gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત બન્યું ભઠ્ઠી! આગામી 48 કલાક ભારે, આ શહેરોમાં પારો 41 ડિગ્રીને પાર, જાણો બચવાના ઉપાયો | Gujara…

G METRO NEWS by G METRO NEWS
April 23, 2026
in GUJARAT
0 0
0
ગુજરાત બન્યું ભઠ્ઠી! આગામી 48 કલાક ભારે, આ શહેરોમાં પારો 41 ડિગ્રીને પાર, જાણો બચવાના ઉપાયો | Gujara…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Heatwave Alert: છેલ્લાં બે ત્રણ દિવસથી આકાશમાંથી જાણે અગનગોળા વરસી રહ્યાં હોય તેવું લોકો અનુભવી રહ્યાં છે. ગુજરાત કાળઝાળ ગરમીમાં શેકાયું છે પરિણામે લોકોએ ઘરની બહાર નીકળવાનું પણ ટાળ્યું છે. શહેરોમાં વાહનોથી ધમધમતા માર્ગો પર સૂનસાન બન્યાં હતાં. ભરબપોરે જનતા કરફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

શહેરોમાં બપોરે જનતા કરફ્યુ જેવો માહોલ 

આ સ્થિતિમાં જો હિટસ્ટ્રોકના દર્દીઓને તાકીદે સારવાર મળી રહે તે હેતુસર રાજ્ય આરોગ્ય વિભાગે તમામ જિલ્લા અને સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં હિટ મેનેજમેન્ટ રૂમ ઊભા કર્યા છે. આ ઉપરાંત હિટવેવની સ્થિતિમાં શું કરવું તે અંગે રાજ્ય આરોગ્ય વિભાગે ખાસ એડવાઈઝરી પણ જાહેર કરી છે. હવામાન ખાતાએ વ્યક્ત કરેલી સંભાવના મુજબ, આગામી 48 કલાકમાં ઉષ્ણતામાન આંકમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાશે.

રાજકીય ગરમાવો વધ્યો, પણ આકરી ગરમીએ જનતાને બેહાલ કરી

એક તરફ, મહાનગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે બીજી તરફ, રાજ્યમાં કાળઝાળ ગરમીમાં ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. વધતી ગરમીને લીધે લોકો બપોરે ઘરમાં જ પુરાઈ રહ્યાં હતાં. ગરમીથી બચવા લોકોએ શેરડીના રસથી માંડીને જ્યુસ સહિતના ઠંડાપીણાનો સહારો લેવો પડ્યો હતો. બે ત્રણ દિવસથી અતિશય ગરમીને લીધે લૂ લાગવાના કેસો પણ વધ્યાં છે.

હિટવેવની સ્થિતિમાં શું કરવું ?

– હિટવેવ હોય તો બપોરે 1થી 4 દરમિયાન કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળવું.

– કામથી બહાર નીકળવાનું થાય ત્યારે માથા ઉપર ટોપી અથવા ભીનું કપડું રાખવું.

– હળવા રંગના અને સુતરાઉ કપડાં પહેરવા

– વડીલો, બાળકો અને સગર્ભાઓની વિશેષ કાળજી લેવી

– વધુ પ્રમાણમાં પાણી, છાસ, લીંબુ શરબત, નાળિયેર પાણીનું સેવન કરવું

– જો ચક્કર આવવા, તરસ લાગવી, માથાનો દુખાવો, બેભાન થવું, આવા લક્ષણો દેખાય, તો આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો.

– સરકારી હોસ્પિટલો, સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં પૂરતી માત્રામાં ORS, દવા અને આઈસ-પેક પૂરતાં પ્રમાણમાં રાખવાની સૂચના

48 કલાકમાં ગરમી બે-ત્રણ ડિગ્રી વધશે..ક્યાં સૌથી વધુ તાપમાન?

શહેર તાપમાન શહેર તાપમાન
અમરેલી 40.8 ભુજ 37
અમદાવાદ 40.8 સુરત 36.8
રાજકોટ 40.4 ડીસા 37.1
ગાંધીનગર 40.2 કંડલા 35.8
વડોદરા 40.4 ભાવનગર 38
સુરેન્દ્રનગર 40.5

આ પણ વાંચો: સેવાનું સ્વપ્ન કે મેવાનો મોહ? માત્ર 15 હજાર પગાર છતાં કાઉન્સિલર બનવા કરોડપતિ અને MBA ઉમેદવારોની કતાર

હિટસ્ટ્રોક રોકવા NCDCની ગાઈડલાઈન લાગુ કરવા આદેશ

હિટવેવની સ્થિતિને જોતાં હિટસ્ટ્રોકના કેસો વધે નહીં તે માટે આરોગ્ય વિભાગે નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવા બધા જિલ્લા આરોગ્ય કેન્દ્રોને સૂચના આપી છે. આ ઉપરાંત ઇન્ટિગ્રેટેડ હેલ્થ ઇન્ફોર્મેશન પ્લેટફોર્મ થકી હિટસ્ટ્રોકના કેસોનું સઘન દૈનિક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. હિટસ્ટ્રોકને લઈને આરોગ્ય કર્મીઓને વિશેષ તાલીમ આપવામાં આવી છે જેથી દર્દીઓને ત્વરિત સારવાર મળી રહે.

