gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

યુદ્વ વકરવાના એંધાણ : વૈશ્વિક બજારોમાં ધોવાણ | Fears of escalating war: Deterioration in global mark…

G METRO NEWS by G METRO NEWS
March 27, 2026
in Business
0 0
0
યુદ્વ વકરવાના એંધાણ : વૈશ્વિક બજારોમાં ધોવાણ | Fears of escalating war: Deterioration in global mark…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ઈરાન પર ઈઝરાયેલ અને અમેરિકાએ થોપેલા યુદ્વમાં ડોનાલ્ડ ટ્રમ્પે પાછીપાની કરીને ઈરાન સાથે સમજૂતી થઈ રહ્યાની વાતો વહેતી કરીને પાંચ દિવસનો યુદ્વ વિરામ કર્યા સામે ઈરાને સમજૂતીની શરતોને ફગાવી દેતાં અને વાટાઘાટ કરવાનો પણ ઈન્કાર કરી દેતાં મામલો બિચક્યો છે. બીજી તરફ ઈઝરાયેલ અને ઈરાને એકબીજા પર હુમલા કરવાનું ચાલુ રાખતાં અને ઈરાન ટ્રમ્પને નહીં ગણકારી પડકારી રહ્યું હોઈ ટ્રમ્પે  પણ ઈરાનને સમજૂતી મામલે ગંભીર થઈ જવા, નહીં તો પછી મોડું થઈ જવાની યુદ્વ આક્રમક બનાવવાની ચીમકી આપતાં પરિસ્થિતિ અંકુશ બહાર જવાના એંધાણે આજે વૈશ્વિક બજારોમાં સાવચેતી રહી હતી. 

મોંઘવારી, મહામંદીનો ખતરો : ડાઉ જોન્સ ખુલતામાં ૨૨૫ પોઈન્ટ ઘટયો : યુરોપમાં નરમાઈ

ક્રુડ ઓઈલના ભાવો ફરી વધવા લાગતાં અને મોંઘવારી વિશ્વભરમાં વધી રહ્યાના અહેવાલોએ વૈશ્વિક અર્થતંત્ર ફરી મહામંદી તરફ ધકેલાવાના જોખમે આજે વૈશ્વિક બજારો પર નેગેટીવ અસર જોવાઈ હતી. બીજી તરફ નાટો દેશો પૈકી હવે જર્મનીએ અમેરિકાને ઈરાન યુદ્વ મામલે સપોર્ટ કરવાનો ઈન્કાર કરતાં પણ જીઓપોલિટીકલ ટેન્શન વધવાનું જોખમ હોઈ બજારો ગબડતા જોવાયા હતા. લંડનનો  ફુત્સી ૧૩૬ પોઈન્ટનો ઘટાડો, જર્મનીનો ડેક્ષ ૩૫૪ પોઈન્ટનો ઘટાડો, ફ્રાંસનો કેક ૪૦ ઈન્ડેક્સ ૭૭ પોઈન્ટનો ઘટાડો બતાવતા હતા. જ્યારે અમેરિકી શેર બજારોમાં આજે સાંજે ખુલતામાં ડાઉ જોન્સમાં ૨૨૫ પોઈન્ટનો ઘટાડો અન નાસ્દાકમાં ૨૩૫ પોઈન્ટનો ઘટાડો બતાવાતો હતો.

ક્રુડ ઓઈલના ભાવ ફરી વધવા લાગ્યા : ગિફ્ટ નિફટીમાં ૧૫૫ પોઈન્ટનો ઘટાડો

વૈશ્વિક ક્રુડ ઓઈલ અને ગેસનો પુરવઠો ખોરવાઈ જવાની ભીતિએ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવ પણ ફરી ઝડપી વધી આવ્યાની નેગેટીવ અસર વૈશ્વિક બજારોમાં જોવાઈ હતી. બ્રેન્ટ ક્રુડ બેરલ દીઠ સાંજે ૪.૧૫ ડોલર વધીને ૧૦૬.૩૭ ડોલર નજીક અને ન્યુયોર્ક-નાયમેક્ષ ક્રુડ ૩.૧૪ ડોલર વધીને ૯૩.૪૬ ડોલર નજીક રહ્યા હતા. ભારતીય શેર બજારો આજે-ગુરૂવારે રામ નવમી નિમિતે બંધ રહ્યા સામે એશીયા, યુરોપના બજારોમાં સાવચેતીમાં નરમાઈ રહી હતી. ગિફ્ટ નિફટી ઈન્ડેક્સ સાંજે ૧૫૫ પોઈન્ટનો ઘટાડો બતાવી ૨૩૧૨૫ નજીક રહ્યો હતો.

