gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘જેને જવું હોય જાય, હું બળજબરી નહીં કરું…’ TMCમાં બળવાના સંકેત વચ્ચે મમતાનું મોટું નિવેદન | mamata…

G METRO NEWS by G METRO NEWS
May 16, 2026
in INDIA
0 0
0
‘જેને જવું હોય જાય, હું બળજબરી નહીં કરું…’ TMCમાં બળવાના સંકેત વચ્ચે મમતાનું મોટું નિવેદન | mamata…
0
VIEWS
Share on FacebookShare on Twitter

TMC Review Meeting: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં સત્તા ગુમાવ્યા બાદ અને વર્ષો પછી સૌથી મોટા રાજકીય ઝટકાનો સામનો કરી રહેલા તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સુપ્રીમો મમતા બેનરજી હવે સંગઠનને નવા સ્તરેથી બેઠું કરવાની કવાયતમાં લાગી ગયા છે. કોલકાતાના કાલીઘાટ સ્થિત પોતાના નિવાસસ્થાને મમતા બેનરજીએ ચૂંટણી લડનારા પક્ષના તમામ ઉમેદવારો સાથે એક મહત્ત્વની સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનરજી પણ હાજર રહ્યા હતા. હાર બાદ પાર્ટીમાં ચાલી રહેલા આંતરિક વિખવાદ અને નેતાઓના પક્ષપલટાની અટકળો વચ્ચે મમતા બેનરજીએ સ્પષ્ટ કરી દીધું છે કે જેઓ પાર્ટી છોડવા માંગે છે, તેઓ જવા માટે સંપૂર્ણ આઝાદ છે.

‘જેમને જવું હોય તે જાય, હું જબરદસ્તીથી નહીં રોકું’

પાર્ટીના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બેઠકમાં મમતા બેનરજીએ નેતાઓના પક્ષપલટાના અહેવાલો પર ખુલ્લીને વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘જે લોકો બીજી પાર્ટીઓમાં જઈ રહ્યા છે, તેમને જવા દો. હું સંગઠનને ફરીથી નવેસરથી ઊભું કરીશ. જે લોકો મારી સાથે રહી રહ્યા છે, તેમને મારી વિનંતી છે કે જે પણ પાર્ટી ઑફિસને નુકસાન થયું છે તેને ફરીથી સરખી કરો, તેના પર રંગ-રોગાન કરો અને તેને ફરીથી શરૂ કરો. જો જરૂર પડશે તો હું પોતે પણ એ ઑફિસને પેઇન્ટ કરીશ, પરંતુ તૃણમૂલ કોંગ્રેસ ક્યારેય ઝૂકશે નહીં.’ આ અગાઉ 5 મેના રોજ ચૂંટણી પરિણામોના બીજા દિવસે પણ તેમણે આ જ વાતનું પુનરાવર્તન કર્યું હતું કે તેઓ કોઈને પણ પાર્ટીમાં જબરદસ્તીથી રોકી રાખવામાં વિશ્વાસ નથી ધરાવતા.

ટીએમસીએ સોશિયલ મીડિયા પર આક્રોશ વ્યક્ત કર્યો 

શનિવારની આ સમીક્ષા બેઠક બાદ ટીએમસીના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ ‘X’પર નેતાઓની તસવીરો શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં લખવામાં આવ્યું કે, ‘આજે અમારા માનનીય ચેરપર્સન મમતા બેનરજી અને રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનરજીએ કાલીઘાટ ખાતે તમામ ઉમેદવારો સાથે મુલાકાત કરી છે. આ એવા નેતાઓ છે જેમણે અકલ્પનીય અત્યાચારો અને સતત મળતી ધમકીઓ છતાં અદભુત હિંમત સાથે ચૂંટણી લડી છે. તૃણમૂલ કોંગ્રેસ એક પરિવારની જેમ એકજૂથ થઈને ઊભી છે. જેમણે જનતાનો જનાદેશ લૂંટ્યો છે, તેમની સામે અમે ક્યારેય નહીં ઝૂકીએ અને અંતે જીત હંમેશા સત્યની જ થશે.’

ચૂંટણી પરિણામોમાં લાગ્યો મોટો આંચકો

તાજેતરમાં સંપન્ન થયેલી બંગાળ વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસનો ગઢ સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયો છે અને પાર્ટી સત્તા પરથી સીધી વિપક્ષની બેંચ પર આવી ગઈ છે. રાજ્યની કુલ 294 વિધાનસભા બેઠકોમાંથી ટીએમસી માત્ર 80 બેઠકો પર જ સમેટાઈ ગઈ છે. પાર્ટીએ 291 બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા હતા, જ્યારે 3 બેઠકો તેના સહયોગી પક્ષ બીજીપીએમ (BGPM)ને આપી હતી. ચૂંટણી લડનારા 291 ઉમેદવારોમાંથી 211 ઉમેદવારો પોતાની બેઠક હારી ગયા છે, જેમાં મમતા સરકારના કેટલાય દિગ્ગજ નેતાઓ અને મંત્રીઓ સામેલ છે.

