gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જ્યારે આશ્રમ રોડ અમદાવાદનો ‘મરીન ડ્રાઈવ’ ગણાતો! જાણો રિલીફ રોડ અને પ્રેમ દરવાજાના નામ પાછળનો ઈતિહાસ …

G METRO NEWS by G METRO NEWS
April 23, 2026
in GUJARAT
0 0
0
જ્યારે આશ્રમ રોડ અમદાવાદનો ‘મરીન ડ્રાઈવ’ ગણાતો! જાણો રિલીફ રોડ અને પ્રેમ દરવાજાના નામ પાછળનો ઈતિહાસ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: રીચી રોડ, રીડ રોડ, જોર્ડન રોડ કે તિલક માર્ગ આવાં નામ સાંભળીને કોઈ રિક્ષા કે ટેક્સીવાળો તમને ત્યાં લઈ જાય ખરો? પરંતુ તમને જાણીને નવાઈ થશે કે આ નામ આપણા અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતા ગાંધી રોડ, રિલીફ રોડ તેમજ પ્રેમ દરવાજા રોડના છે. અમદાવાદના રસપ્રદ ઇતિહાસમાં આજે કેટલાક ખ્યાતનામ માર્ગ અને સ્થાપત્યની વાત કરીશું.

આશ્રમ રોડ અમદાવાદનો મરીન ડ્રાઈવ

સાબરમતી અને કોચરબ આશ્રમ જેવા બે ઐતિહાસિક સ્થળોને જોડતો તેમજ કાશીવિશ્વનાથ મહાદેવ સંન્યાસ આશ્રમ જેવી જગ્યા ધરાવતો આશ્રમ રોડ માત્ર એક રસ્તો નથી, પરંતુ શહેરની શાન અને ભવ્યતાનું પ્રતીક છે. એક સમયે આ આશ્રમ રોડને મુંબઈના મરીન ડ્રાઈવ જેવો ગણવામાં આવતો હતો. નદીની લહેરો, વિશાળ રસ્તો અને તેની આસપાસ વિકસેલી આધુનિક ઈમારતોને કારણે આશ્રમ રોડ તે સમયે શહેરનું સૌથી મોભાદાર સરનામું હતું. જ્યારે આજે સી.જી. રોડ, એસ.જી. હાઈવે વગેરે વિસ્તારોએ પોશ એરિયાની ઓળખ લઈ લીધી છે.

અમદાવાદનો ઈતિહાસ અને તેના વિકાસની ગાથા અત્યંત રસપ્રદ છે. ખાસ કરીને તેના રસ્તા અને ઓળખ સમાન દરવાજાઓના નિર્માણ અને તેના નામની કહાણીઓ પણ ખૂબ જાણવા જેવી છે.

રીચી રોડ આધુનિકીકરણનું પ્રથમ પગલું

શહેરના આધુનિકીકરણ અને સુધારાઈનું પ્રથમ અને મહત્વનું પગલું ત્રણ દરવાજાથી પાંચકૂવા સુધી બનાવેલો રીચી રોડ હતો. રતનપોળ, પતાસાપોળ, ઢીંકવા ચોક, બાલા હનુમાન તેમજ અમૃતલાલની પોળ જેવી ગીચ વસ્તી ધરાવતી પોળોને બે ભાગમાં વહેંચીને આ રોડ બનાવવામાં આવ્યો હતો.

રાજમાર્ગ તરીકે ઓળખાવા લાગ્યો રોડ

સમયના વહેણ સાથે, એક સમયે રાજમાર્ગ તરીકે ઓળખાતો આ રોડ આજે ગાંધી રોડના નામથી પ્રખ્યાત છે. આ એ સમય હતો જ્યારે અમદાવાદ આધુનિકતા તરફ ડગ માંડી રહ્યું હતું. ધીમે-ધીમે ગાંધી રોડ પર વિકસતી બજાર અને લોકોની ચહેલ-પહેલને કારણે તે સાંકડો બન્યો. તે જ સમયે રેલવે સ્ટેશન સુધી પહોંચવા માટે એક ટ્રાફિકમુક્ત રસ્તાની જરૂર ઊભી થતાં સરદાર પટેલ (જ્યારે તેઓ મ્યુનિસિપાલિટીમાં હતા ત્યારે) અને મહાનુભાવોની દૂરંદેશીથી ગાંધી રોડને સમાંતર તિલક માર્ગનું નિર્માણ કરાયું, જે આજે રિલીફ રોડ તરીકે ઓળખાય છે. એ સમયે બનેલો આ આધુનિક રસ્તો આખા શહેરમાં આકર્ષણનું કેન્દ્ર હતો.

પાંચકૂવા નામ પાછળનો ઈતિહાસ

દિલ્હી ચકલાથી પૂર્વ તરફ એટલે કે હાલના પ્રેમ દરવાજા તરફ પણ જોર્ડન રોડ નામનો એક નવો માર્ગ કંડારવામાં આવ્યો હતો. રસ્તાઓને મહાનુભાવોના નામ આપવાની પરંપરા ખૂબ જૂની છે. બ્રિટિશકાળમાં બનેલા રીચી રોડનું નામ સર જેમ્સ રીચીના નામ પરથી અને જોર્ડન રોડનું નામ આર્થર જોર્ડનના નામ પરથી રાખવામાં આવ્યું હતું. જ્યારે લોકમાન્ય તિલકના સન્માનમાં આજના રિલીફ રોડને તિલક માર્ગ નામ અપાયું હતું.

