gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં 12 કલાક કામ કરનાર શ્રમિકો માટે ‘4 દિવસ કામ, 2 દિવસ સવેતન રજા’નો નવો કાયદો, ‘કારખાના ધારા 2…

G METRO NEWS by G METRO NEWS
September 10, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં 12 કલાક કામ કરનાર શ્રમિકો માટે ‘4 દિવસ કામ, 2 દિવસ સવેતન રજા’નો નવો કાયદો, ‘કારખાના ધારા 2…
18
VIEWS
Share on FacebookShare on Twitter

Gandhinagar News : ગુજરાત વિધાનસભામાં આજે (10 સપ્ટેમ્બર) શ્રમિકોના કામના કલાકો અને ઓવરટાઇમને લગતા મહત્ત્વના ‘કારખાના ધારા (ગુજરાત સુધારા) 2025 વિધેયક’ને બહુમતીથી પસાર કરવામાં આવ્યું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી(AAP)ના ધારાસભ્યોએ આ બિલનો સખત વિરોધ કર્યો હતો, તેમ છતાં સરકારે તેને પસાર કરાવી લીધું છે.

સરકારનો હેતુ અને દલીલો

શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે આ બિલ રજૂ કરતાં જણાવ્યું હતું કે, આ સુધારો રાજ્યમાં નવા ઉદ્યોગોને આકર્ષવા, આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા અને વધુ રોજગારી ઊભી કરવા માટે જરૂરી છે. તેમણે ખાતરી આપી કે આ બિલથી કારખાનાઓને રાહત આપવાની સાથે-સાથે શ્રમિકોના હિતોનું પણ સંપૂર્ણ રક્ષણ કરવામાં આવશે.

વિપક્ષનો ઉગ્ર વિરોધ

આ બિલનો સૌથી વધુ વિરોધ કોંગ્રેસ અને AAPના ધારાસભ્યો દ્વારા કરવામાં આવ્યો.

જિજ્ઞેશ મેવાણી (કોંગ્રેસ): વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ આ બિલને ‘માનવતા વિરુદ્ધ’ અને ‘બંધારણ વિરુદ્ધ’ ગણાવ્યું. તેમણે કહ્યું કે 12 કલાકનું કામ શ્રમિકોના સ્વાસ્થ્ય અને ગૌરવ માટે અત્યંત ઘાતક છે. તેમણે દલીલ કરી કે બિલમાં ‘શ્રમિકની સંમતિ’ની કલમ માત્ર ઔપચારિકતા છે, કારણ કે નોકરી ગુમાવવાના ડરથી શ્રમિકો પાસે ના પાડવાની કોઈ તાકાત હોતી નથી. તેમણે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, શ્રમિકોની નબળાઈનો લાભ ઉઠાવવો ગેરબંધારણીય છે અને દરેક વ્યક્તિને ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર છે.

ઉમેશ મકવાણા (AAP): બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ બિલના વિરોધમાં બિલની કોપી ગૃહમાં ફાડી નાખી હતી. તેમણે શ્રમિકોને મળતા ન્યાય અને રોજગારીની તકોમાં જોવા મળતી અસમાનતા પર ગૃહનું ધ્યાન દોર્યું.

ગોપાલ ઈટાલિયા (AAP): ગોપાલ ઈટાલિયાએ સીધો પ્રહાર શ્રમ વિભાગના અધિકારીઓ પર કર્યો. તેમણે કહ્યું કે જે અધિકારીઓ પોતે વિધાનસભામાં બે કલાક બેસી શકતા નથી, તે મજૂરો માટે 12 કલાકના કામની હિમાયત કઈ રીતે કરી શકે? તેમણે જણાવ્યું કે પોલીસ કોન્સ્ટેબલ તરીકેના પોતાના અનુભવ પરથી તેઓ જાણે છે કે પોલીસનું પણ શોષણ થાય છે. તેમણે માગ કરી કે સરકાર પહેલા પોલીસને 12-14 કલાકના કામનો ઓવરટાઇમ ચૂકવે, પછી મજૂરો માટે આવા કાયદા બનાવે. તેમણે એવો પણ પ્રશ્ન ઉઠાવ્યો કે જ્યારે શ્રમ વિભાગમાં 50% સ્ટાફ ખાલી હોય, ત્યારે રાજ્યના મજૂરો અને ફેક્ટરીઓનું નિરીક્ષણ કોણ કરશે?

બિલની મુખ્ય જોગવાઈઓ:

આ વિધેયકમાં કારખાના ધારા-1948ની 6 કલમોમાં સુધારો સૂચવવામાં આવ્યો છે.

કામના કલાકો: નવી જોગવાઈ મુજબ, શ્રમિકો રોજના 12 કલાક સુધી કામ કરી શકશે, પરંતુ સપ્તાહના કુલ 48 કલાકથી વધુ નહીં.

વિરામ: દર 6 કલાકે ઓછામાં ઓછા અડધો કલાકનો વિરામ ફરજિયાત રહેશે.

