gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ટ્રમ્પની અનિશ્ચિત વેપાર નીતિ વચ્ચે ફેડરલ રિઝર્વે વ્યાજ દર યથાવત રાખ્યા | Federal Reserve keeps inter…

G METRO NEWS by G METRO NEWS
March 21, 2025
in Business
0 0
0
ટ્રમ્પની અનિશ્ચિત વેપાર નીતિ વચ્ચે ફેડરલ રિઝર્વે વ્યાજ દર યથાવત રાખ્યા | Federal Reserve keeps inter…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અનિશ્ચિત વેપાર નીતિ અને ટેરિફ વોરને ધ્યાનમાં રાખી ફેડરલ રિઝર્વની ઓપન માર્કેટ કમિટિએ બે દિવસની બેઠકના અંતે મુખ્ય વ્યાજ દર યથાવત રાખી અમેરિકાના આર્થિક વિકાસ દરના અંદાજમાં ઘટાડો કર્યો હતો અને સાથોસાથ ફુગાવો વધવાના સંકેત પણ આપ્યા હતા. 

ફેડરલ રિઝર્વે બેન્ચમાર્ક દર ૪.૨૫ ટકાથી ૪.૫૦ ટકાની રેન્જમાં યથાવત રાખ્યા છે. પ્રાપ્ત થનારા ડેટા, ઊભરી રહેલા આઉટલુક તથા જોખમ સમતુલાની આકારણી કરાશે એમ ફેડરલ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયુ હતું.

વર્તમાન વર્ષમાં અમેરિકાનો આર્થિક વિકાસ દર ૧.૭૦ ટકા રહેવા અને ફુગાવો વધી ૨.૭૦ ટકા પહોંચવા ફેડરલ રિઝર્વે ધારણાં મૂકી છે. આર્થિક વિકાસ દરની ધારણાં પહેલા ૨.૧૦ ટકા મુકાઈ હતી. 

જો કે તાજેતરના નિર્દેશાંકો આર્થિક પ્રવૃત્તિ મજબૂત રીતે આગળ વધી રહ્યાના સંકેત આપે છે. બેરોજગારીનો દર નીચા સ્તરે સ્થિર થયો છે એમ પણ  નિવેદનમાં જણાવાયું હતું. 

અમેરિકાના વેપાર ભાગીદાર દેશોના માલસામાન પર જોરદાર ટેરિફ લાગુ કરવાની ટ્રમ્પની યોજનાને પરિણામે ફુગાવા તથા આર્થિક વિકાસ દર અંગેના ફેડરલ રિઝર્વના આઉટલુકને અસર થઈ છે, એમ ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે બે દિવસની બેઠકના અંતે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

આવા પ્રકારના પગલાંથી ફુગાવો ઊંચે જશે અને વિકાસને ફટકો પડશે. અનિશ્ચિતતામાં અસાધારણ વધારાને ધ્યાનમાં રાખી ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં બદલાવ લાવવા કોઈ ઉતાવળમાં નહીં હોવાની પોવેલે સ્પષ્ટતા કરી હતી.

અમેરિકામાં ફુગાવાને બે ટકાના સ્તર પર લાવવા ફેડરલ રિઝર્વ લાંબા સમયથી પ્રયાસો કરી રહ્યું છે. વ્યાજ દર યથાવત રાખવાના ફેડરલના નિર્ણય બાદ  ફેડરલ પર દબાણ લાવવા ટ્રમ્પે એક સંદેશમાં  ફેડરલને રેપો રેટ ઘટાડવા જણાવ્યું હતું જેથી નવા ટેરિફની પોતાની યોજનાને ભરપાઈ કરી શકાય. 

