gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

‘ટેરિફ ટેરર’ વચ્ચે ભારતનો જીડીપી વૃદ્ધિ દર 7.8 ટકા, અર્થતંત્રમાં વિકાસ માટે સકારાત્મક સંકેત | India’…

G METRO NEWS by G METRO NEWS
August 30, 2025
in Business
0 0
0
‘ટેરિફ ટેરર’ વચ્ચે ભારતનો જીડીપી વૃદ્ધિ દર 7.8 ટકા, અર્થતંત્રમાં વિકાસ માટે સકારાત્મક સંકેત | India’…
0
VIEWS
Share on FacebookShare on Twitter

GDP News: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એપ્રિલ 2025માં ભારત જ નહીં આખી દુનિયાને જંગી ટેરિફની ધમકી આપી હતી. એટલું જ નહીં ભારતીય અર્થતંત્રને ‘ડેડ ઈકોનોમી’ ગણાવી હતી ત્યારે ટ્રમ્પના નિવેદનોને અવગણીને ભારતીય અર્થતંત્રે ચાલુ નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિક એપ્રિલ-જૂનમાં 7.8 ટકાનો જીડીપી વૃદ્ધિદર નોંધાવ્યો છે, જે 6.7 ટકાના અંદાજ કરતાં વધુ રહ્યો છે. વધુમાં એપ્રિલ-જૂનનો વૃદ્ધિદર છેલ્લા પાંચ ત્રિમાસિકમાં સૌથી ઝડપી રહ્યો છે. કૃષિ સેક્ટરની સાથે વેપાર, હોટેલના સારા દેખાવે વૃદ્ધિમાં મદદ કરી છે.

ટ્રમ્પે બે એપ્રિલે લિબરેશન ડે પર ભારત સહિત 200 દેશો પર જંગી ટેરિફ નાંખવાની જાહેરાત કરી હતી, જે 9 એપ્રિલથી લાગુ થવાનો હતો, પરંતુ પાછળથી તેની ડેડલાઈન અનેક વખત લંબાવવામાં આવી અને અંતે ૭ ઑગસ્ટથી ભારત પર 25 ટકા ટેરિફનો અમલ ચાલુ થયો, જેને વધારીને 27 ઑગસ્ટથી 50 ટકા કરી દેવાયો છે.

ટ્રમ્પની ટેરિફની ધમકીઓ અને ભારતને ટેરિફ કિંગ ગણાવવાના ‘આતંકી’ નિવેદનો વચ્ચે પણ ભારતીય અર્થતંત્રે અભૂતપૂર્વ વૃદ્ધિ નોંધાવી છે. ગયા વર્ષની સરખામણીમાં 2025-26ના પહેલા ત્રિમાસિક એપ્રિલ-જૂનમાં ભારતે 7.8 ટકાનો વૃદ્ધિદર નોંધાવ્યો છે, જે ગયા વર્ષે સમાન સમયમાં 6.5 ટકા હતો. નાણાકીય વર્ષ 24-25ના ચોથા ત્રિમાસિકમાં જીડીપી વૃદ્ધિદર 7.4 ટકા હતો. નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિકમાં વાસ્તવિક જીડીપી અંદાજે રૂ. 47.98 લાખ કરોડ હતો, જ્યારે 2024-25ના સમાન સમયમાં રૂ. 44.42 લાખ કરોડ હતો, જે 7.8 ટકાનો વૃદ્ધિદર દર્શાવે છે.

સરકારી આંકડા મુજબ આ પહેલાં સૌથી ઝડપી વૃદ્ધિદર જાન્યુઆરી-માર્ચ 2024માં 8.4 ટકા રહ્યો હતો. એપ્રિલ-જૂન ૨૦૨૫ના સમયમાં ચીનનો જીડીપી દર 5.2 ટકા રહ્યો હતો જ્યારે ભારત દુનિયાના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રમાંનું એક હતું.

વર્તમાન રિપોર્ટ મુજબ ભારતીય અર્થતંત્ર નાણાકીય વર્ષ 2025-26ની શરૂઆતમાં સારી ગતિથી આગળ વધી રહ્યું છે. વિશેષરૂપે સેવા ક્ષેત્રમાં તેજી, સતત રોકાણ અને સરકારી ખર્ચમાં ઉછાળો સકારાત્મક સંકેત આપે છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના પહેલા ત્રિમાસિકમાં વાસ્તવિક જીડીપીમાં 7.8 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી. 

એ જ રીતે સેવા ક્ષેત્રમાં શાનદાર વૃદ્ધિના કારણે ભારતીય અર્થતંત્રે સમાન સમયમાં 7.6ટકાનો વાસ્તવિક જીવીએ ગ્રોથ પણ નોંધાવ્યો છે.

નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (એનએસઓ)ના આંકડા મુજબ નાણાકીય વર્ષ 2025-26ના પહેલા ત્રિમાસિકમાં નોમિનલ જીડીપી રૂ. 86.05 લાખ કરોડ હતો, જે 2024-25માં સમાન સમયમાં રૂ. 79.08 લાખ કરોડ હતો, જે 8.8 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. કૃષિ અને તેના સંબંધિત સેક્ટરમાં વાસ્તવિક જીવીએ ગ્રોથ રેટ 3.7 ટકા રહ્યો જ્યારે ગયા નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિકમાં 1.5 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. 

