
– જિલ્લામાં દિવાળીના તહેવારની પરંપરાગત ઉજવણી
– સોમવારથી સરકારી કચેરીઓ ખુલતા જનજીવન પૂર્વવત બનશે : બેસતા વર્ષે સગાસબંધીઓનું અવનવી મીઠાઈઓ સાથે સ્વાગત કરી શુભેચ્છા પાઠવી
સુરેન્દ્રનગર : ઝાલાવાડ પંથકમાં હર્ષોલ્લાસ સાથે પ્રકાશ પર્વ દિવાળીના તહેવારોની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાના લોકોએ દિવાળી અને પડતરના સળંગ બે દિવસ ફટાકડા ફોડી આતશબાજીની મોજ માણી હતી. જયારે ઉમંગભેર નવા વર્ષના વધામણા કર્યા હતા. સગાસંબંધીઓ અને મિત્રોને અવનવી વાનગીઓ અને મીઠાઈઓથી મોઢું મીઠું કરાવીને જુની કડવાશ ભૂલી નવું વર્ષ સફળ રહેવાની એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી.










