પોલીસ દ્વારા મોબાઇલ લોકેશન, સીસીટીવી ફૂટેજ, બાતમીદારો સહિતની ટીમને કામે લગાડી મહાદેવ ભારતીની શોધખોળ કરાઈ હતી. અનેક સાધુ-સંતો મહાદેવ ભારતીને શોધવા માટે તથા તેને પરત લાવવા માટે મથામણ કરી રહ્યા હતા પરંતુ હજુ સુધી તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. 

આ પણ વાંચો: જૂનાગઢ ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતી ગુમ, ત્રણ પાનાંની સ્યુસાઈડ નોટ મળતા ચકચાર

આશ્રમમાં અનેક લોકોના આડા સંબંધનો દાવો

આશ્રમમાં રહેતા અને વહીવટ સંભાળતા અનેક શખ્સોને આશ્રમ સાથે જોડાયેલા લોકોની સાથે આડા સબંધ હોવાનો પણ સ્યુસાઇડ નોટમાં ચોંકવનારો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહિલા સાથેના સબંધના લીધે જે ફેરફાર થયા તેના કારણે આશ્રમના અન્ય સાધુને તે વાત હજમ ન થઈ અને ત્યાંથી આ વિવાદની શરુઆત થઈ હતી. ત્યારબાદ આશ્રમના અન્ય વહીવટકર્તા એક સાધુએ મળી મહાદેવ ભારતીને યેનકેન પ્રકારે માનસિક ત્રાસ આપવાનું શરુ કર્યું હતું. જેના લીધે મહાદેવ ભારતી ભારતી આશ્રમની ગુજરાતમાં અલગ-અલગ  સ્થળે આવેલ જગ્યાઓમાં ચાલ્યા જતા હતા ત્યાં પણ આ શખ્સો દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો.

અનેક લોકોએ માનસિક ત્રાસ આપ્યાનો આક્ષેપ

મહાદેવ ભારતીએ હિતેષ ઝડફીયા, કૃણાલ શીયાણી, પરેશ ઉર્ફે પરમેશ્વર ભારતી તથા અમદાવાદના નિલેશભાઈ ડોડીયા અને રોનક સોનીએ ત્રાસ આપ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે નોટમાં લખ્યું છે કે, આ બધાને તેમના કર્મની સજા મળે કે જેથી બીજા કોઈનું જીવન ઝેર ન બને અને તેમને જીવ ખોવો ન પડે. 

મને સમાધિ ન આપતા પણ દેહદાન કરી દેજો, જંગલમાં જઉં છું જેથી મારું શરીર પશુઓને કામ આવેઃ સ્યુસાઇડ નોટમાં અપીલ  

ભારતી આશ્રમના લઘુ મહંત અને મહામંડલેશ્વર મહાદેવ બાપુએ સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે કે, હું બધાના ત્રાસથી મારું જીવન પૂર્ણ કરવા જઈ રહ્યો છું, હું આજે જંગલમાં ગિરનારીના સાનિધ્યમાં મારું જીવન પૂરું કરું છું, મારી એવી ઇચ્છા છે કે મારે મારું શરીર જીવતા તો કોઈને કામ આવ્યું હોય કે ન આવ્યું હોય પણ મર્યા પછી આ જીવન જંગલી પશુઓને કામ આવે એટલા માટે હું જંગલમાં જઈ રહ્યું છું, કદાચ મારું શરીર હેમખેમ મળે તો આ શરીરને સમાધિ ન આપતા અને દેહદાન કરી દેજો. કેમ કે, મારે આશ્રમમાં જમીન નથી રોકવી. મેં દેહદાનનો સંકલ્પ પણ કર્યો છે, સિવિલમાં ફોર્મ ભરવું હતું પરંતુ શક્ય ન બનતા સંજયભાઈ સાથે ફોનમાં વાત કરી છે અને તેનું રેકોર્ડિંગ પણ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઘોઘા પોલીસ મથકના પીઆઇ સહિત પોલીસ કર્મચારી પર ટોળાનો હુમલો | Mob attacks police personnel including P…
GUJARAT

