![]()
અમદાવાદ, શનિવાર
વટવા જીઆઇડીસી રોડ ઉપર પૂરઝડપે જતી કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ હતી. જોરદાર ટક્કરના કારણે કાર ચાલક યુવકનું સ્થળ ઉપર જ મોત થયું હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં પોલીસ દોડતી થઇ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં પત્નીને સાસરીમાં લેવા યુવક જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત થયો હતો. જો કે પરિવારજનોએ આ અંગે પોલીસ ફરિયાદ કરવાનો ઇન્કાર કર્યો હતો.
વટવામાં પૂરઝડપે જતી કાર ધાડાકાભેર અથડાઈ, ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં પોલીસ દોડતી થઇ આ અંગે પરિવારજનાએ ફરિયાદ કરવાનો ઇન્કાર કર્યો
ગાંધીનગર માણસા તાલુકાના ગામમાં રહેતા યુવક પત્નીને સાસરીમાં જતા હતા. ગઇકાલે મોડી રાતે કાર લઇને પૂરઝડપે જશોદાનગરથી હાથીજણ રોડ ઉપરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર રોડ પર આવેલી એક કંપનીના મુખ્ય ગેટ પાસેના બાવળના ઝાડ સાથે ધડાકાભેર અથડાઇ હતી.
જેના કારણે માથામાં ગંભીર ઇજાઓ થતા સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. આ અંગે ટ્રાફિક જે ડિવિઝન પોલીસે તપાસ કરતા યુવકે સાસરે જતા હતા. સમયે અકસ્માત સર્જાયો હતો. જો કે સીસીટીવી ફૂટેજથી તપાસ કરતાં કાર ૬૦ની સ્પીડે જતી હતી.