પ્રેમ દરવાજા નામ પાછળનો ઈતિહાસ

દરિયાપુર સ્થિત પ્રેમ દરવાજા માટે પહેલા પ્રિન્સ વેલ્સ કે એલિસ જેવા નામ વિચારાયા હતા, પરંતુ નગરશેઠ પ્રેમાભાઈના નામ પરથી આખરે પ્રેમ દરવાજા નામ પ્રચલિત થયું. તેવી જ રીતે, પાંચ કૂવા આવેલા હોવાને કારણે તે વિસ્તારના દરવાજાને લોકોએ પાંચકૂવા દરવાજા તરીકે ઓળખવાનું શરૂ કરી દીધું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામજોધપુર નજીક મોટી ગોપમાં રહેતી પરણિત યુવતીએ કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લઈ આપઘાત કરી લેતાં ચકચાર …
GUJARAT

જામજોધપુર નજીક મોટી ગોપમાં રહેતી પરણિત યુવતીએ કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લઈ આપઘાત કરી લેતાં ચકચાર …

April 23, 2026
જામનગરમાં આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટાબાજી કરતા બે વેપારીઓ ઝડપાયા : ક્રિકેટની આઈડી આપનાર મુખ્ય બુકી…
GUJARAT

જામનગરમાં આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટાબાજી કરતા બે વેપારીઓ ઝડપાયા : ક્રિકેટની આઈડી આપનાર મુખ્ય બુકી…

April 23, 2026
જામનગરમાં જામીનનો ભંગ કરનાર ત્રિપુટિ ઝડપાઈ : ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ ફરી કસ્ટડીમાં | Bail viola…
GUJARAT

જામનગરમાં જામીનનો ભંગ કરનાર ત્રિપુટિ ઝડપાઈ : ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ ફરી કસ્ટડીમાં | Bail viola…

April 23, 2026
Next Post
ગુજરાત બન્યું ભઠ્ઠી! આગામી 48 કલાક ભારે, આ શહેરોમાં પારો 41 ડિગ્રીને પાર, જાણો બચવાના ઉપાયો | Gujara…

ગુજરાત બન્યું ભઠ્ઠી! આગામી 48 કલાક ભારે, આ શહેરોમાં પારો 41 ડિગ્રીને પાર, જાણો બચવાના ઉપાયો | Gujara...

ખેડૂતોને પડતા પર પાટું: યુદ્ધની અસર ગુજરાતના ખેતરો સુધી પહોંચી, DAP ખાતરની ભારે અછત | War Impact Hit…

ખેડૂતોને પડતા પર પાટું: યુદ્ધની અસર ગુજરાતના ખેતરો સુધી પહોંચી, DAP ખાતરની ભારે અછત | War Impact Hit...

સેવાનું સ્વપ્ન કે મેવાનો મોહ? માત્ર 15 હજાર પગાર છતાં કાઉન્સિલર બનવા કરોડપતિ અને MBA ઉમેદવારોની કતાર…

સેવાનું સ્વપ્ન કે મેવાનો મોહ? માત્ર 15 હજાર પગાર છતાં કાઉન્સિલર બનવા કરોડપતિ અને MBA ઉમેદવારોની કતાર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ભારતે 48 કલાકની લડાઈ 8 જ કલાકમાં પૂરી કરી દીધી’, CDS અનિલ ચૌહાણનું મોટું નિવેદન | cds anil chauhan …

‘ભારતે 48 કલાકની લડાઈ 8 જ કલાકમાં પૂરી કરી દીધી’, CDS અનિલ ચૌહાણનું મોટું નિવેદન | cds anil chauhan …

11 months ago
ગુલબાનુ અને તેના પ્રેમીએ ક્રૂરતાની હદ વટાવી.. પત્નીએ પગ પકડ્યા,પ્રેમીએ ઓશિકાથી મોં દબાવ્યું, મામાએ ફ…

ગુલબાનુ અને તેના પ્રેમીએ ક્રૂરતાની હદ વટાવી.. પત્નીએ પગ પકડ્યા,પ્રેમીએ ઓશિકાથી મોં દબાવ્યું, મામાએ ફ…

5 months ago
હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં મોટી દુર્ઘટના, ઘોડાપૂર આવતાં 20 શ્રમિકો તણાયા, તમામના મોતની આશંકા

હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં મોટી દુર્ઘટના, ઘોડાપૂર આવતાં 20 શ્રમિકો તણાયા, તમામના મોતની આશંકા

10 months ago
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે હુમલો : 5 સામે પોલીસ ફરિયાદ | Yout…

જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે હુમલો : 5 સામે પોલીસ ફરિયાદ | Yout…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News