જો કે વર્તમાન વર્ષમાં વ્યાજ દરમાં બે વખત કપાતની પોતાની ધારણાંન ફેડરલે જાળવી રાખી છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રૂપિયો તળિયે, મોંઘવારી આસમાને: 5 વર્ષમાં અમેરિકા-યુરોપના પ્રવાસ પેકેજમાં રૂ.7 લાખ સુધીનો વધારો | Wea…
Business

રૂપિયો તળિયે, મોંઘવારી આસમાને: 5 વર્ષમાં અમેરિકા-યુરોપના પ્રવાસ પેકેજમાં રૂ.7 લાખ સુધીનો વધારો | Wea…

March 22, 2026
સોનામાં રૂા.3500, ચાંદીમાં 7000નો કડાકો : ક્રૂડ ઉછળી 113 ડોલરને પાર | Gold falls by Rs 3500 silver b…
Business

સોનામાં રૂા.3500, ચાંદીમાં 7000નો કડાકો : ક્રૂડ ઉછળી 113 ડોલરને પાર | Gold falls by Rs 3500 silver b…

March 22, 2026
કન્ઝયૂમર ડયૂરેબલ્સના ઉત્પાદન ખર્ચમાં વધારો: એસી, ફ્રીઝ મોંઘા થશે | Increase in production costs of c…
Business

કન્ઝયૂમર ડયૂરેબલ્સના ઉત્પાદન ખર્ચમાં વધારો: એસી, ફ્રીઝ મોંઘા થશે | Increase in production costs of c…

March 22, 2026
Next Post
દિલ્હીમાં પણ ગુજરાતવાળી…અધિકારીઓ ભાજપના ધારાસભ્યોની સાંભળતા નથી, સ્પીકર વચ્ચે પડ્યાં | Delhi like …

દિલ્હીમાં પણ ગુજરાતવાળી...અધિકારીઓ ભાજપના ધારાસભ્યોની સાંભળતા નથી, સ્પીકર વચ્ચે પડ્યાં | Delhi like ...

‘ઈન્ડિયન સ્ટેટ’ બોલીને ફસાયા રાહુલ ગાંધી: કોર્ટે પાઠવી નોટિસ, ચોથી એપ્રિલ સુધી માંગ્યો જવાબ

'ઈન્ડિયન સ્ટેટ' બોલીને ફસાયા રાહુલ ગાંધી: કોર્ટે પાઠવી નોટિસ, ચોથી એપ્રિલ સુધી માંગ્યો જવાબ

કાંકણપુર કોલેજમાં પંચ પ્રકલ્પ અંતર્ગત “ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી ” વિષયક નિબંધ લેખન સ્પર્ધા યોજાઈ

કાંકણપુર કોલેજમાં પંચ પ્રકલ્પ અંતર્ગત "ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી " વિષયક નિબંધ લેખન સ્પર્ધા યોજાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવા સપ્તાહમાં સેન્સેક્સ 81277 થી 83744 વચ્ચે અથડાતાં જોવાય | Sensex is seen bouncing between 81277 a…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 81277 થી 83744 વચ્ચે અથડાતાં જોવાય | Sensex is seen bouncing between 81277 a…

8 months ago
પપ્પા-મમ્મી મને માફ કરી દેજો…’ NEET સ્ટુડન્ટે આપઘાત કર્યો, સ્યુસાઈડ નોટ પણ મળી | Kanpur NEET stude…

પપ્પા-મમ્મી મને માફ કરી દેજો…’ NEET સ્ટુડન્ટે આપઘાત કર્યો, સ્યુસાઈડ નોટ પણ મળી | Kanpur NEET stude…

4 months ago
આણંદની અમૂલ ડેરીની ચૂંટણીમાં 9 બેઠક પર 97.48 ટકા મતદાન | 97 48 percent voting in 9 seats in Amul Dai…

આણંદની અમૂલ ડેરીની ચૂંટણીમાં 9 બેઠક પર 97.48 ટકા મતદાન | 97 48 percent voting in 9 seats in Amul Dai…

6 months ago
સરસ્વતી નદીના પૂરમાં સિદ્ધપુરના મુડાણા ગામની ત્રણ યુવતીઓ ડૂબી, બેના મોત | Three girls drown in Saras…

સરસ્વતી નદીના પૂરમાં સિદ્ધપુરના મુડાણા ગામની ત્રણ યુવતીઓ ડૂબી, બેના મોત | Three girls drown in Saras…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News