ગરમીના પ્રકોપ સામે લડવા આરોગ્ય વિભાગ સજ્જ

હજુ બે-ચાર દિવસ સુધી હિટવેવની સ્થિતિ યથાવત રહેશે તેવી આગાહીને જોતાં આરોગ્ય વિભાગે જિલ્લાઓમાં ‘હીટ-હેલ્થ એક્શન પ્લાન’ કાર્યરત કર્યો છે. બધીય સરકારી હોસ્પિટલોમાં પૂરતી માત્રામાં દવાઓ, ઓઆરએસ અને આઈસ પેકનો સ્ટોક સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ છે. આ ઉપરાંત દરેક જિલ્લા અને સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પાંચ અને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં બે બેડના સમર્પિત ‘હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ રૂમ’ની સુવિધા પણ ઊભી કરાઈ છે.

ગુજરાત બન્યું ભઠ્ઠી! આગામી 48 કલાક ભારે, આ શહેરોમાં પારો 41 ડિગ્રીને પાર, જાણો બચવાના ઉપાયો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગર-રાજકોટ હાઇવે પર હિટ એન્ડ રનનો બનાવ : પગપાળા દર્શનાર્થે જતા દંપતીને બાઈકચાલકે ઠોકર મારી ઇજાગ્ર…
GUJARAT

જામનગર-રાજકોટ હાઇવે પર હિટ એન્ડ રનનો બનાવ : પગપાળા દર્શનાર્થે જતા દંપતીને બાઈકચાલકે ઠોકર મારી ઇજાગ્ર…

April 23, 2026
જામજોધપુર નજીક મોટી ગોપમાં રહેતી પરણિત યુવતીએ કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લઈ આપઘાત કરી લેતાં ચકચાર …
GUJARAT

જામજોધપુર નજીક મોટી ગોપમાં રહેતી પરણિત યુવતીએ કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લઈ આપઘાત કરી લેતાં ચકચાર …

April 23, 2026
જામનગરમાં આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટાબાજી કરતા બે વેપારીઓ ઝડપાયા : ક્રિકેટની આઈડી આપનાર મુખ્ય બુકી…
GUJARAT

જામનગરમાં આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટાબાજી કરતા બે વેપારીઓ ઝડપાયા : ક્રિકેટની આઈડી આપનાર મુખ્ય બુકી…

April 23, 2026
Next Post
ખેડૂતોને પડતા પર પાટું: યુદ્ધની અસર ગુજરાતના ખેતરો સુધી પહોંચી, DAP ખાતરની ભારે અછત | War Impact Hit…

ખેડૂતોને પડતા પર પાટું: યુદ્ધની અસર ગુજરાતના ખેતરો સુધી પહોંચી, DAP ખાતરની ભારે અછત | War Impact Hit...

સેવાનું સ્વપ્ન કે મેવાનો મોહ? માત્ર 15 હજાર પગાર છતાં કાઉન્સિલર બનવા કરોડપતિ અને MBA ઉમેદવારોની કતાર…

સેવાનું સ્વપ્ન કે મેવાનો મોહ? માત્ર 15 હજાર પગાર છતાં કાઉન્સિલર બનવા કરોડપતિ અને MBA ઉમેદવારોની કતાર...

અમદાવાદમાં ઈન્સ્ટાગ્રામ સ્ટોરી મુદ્દે લોહિયાળ ખેલ! જુહાપુરામાં 19 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા…

અમદાવાદમાં ઈન્સ્ટાગ્રામ સ્ટોરી મુદ્દે લોહિયાળ ખેલ! જુહાપુરામાં 19 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુનાઈટેડ વે ગરબામાં કિસ કરતા કપલની અશ્લીલ હરકતનો વીડિયો વાયરલ | Video of obscene act of gay couple k…

યુનાઈટેડ વે ગરબામાં કિસ કરતા કપલની અશ્લીલ હરકતનો વીડિયો વાયરલ | Video of obscene act of gay couple k…

7 months ago
ખેડૂતોની માઠીઃપાકના ફટકા બાદ હવે વળતરના ફોર્મ ભરવામાં ડખા,લાંબી કતારો અને સર્વર ડાઉન | Farmers face …

ખેડૂતોની માઠીઃપાકના ફટકા બાદ હવે વળતરના ફોર્મ ભરવામાં ડખા,લાંબી કતારો અને સર્વર ડાઉન | Farmers face …

5 months ago
કોંગ્રેસ આતંકવાદીઓને ખભે બેસાડી દેશના ભાગલા પાડવા માંગે છે: આસામમાં PM મોદીનું સંબોધન | PM Modi In A…

કોંગ્રેસ આતંકવાદીઓને ખભે બેસાડી દેશના ભાગલા પાડવા માંગે છે: આસામમાં PM મોદીનું સંબોધન | PM Modi In A…

2 months ago
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા બાકી વેરો નહીં ભરતા 14 દુકાનો સીલ | Karamsad Anand Municipal Corporat…

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા બાકી વેરો નહીં ભરતા 14 દુકાનો સીલ | Karamsad Anand Municipal Corporat…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News