![]()
વડોદરાઃ ઓ પી રોડની ખાનગી કંપનીમાં ૨.૨૫ કરોડની ઉચાપતના કેસના બીજા એક આરોપીને અકોટા પોલીસે ઝડપી પાડયો હતો.
ઓ પી રોડ વિસ્તારની જગતાત મિનરલ અને બી ડી પટેલ ક્વોરીના એકાઉન્ટ નું કામ સંભાળતા કર્મચારી અને તેના સાગરીતે ડુપ્લિકેટ સહી કરી તેમજ ઓનલાઇન ટ્રાન્જેક્શન કરી રૃ.૨.૨૫ કરોડની ઉચાપત કરતાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.
આ કેસમાં અકોટા પોલીસે ધુ્રમિલ કલ્પેશ કુમાર સોની(રાજધાની સોસાયટી,હરણી-વારસિયા રિંગરોડ) અને મેહુલ મંગલદાસ પ્રજાપતિ(અક્ષર પ્રાઇડ,અટલાદરા,અર્થ એમ્પાયર પાછળ) સામે ગુનો નોંધી અગાઉ ધુ્રમિલની ધરપકડ કરી હતી.જ્યારે હવે મેહુલની ધરપકડ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે.જો કે પોલીસે હજી કોઇ રિકવરી કરી નથી.










