gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઝારખંડમાં છઠ પૂજામાં 5 બાળકો ડૂબ્યાં, બે દિવસમાં કુલ 11 મોત | chhath puja five more drown in jharkha…

G METRO NEWS by G METRO NEWS
October 28, 2025
in INDIA
0 0
0
ઝારખંડમાં છઠ પૂજામાં 5 બાળકો ડૂબ્યાં, બે દિવસમાં કુલ 11 મોત | chhath puja five more drown in jharkha…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jharkhand Chhath Puja Incident: ઝારખંડમાં સોમવારે છઠના પવિત્ર પર્વ નિમિત્તે પૂજા દરમિયાન વિવિધ સ્થળોએ પાંચથી વધુ બાળકો ડૂબ્યા હોવાના અહેવાલ છે. જેના કારણે છેલ્લા બે દિવસમાં રાજ્યમાં ડૂબીને મૃત્યુ પામેલા કુલ મૃત્યુઆંક 11 થયો છે. પોલીસે જણાવ્યું હતું કે છઠ પૂજા દરમિયાન ડૂબીને મૃત્યુ પામનારા મોટાભાગના લોકો ડૂબી ગયા હતા. સોમવારે એક સગીર અને બે પુરુષો પણ જળાશયોમાં ડૂબ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે હજારીબાગ, ગઢવા અને સિમડેગા જિલ્લામાં પાંચ બાળકોના મોત થયા હતા. રવિવારે સિમડેગા અને પલામુ જિલ્લામાં છ બાળકો ડૂબી ગયા હતા.

આનંદનું પર્વ શોકમાં ફેરવાયું

ઝારખંડમાં છઠનું આનંદ પર્વ શોકમાં ફેરવાયું હતું. જેમાં કેટલાકે પોતાનો એકનો એક પુત્ર ગુમાવ્યો હતો, જ્યારે અન્ય લોકોએ પોતાના માતા-પિતા ગુમાવ્યા હતાં. પોલીસે જણાવ્યું હતું કે રવિવારે સાંજે છઠ પૂજા દરમિયાન હજારીબાગના કેરેદરી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બેલા ગામમાં બે સગીરા ગુનગુન કુમારી (ઉ.વ. 11) અને રૂપા તિવારી (ઉ.વ.12) તળાવમાં ડૂબી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. ગઢવામાં સોમવારે બપોરે સદર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળની દાનરો નદીમાં સ્નાન કરતી વખતે 13 વર્ષીય રાહુલ કુમાર ડૂબી ગયો હતો. સદર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સુનિલ તિવારીએ જણાવ્યું હતું કે રાહુલ નદીમાં સ્નાન કરતી વખતે ઊંડા પાણીમાં ગયો અને ડૂબી ગયો. સ્થાનિક લોકોએ તેને પાણીમાંથી બહાર કાઢી અને સદર હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

નાની બાળા પાણી ભરેલી ડોલમાં ડૂબી

સિમડેગા જિલ્લાના બાનો પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના માયાંગસોર ગામમાં અઢી વર્ષની એક બાળકી પાણી ભરેલી ડોલમાં ડૂબી ગઈ હતી. ઘટના સમયે છોકરી અને તેની દાદી ઘરે હતા. દાદી બીજા રૂમમાં ગઈ, પરંતુ જ્યારે તે પાછા આવ્યા ત્યારે તેમણે બાળકીને ડોલમાં ડૂબેલી જોઈ હતી.

સોમવારે સાંજે, છઠ પૂજા દરમિયાન અર્ધ્ય આપ્યા પછી, સેરાઈકેલા-ખરસાવન જિલ્લાના ચાંદિલ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના સહેરબેરા નજીક સુબર્ણરેખા નદીમાં એક સગીર ડૂબ્યો હતો. 14 વર્ષનો આર્યન યાદવ નદીના જોખમી પ્રવાહમાં ગયો અને ડૂબવા લાગ્યો. પ્રતીક કુમાર યાદવ (19) અને સંજય સિંહ (45) તેને બચાવવા માટે નદીમાં કૂદી પડ્યા. NDRFની ટીમ અને સ્થાનિક ડાઇવર્સે છોકરાનો મૃતદેહ બહાર કાઢ્યો, અન્ય બે ગુમ વ્યક્તિઓની શોધ ચાલુ છે. પલામુમાં, સોમવારે એક 16 વર્ષનો છોકરો નહેરમાં ન્હાવા પડ્યો હતો, જે બાદમાં ગુમ થયો હતો. આ ઘટના હુસૈનાબાદ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના વિષ્ણુપુર ગામમાં ચૌરા પુલ પાસે બની હતી. રવિવારે સાંજે સિમડેગામાં ત્રણ બાળકો તળાવમાં ડૂબ્યા હતા, અને પલામુ જિલ્લામાં આવી જ એક ઘટનામાં ત્રણ બાળકોના મોત થયા હતા.