સેકન્ડરી સેક્ટર વિશેષરૂપે મેન્યુફેક્ચરિંગમાં 7.7 ટકા અને ઉત્પાદનમાં 7.6 ટકાએ સમાન ત્રિમાસિકમાં સ્થિર મૂલ્યો પર 7.5 ટકાથી વધુનો વૃદ્ધિદર નોંધાવ્યો છે. જોકે, ખાણ ક્ષેત્રમાં માઈનસ 3.1 ટકા અને વીજળી, ગેસ, જળ પૂરવઠા તથા અન્ય ઉપયોગી સેવા ક્ષેત્રમાં 0.5 ટકાનો વૃદ્ધિદર નોંધાયો છે. વાસ્તવિક અંગત અંતિમ ઉપભોગ (પીએફસીઈ) ખર્ચ 2025-26ના પહેલા ત્રિમાસિકમાં 7.0 ટકા વૃદ્ધિ નોંધાવી છે જ્યારે ગયા વર્ષે સમાન સમયમાં 8.3 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્વ વકરવાના એંધાણ : વૈશ્વિક બજારોમાં ધોવાણ | Fears of escalating war: Deterioration in global mark…
Business

યુદ્વ વકરવાના એંધાણ : વૈશ્વિક બજારોમાં ધોવાણ | Fears of escalating war: Deterioration in global mark…

March 27, 2026
ભારતીય સ્ટાર્ટઅપ્સે 9.1 બિલિયન ડોલર એકત્ર કર્યા | Indian startups raise 9 1 billion
Business

ભારતીય સ્ટાર્ટઅપ્સે 9.1 બિલિયન ડોલર એકત્ર કર્યા | Indian startups raise 9 1 billion

March 27, 2026
પશ્ચિમ એશિયાઈ કટોકટીની અસર : માર્ચમાં NFOsની ગતિ ધીમી પડી | Impact of West Asian crisis: NFOs slow d…
Business

પશ્ચિમ એશિયાઈ કટોકટીની અસર : માર્ચમાં NFOsની ગતિ ધીમી પડી | Impact of West Asian crisis: NFOs slow d…

March 27, 2026
Next Post
આણંદમાં 3 કલાકમાં અઢી ઈંચ વરસાદ ખાબકતા શહેર જળમગ્ન | Anand receives two and a half inches of rain in…

આણંદમાં 3 કલાકમાં અઢી ઈંચ વરસાદ ખાબકતા શહેર જળમગ્ન | Anand receives two and a half inches of rain in...

રિલાયન્સ જિયોનો IPO જૂન 2026 સુધીમાં લાવવાની યોજના | Reliance Jio plans to launch IPO by June 2026

રિલાયન્સ જિયોનો IPO જૂન 2026 સુધીમાં લાવવાની યોજના | Reliance Jio plans to launch IPO by June 2026

જાફરાબાદના દરિયામાં ૩ નંબરનું સિગ્નલ લગાવાયું | Signal number 3 installed in the sea of ​​Jafrabad

જાફરાબાદના દરિયામાં ૩ નંબરનું સિગ્નલ લગાવાયું | Signal number 3 installed in the sea of ​​Jafrabad

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નેપાળથી કુદરત નારાજ, છેલ્લા 24 કલાકથી મૂશળધાર વરસાદ, 18 લોકોના મોત, નદીઓ ગાંડીતૂર બની | natural disa…

નેપાળથી કુદરત નારાજ, છેલ્લા 24 કલાકથી મૂશળધાર વરસાદ, 18 લોકોના મોત, નદીઓ ગાંડીતૂર બની | natural disa…

6 months ago
કંથારીયા ગામે વિદેશી દારૂની 118 બોટલ સાથે 3 ઝડપાયા | 3 arrested with 118 bottles of foreign liquor i…

કંથારીયા ગામે વિદેશી દારૂની 118 બોટલ સાથે 3 ઝડપાયા | 3 arrested with 118 bottles of foreign liquor i…

4 months ago
જામનગરના સુવરડા ગામના રીક્ષા ચાલકને ૩ શખ્સોએ સામાન્ય બોલાચાલીમાં તકરાર કરી ધોકાવી નાખ્યો | rickshaw …

જામનગરના સુવરડા ગામના રીક્ષા ચાલકને ૩ શખ્સોએ સામાન્ય બોલાચાલીમાં તકરાર કરી ધોકાવી નાખ્યો | rickshaw …

6 months ago
ગુજરાતમાં 12 કલાક કામ કરનાર શ્રમિકો માટે ‘4 દિવસ કામ, 2 દિવસ સવેતન રજા’નો નવો કાયદો, ‘કારખાના ધારા 2…

ગુજરાતમાં 12 કલાક કામ કરનાર શ્રમિકો માટે ‘4 દિવસ કામ, 2 દિવસ સવેતન રજા’નો નવો કાયદો, ‘કારખાના ધારા 2…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News