ઘોઘા પોલીસ મથકના પીઆઇ સહિત પોલીસ કર્મચારી પર ટોળાનો હુમલો | Mob attacks police personnel including P…

May 13, 2026
સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી નવી ગાઈડલાઈન અમલમાં , અમદાવાદમાં ચાર પ્રકારનો કચરો ફરજિયાત અલગ કરી આપવો …
GUJARAT

સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી નવી ગાઈડલાઈન અમલમાં , અમદાવાદમાં ચાર પ્રકારનો કચરો ફરજિયાત અલગ કરી આપવો …

May 13, 2026
સપ્તઋષિના આરાથી જગન્નાથ મંદિર સુધી ૩૫ મંદિરોનો જીર્ણોધ્ધાર કરી પાથવે બનાવવા પહેલું ૨૦ કરોડનું ટેન્ડર…
GUJARAT

સપ્તઋષિના આરાથી જગન્નાથ મંદિર સુધી ૩૫ મંદિરોનો જીર્ણોધ્ધાર કરી પાથવે બનાવવા પહેલું ૨૦ કરોડનું ટેન્ડર…

May 13, 2026
Next Post
જામનગરમાં ગુરુદ્વારામાં આજે ગુરુનાનક દેવજીની 556મી જન્મ જયંતિની હર્ષો ઉલ્લાસથી ઉજવણી કરાઈ | Guru Nan…

જામનગરમાં ગુરુદ્વારામાં આજે ગુરુનાનક દેવજીની 556મી જન્મ જયંતિની હર્ષો ઉલ્લાસથી ઉજવણી કરાઈ | Guru Nan...

સિંધી સમાજ અને સિંધી સમાજના ઇષ્ટદેવનું અપમાન કરતા શબ્દોનું ઉચ્ચારણ કરનાર સામે જામનગરના સિંધી યુવા સં…

સિંધી સમાજ અને સિંધી સમાજના ઇષ્ટદેવનું અપમાન કરતા શબ્દોનું ઉચ્ચારણ કરનાર સામે જામનગરના સિંધી યુવા સં...

જામનગરમાં કન્સ્ટ્રક્શનના ધંધાર્થી અને તેના મિત્ર પર જૂની અદાવતના મનદુખમાં હીચકારો હુમલો : 11 શખ્સો સ…

જામનગરમાં કન્સ્ટ્રક્શનના ધંધાર્થી અને તેના મિત્ર પર જૂની અદાવતના મનદુખમાં હીચકારો હુમલો : 11 શખ્સો સ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખના રાજીનામાની માગ ઉઠી | Demands for resignation of Vadodara City Congress…

વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખના રાજીનામાની માગ ઉઠી | Demands for resignation of Vadodara City Congress…

2 days ago
ભારત-EFTA વેપાર કરાર ૧ ઓક્ટોબરથી અમલમાં આવશે | India EFTA trade agreement to come into effect from O…

ભારત-EFTA વેપાર કરાર ૧ ઓક્ટોબરથી અમલમાં આવશે | India EFTA trade agreement to come into effect from O…

8 months ago
મારી બહેન સાથે કેમ ફરે છે કહી યુવકને આંતરી પાંચ શખ્સોનો હુમલો | Five men attacked a young man after …

મારી બહેન સાથે કેમ ફરે છે કહી યુવકને આંતરી પાંચ શખ્સોનો હુમલો | Five men attacked a young man after …

2 months ago
VIDEO | અમદાવાદ: મીઠાખળીમાં લિફ્ટમાં ફસાયેલા વૃદ્ધનું દિલધડક રેસ્ક્યૂ, ભારે જહેમત બાદ દોરડા વડે સુરક…

VIDEO | અમદાવાદ: મીઠાખળીમાં લિફ્ટમાં ફસાયેલા વૃદ્ધનું દિલધડક રેસ્ક્યૂ, ભારે જહેમત બાદ દોરડા વડે સુરક…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News