
Putin India Visit : રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન 23મી ભારત-રશિયા સમિટ માટે ભારતની મુલાકાતે છે. આજે તેમના પ્રવાસનો બીજો અને મુખ્ય દિવસ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે પુતિનની આજે મહત્વપૂર્ણ બેઠક યોજાશે, જેમાં વેપાર, સંરક્ષણ અને ઊર્જા સહયોગ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદનો રશિયન રાષ્ટ્રપતિનો આ પ્રથમ ભારત પ્રવાસ છે, જે બંને દેશોના સંબંધોની ગંભીરતા દર્શાવે છે. પુતિન ગઈકાલે દિલ્હીમાં લેન્ડ થયા ત્યારે વડા પ્રધાન મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું.