ઝારખંડમાં છઠ પૂજામાં 5 બાળકો ડૂબ્યાં, બે દિવસમાં કુલ 11 મોત 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપે જે મહિલાને ઉમેદવાર બનાવ્યા, તેના પર સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ, 7ની ધરપકડ | Punjab BJP Ferozepu…
INDIA

ભાજપે જે મહિલાને ઉમેદવાર બનાવ્યા, તેના પર સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ, 7ની ધરપકડ | Punjab BJP Ferozepu…

May 16, 2026
કોંગ્રેસ હાઈકમાન્ડ ફરી અસમંજસમાં! કેરલમનો વિવાદ ઉકેલાયો ત્યાં હવે આ રાજ્યમાં CMની ખુરશી માટે ખરાખરીન…
INDIA

કોંગ્રેસ હાઈકમાન્ડ ફરી અસમંજસમાં! કેરલમનો વિવાદ ઉકેલાયો ત્યાં હવે આ રાજ્યમાં CMની ખુરશી માટે ખરાખરીન…

May 16, 2026
સોના-ચાંદી અંગે કેન્દ્ર સરકારનું વધુ એક ફરમાન, DGFTએ બદલ્યા આયાતના નિયમો | govt restricts silver bar…
INDIA

સોના-ચાંદી અંગે કેન્દ્ર સરકારનું વધુ એક ફરમાન, DGFTએ બદલ્યા આયાતના નિયમો | govt restricts silver bar…

May 16, 2026
Next Post
સરહદ પર કશું પણ થઈ શકે છે, યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ: રાજનાથ સિંહનું મોટું નિવેદન | we must be pr…

સરહદ પર કશું પણ થઈ શકે છે, યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ: રાજનાથ સિંહનું મોટું નિવેદન | we must be pr...

પાકિસ્તાનના PM શરીફે કાશ્મીર મુદ્દે જુઠ્ઠાણુ ફેલાવ્યું, Xએ કર્યું ફેક્ટ ચેક | sehhbaz sharif pakista…

પાકિસ્તાનના PM શરીફે કાશ્મીર મુદ્દે જુઠ્ઠાણુ ફેલાવ્યું, Xએ કર્યું ફેક્ટ ચેક | sehhbaz sharif pakista...

આજવા રોડની વિવિધ સોસાયટીમાં આજવા બેલેન્ચિંગ રિઝર્વોયર હેડ વર્ક્સ માટે 5 વર્ષનો O&Mનો ઇજારો 18 ટકા વધ…

આજવા રોડની વિવિધ સોસાયટીમાં આજવા બેલેન્ચિંગ રિઝર્વોયર હેડ વર્ક્સ માટે 5 વર્ષનો O&Mનો ઇજારો 18 ટકા વધ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવા સપ્તાહમાં સેન્સેક્સ 81277 થી 83744 વચ્ચે અથડાતાં જોવાય | Sensex is seen bouncing between 81277 a…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 81277 થી 83744 વચ્ચે અથડાતાં જોવાય | Sensex is seen bouncing between 81277 a…

10 months ago
સુરતના સચિનમાં કળિયુગી પુત્રનું કૃત્ય: પ્રેમ સંબંધની શંકાએ પિતાની ચપ્પુના ઘા ઝીંકી હત્યા | son kills…

સુરતના સચિનમાં કળિયુગી પુત્રનું કૃત્ય: પ્રેમ સંબંધની શંકાએ પિતાની ચપ્પુના ઘા ઝીંકી હત્યા | son kills…

9 months ago
દિલ્હી બ્લાસ્ટઃ ડૉ. શાહીન મામલે મોટો ખુલાસો, જાણો પાકિસ્તાની આતંકી મસૂદ સાથેનું કનેક્શન | Delhi Blas…

દિલ્હી બ્લાસ્ટઃ ડૉ. શાહીન મામલે મોટો ખુલાસો, જાણો પાકિસ્તાની આતંકી મસૂદ સાથેનું કનેક્શન | Delhi Blas…

6 months ago
ઓનલાઈન ગેમિંગ પર સરકારનો મોટો પ્રહાર, એકઝાટકે ગેરકાયદે પ્લેટફોર્મની 357 વેબસાઇટ બ્લૉક

ઓનલાઈન ગેમિંગ પર સરકારનો મોટો પ્રહાર, એકઝાટકે ગેરકાયદે પ્લેટફોર્મની 357 વેબસાઇટ બ્લૉક

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News