એશીયાના બજારોમાં નિક્કી ૧૪૬ પોઈન્ટ, હેંગસેંગ ૪૮૦ પોઈન્ટ, કોસ્પી ૧૮૨ પોઈન્ટ ઘટયા

એશીયા-પેસેફિક દેશોમાં ઈરાન યુદ્વના કારણે ઓઈલ-ગેસની કટોકટી વકરી રહી હોઈ અને યુદ્વ લાંબુ ચાલવાના સ્પષ્ટ એંધાણે સાવચેતીમાં આજે નરમાઈ રહી હતી. જાપાનનો ટોક્યો શેર બજારનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૧૪૬ પોઈન્ટ ઘટીને ૫૩૬૦૪, હોંગકોંગના હેંગસેંગ ૪૮૦  પોઈન્ટ ઘટીને ૨૪૮૫૬, ચાઈનાનો સીએસઆઈ ૩૦૦ ઈન્ડેક્સ ૬૦ પોઈન્ટ ઘટીને ૪૪૭૮, સાઉથ કોરિયાનો કોસ્પી ૧૮૨ પોઈન્ટ ઘટીને ૫૪૬૦, તાઈવાનનો તાઈએક્સ ૧૦૧ પોઈન્ટ ઘટીને ૩૩૩૩૭, પાકિસ્તાનનો કરાચી ૩૦ ઈન્ડેક્સ ૧૮૧૩ પોઈન્ટ તૂટીને ૪૬૩૪૪ રહ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ચોટીલા-મુળીના ૧૯ ભૂમાફિયાને 3 જિલ્લામાંથી તડીપાર કરાયા | 19 land mafias from Chotila Muli were depor…

ચોટીલા-મુળીના ૧૯ ભૂમાફિયાને 3 જિલ્લામાંથી તડીપાર કરાયા | 19 land mafias from Chotila Muli were depor...

ગઢડાના માંડવધાર ગામે જુની ફરિયાદની દાઝે મારા મારીની સામ સામી ફરિયાદ | In Mandavadhar village of Gadh…

ગઢડાના માંડવધાર ગામે જુની ફરિયાદની દાઝે મારા મારીની સામ સામી ફરિયાદ | In Mandavadhar village of Gadh...

દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા જોધપુર સહિતના વિસ્તારમાં લોકોએ કચરો અલગ કરીને આપવો પડશે | Located in the …

દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા જોધપુર સહિતના વિસ્તારમાં લોકોએ કચરો અલગ કરીને આપવો પડશે | Located in the ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ.બંગાળમાં સત્તાપલટા બાદ તાબડતોબ ધરપકડનો દોર, મમતાની પાર્ટીના અનેક નેતા રડાર પર | west bengal tmc le…

પ.બંગાળમાં સત્તાપલટા બાદ તાબડતોબ ધરપકડનો દોર, મમતાની પાર્ટીના અનેક નેતા રડાર પર | west bengal tmc le…

1 month ago
આઠ કરોડના ૨૩ કિલો હાઇબ્રીડ ગાંજા સાથે ભાઇ-બહેનને ઝડપી લેવાયા | ahmedabad SOG nabbed brother and sist…

આઠ કરોડના ૨૩ કિલો હાઇબ્રીડ ગાંજા સાથે ભાઇ-બહેનને ઝડપી લેવાયા | ahmedabad SOG nabbed brother and sist…

4 months ago
જય રણછોડના ગગનભેદી નાદ સાથે આજથી ડાકોરની પદયાત્રાનો પ્રારંભ, ભક્તિના સંગમથી વાતાવરણ જીવંત બનશે | Tho…

જય રણછોડના ગગનભેદી નાદ સાથે આજથી ડાકોરની પદયાત્રાનો પ્રારંભ, ભક્તિના સંગમથી વાતાવરણ જીવંત બનશે | Tho…

4 months ago
Budget 2026: રવિવારે પણ ધમધમશે શેરબજાર, જાણો શું છે ટ્રેડિંગનો સમય અને સંપૂર્ણ વિગત | stock market o…

Budget 2026: રવિવારે પણ ધમધમશે શેરબજાર, જાણો શું છે ટ્રેડિંગનો સમય અને સંપૂર્ણ વિગત | stock market o…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News