સપ્તાહિક રજા: જે શ્રમિક 12 કલાકના કામ પ્રમાણે ચાર દિવસ કામ કરશે, તેને પાંચમા અને છઠ્ઠા દિવસે પગાર સાથેની સવેતન રજા મળશે.

ઓવરટાઈમ: હવે ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન મહત્તમ 125 કલાક સુધીનો ઓવરટાઇમ કરવાની મંજૂરી મળશે.

મહિલા શ્રમિકો: આ સુધારાથી મહિલાઓ તેમની સંમતિથી રાત્રિ પાળીમાં કાયદેસર રીતે કામ કરી શકશે. જોકે, રાત્રિના 10થી સવારના 5 વાગ્યાના સમયગાળામાં તેમને કામે રાખી શકાશે નહીં. મંત્રીએ કહ્યું કે, આ નિર્ણય મહિલાઓને સમાનતા અને આર્થિક ઉપાર્જનનો અધિકાર આપશે.

આ પણ વાંચો: જૂનાગઢ આવેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું- ‘પાર્ટીની મુખ્ય ચિંતા બંધારણ-લોકશાહીને બચાવાની’

સરકારે સ્પષ્ટતા કરી છે કે, આ કાયદો સરકાર દ્વારા આપવામાં આવેલી મંજૂરી જેટલા સમય માટે જ અમલમાં રહેશે અને સરકાર તેને પાછો પણ લઈ શકે છે. આમ, ઉગ્ર વિરોધ છતાં આ સુધારા વિધેયક ગુજરાત વિધાનસભામાં પસાર થઈ ગયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Haati Haati Paa Paa brings an Indian story to Belarus, earning Listapad recognition
GUJARAT

Haati Haati Paa Paa brings an Indian story to Belarus, earning Listapad recognition

November 20, 2026
ACTION SUPERSTAR TIGER SHROFF BRINGS HIS SIGNATURE ENERGY TO T-SERIES’ ‘TENU LEKE JAANA’
GUJARAT

ACTION SUPERSTAR TIGER SHROFF BRINGS HIS SIGNATURE ENERGY TO T-SERIES’ ‘TENU LEKE JAANA’

November 19, 2026
Vedang Raina to Veer Pahariya: Young Actors to Look Out for in 2027
GUJARAT

Vedang Raina to Veer Pahariya: Young Actors to Look Out for in 2027

November 19, 2026
Next Post
સાંસદ ખેલ મહોત્સવ 2025 માટે 20 સપ્ટેમ્બર સુધી રજીસ્ટ્રેશન થઈ શકશે | Registration for the MP Sports F…

સાંસદ ખેલ મહોત્સવ 2025 માટે 20 સપ્ટેમ્બર સુધી રજીસ્ટ્રેશન થઈ શકશે | Registration for the MP Sports F...

જૂનાગઢ આવેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું- ‘પાર્ટીની મુખ્ય ચિંતા બંધારણ-લોકશાહીને બચાવ…

જૂનાગઢ આવેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું- 'પાર્ટીની મુખ્ય ચિંતા બંધારણ-લોકશાહીને બચાવ...

વેસ્ટર્ન રેલ્વે તહેવારોને ધ્યાનમાં રાખી ત્રણ જોડી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવશે | Western Railway…

વેસ્ટર્ન રેલ્વે તહેવારોને ધ્યાનમાં રાખી ત્રણ જોડી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવશે | Western Railway...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધો.10-12ની પૂરક પરીક્ષાનું ટાઇમટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખે કયું પેપર? | GSEB Supplementary Exam …

ધો.10-12ની પૂરક પરીક્ષાનું ટાઇમટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખે કયું પેપર? | GSEB Supplementary Exam …

6 months ago
૧૭ વર્ષની કિશોરીની સાથે શારીરિક સંબંધ બાંધતા ગર્ભવતી થઇ | 17 year old girl Got pregnant while having…

૧૭ વર્ષની કિશોરીની સાથે શારીરિક સંબંધ બાંધતા ગર્ભવતી થઇ | 17 year old girl Got pregnant while having…

1 year ago
New CJI: ભારતના આગામી ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ સૂર્યકાંતની નિમણૂક, 24 નવેમ્બરે પદ ગ્રહણ કરશે

New CJI: ભારતના આગામી ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ સૂર્યકાંતની નિમણૂક, 24 નવેમ્બરે પદ ગ્રહણ કરશે

1 year ago
જામજોધપુર નગરપાલિકાના કોન્ટ્રાકટર પિતા-પૂત્ર પીધેલી હાલતમાં પકડાતાં ભારે ચકચાર | Jamjodhpur Municipa…

જામજોધપુર નગરપાલિકાના કોન્ટ્રાકટર પિતા-પૂત્ર પીધેલી હાલતમાં પકડાતાં ભારે ચકચાર | Jamjodhpur Municipa…

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News