આ પણ વાંચો: સરકારનો મોટો નિર્ણય: પેટ્રોલની નિકાસ પર ₹3 વિન્ડફોલ ટેક્સ ઝીંકાયો, ડીઝલ-ATF પર રાહત

મમતા બેનરજી પણ પોતાની બેઠક હાર્યા, જનાદેશ લૂંટાયાનો આક્ષેપ

આ ચૂંટણીમાં સૌથી મોટો આંચકો ખુદ મમતા બેનરજીને લાગ્યો છે, જેઓ પોતાના ગઢ ગણાતી ભવાનીપુર બેઠક પરથી જ ચૂંટણી હારી ગયા છે. આ કારમી હારની સમીક્ષા વચ્ચે ટીએમસીએ ફરી એકવાર ચૂંટણીના પરિણામો સામે સવાલો ઉઠાવ્યા છે. મમતા બેનરજીએ યોજાયેલી બેઠકમાં ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું કે, જનતાના જનાદેશને સદંતર રીતે ‘લૂંટવામાં’ અને ‘ચોરવામાં’ આવ્યો છે. મમતા બેનરજી પક્ષને ફરી બેઠો કરવા માટે હવે નવી વ્યૂહનીતિ સાથે આગળ વધવાની તૈયારી કરી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સરકારનો મોટો નિર્ણય: પેટ્રોલની નિકાસ પર ₹3 વિન્ડફોલ ટેક્સ ઝીંકાયો, ડીઝલ-ATF પર રાહત | Windfall Tax o…
INDIA

સરકારનો મોટો નિર્ણય: પેટ્રોલની નિકાસ પર ₹3 વિન્ડફોલ ટેક્સ ઝીંકાયો, ડીઝલ-ATF પર રાહત | Windfall Tax o…

May 16, 2026
વિદેશ જનારાઓ પર વધારાનો ટેક્સ ઝીંકાશે? ખુદ PM મોદીએ સોશિયલ મીડિયા પર આપ્યો જવાબ | PM Modi Slams Rumo…
INDIA

વિદેશ જનારાઓ પર વધારાનો ટેક્સ ઝીંકાશે? ખુદ PM મોદીએ સોશિયલ મીડિયા પર આપ્યો જવાબ | PM Modi Slams Rumo…

May 16, 2026
નયા ભારત : પેટ્રોલ ડીઝલ મોંઘા, મોંઘું એટલું સારું !! | Naya Bharat: Petrol diesel are expensive the …
INDIA

નયા ભારત : પેટ્રોલ ડીઝલ મોંઘા, મોંઘું એટલું સારું !! | Naya Bharat: Petrol diesel are expensive the …

May 16, 2026
Next Post
RTE હેઠળ 73000થી વધુ બાળકોના એડમિશન કન્ફર્મ, હવે 10000થી વધુ બેઠક માટે બીજો રાઉન્ડ હાથ ધરાશે | Gujar…

RTE હેઠળ 73000થી વધુ બાળકોના એડમિશન કન્ફર્મ, હવે 10000થી વધુ બેઠક માટે બીજો રાઉન્ડ હાથ ધરાશે | Gujar...

સરકારનો મોટો નિર્ણય: પેટ્રોલની નિકાસ પર ₹3 વિન્ડફોલ ટેક્સ ઝીંકાયો, ડીઝલ-ATF પર રાહત | Windfall Tax o…

સરકારનો મોટો નિર્ણય: પેટ્રોલની નિકાસ પર ₹3 વિન્ડફોલ ટેક્સ ઝીંકાયો, ડીઝલ-ATF પર રાહત | Windfall Tax o...

અમદાવાદ: સાંતેજ-વડસર રોડ પર ખાનગી કંપનીમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટનાસ્થળે | Massive Fire …

અમદાવાદ: સાંતેજ-વડસર રોડ પર ખાનગી કંપનીમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટનાસ્થળે | Massive Fire ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં ભયજનક બાંધકામોને ચોમાસા પહેલાં સેઈફ સ્ટેજે લઈ જવાની સુચના આપતી મહાનગરપાલિકા | JMC advises …

જામનગરમાં ભયજનક બાંધકામોને ચોમાસા પહેલાં સેઈફ સ્ટેજે લઈ જવાની સુચના આપતી મહાનગરપાલિકા | JMC advises …

1 year ago
અમદાવાદના માણેકચોકમાં ગ્રાહક બનીને મહિલાએ કરી લાખોની ચોરી, સોનાની 4 બંગડીઓ બગલમાં સંતાડીને ફરાર | ma…

અમદાવાદના માણેકચોકમાં ગ્રાહક બનીને મહિલાએ કરી લાખોની ચોરી, સોનાની 4 બંગડીઓ બગલમાં સંતાડીને ફરાર | ma…

1 day ago
બંગાળમાં યાદીમાંથી બહાર કરાયેલા 34 લાખ લોકો મતદાન નહીં કરી શકે | 34 lakh people excluded from the li…

બંગાળમાં યાદીમાંથી બહાર કરાયેલા 34 લાખ લોકો મતદાન નહીં કરી શકે | 34 lakh people excluded from the li…

1 month ago
સતત 3 દિવસ સંસદ ઠપ રહેતા પ્રજાના રૂ. 23 કરોડનો ધુમાડો, એક મિનિટનો ખર્ચો 2.5 લાખ પાણીમાં! | 23 crore …

સતત 3 દિવસ સંસદ ઠપ રહેતા પ્રજાના રૂ. 23 કરોડનો ધુમાડો, એક મિનિટનો ખર્ચો 2.5 લાખ પાણીમાં! | 23 crore …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News