gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડિસ્ટ્રીક્ટ બેન્કના આક્ષેપિત ભરતી કૌભાંડમાં ભાજપ સાથે કોંગ્રેસની પણ ભાગબટાઈ ! | Congress also shares…

G METRO NEWS by G METRO NEWS
April 18, 2025
in GUJARAT
0 0
0
ડિસ્ટ્રીક્ટ બેન્કના આક્ષેપિત ભરતી કૌભાંડમાં ભાજપ સાથે કોંગ્રેસની પણ ભાગબટાઈ ! | Congress also shares…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બેન્કના હોદ્દેદારો, ભાજપ અને કોંગ્રેસ નેતાઓએ સગાને ગોઠવી દીધા, એટલે જ વિપક્ષ ચુપ

ગોપનિયતાના નામે ગુમરાહ કરવાનો પ્રયાસઃજિલ્લા રજિસ્ટ્રાર તપાસના નામે ડીંડક ચલાવતા હોવાનો વિદ્યાર્થી નેતાનો સણસણતો આક્ષેપ 

ભાવનગર: ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેન્કમાં આક્ષેપિત ભરતી કૌભાંડનું ભુત ફરી ધુણ્યું છે.ક્લાર્કની ભરતીમાં બેન્કના હોદ્દેદારો, ભાજપના માજી ધારાસભ્ય સહિતના નેતાઓની સાથે કોંગ્રેસના નેતાઓએ તેમના સગા-સબંધીઓની ગોઠવણ કરી ભાગબટાઈથી સમગ્ર કૌભાંડ આચરાયું હોવાનો વિદ્યાર્થી નેતાએ ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે સમગ્ર પ્રકરણમાં જિલ્લા રજિસ્ટ્રાર તપાસના નામે ડીંડક ચલાવી રહ્યા હોવાનો પણ સણસણતો આક્ષેપ કરતાં વિવાદીત બેન્ક  ભરતીમાં નવો વળાંક આવ્યો છે. 

ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેન્કની ક્લાર્કની ભરતીમાં સગાવાદ,પરિવારવાદનો લુણો લગાડી બેન્કના હોદ્દેદારો, ભાજપના નેતાઓએ તેમના પુત્રો, ભાણેજ-ભત્રીજાઓને નોકરીમાં ગોઠવી દીધાના આક્ષેપ સાથે ગત ૨૫મી માર્ચે યુવા અધિકાર ન્યાય ચળવળના નેજા હેઠળ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જિલ્લા રજિસ્ટ્રારને પુરાવા અને કૌભાંડથી નોકરી મેળવનાર લોકોની યાદી સાથેનું લિસ્ટ આપી તપાસની માંગ કરી હતી.રજૂઆતના ૨૨ દિવસ બાદ નેતાએ આજે કચેરીએ જઈ ગેરરીતિનો તપાસ રિપોર્ટ માંગ્યો હતો અને તેમની ફરિયાદના આધારે આ પ્રકરણમાં કયા-કયા વિષય-વસ્તુ ઉપર તપાસ કરવામાં આવી ? તેની વિગતવાર માહિતી માંગી હતી. પરંતુ જિલ્લા રજિસ્ટ્રારે તપાસ શરૂ હોવાનું કહી સ્પષ્ટતા કરી ન હતી. જેથી રજિસ્ટ્રાર તપાસના નામે  ડીડંક ચલાવી રહ્યા હોવાનું તેમણે આક્ષેપ કરતાં ઉમેર્યું હતું. 

તેમણે આક્ષેપ કરતાં ઉમેર્યું કે, ડિસ્ટ્રીક્ટ બેન્કમાં ૮૦ ક્લાર્કની જે ભરતી થઈ છે,તેમાં બેન્કના હોદ્દેદારો ઉપરાંત ભાવનગર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ, જિ.પં.ના પૂર્વ પ્રમુખ,માજી ધારાસભ્યના પુત્રના ભાગીદારના પરિવારજનો, જિલ્લા કોંગ્રેસના બે નેતા અને વર્તમાન બેન્ક ડાયરેકટર તથા બેન્કના બ્રાંચ મેનેજર, ભાજપ સંગઠનના પૂર્વ-વર્તમાન હોદ્દેદારના સંતાનો, ભત્રીજા-ભાણેજ અને સગા-સબંધીઓને ખાલી બેઠક પર ૫૦-૫૦ ટકા ભાગબટાઈથી નોકરી પર લેવામાં આવ્યા છે. આ મામલે વિપક્ષ કોંગ્રેસ મગનું નામ મરી પાડતું નથી તેની પાછળ કોંગ્રેસના પણ આગેવાનોના ૧૫થી વધુ સગાને નોકરી અપાઈ હોય, ભાગબટાઈથી કૌભાંડ આચરી તેરી ભી ચુપ, મેરી ભી ચુપ રાખવામાં આવી રહી છે.ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો. ઓપ. બેંકના સંચાલનકર્તાઓએ પોતાના સગા-સબંધીઓને નોકરી અપાવવા માટે બેન્કના હોદ્દેદારો, ભાજપ-કોંગ્રેસના સત્તાધિશોના સાથે રાખી એચ.આર. પોલીસી ઉપજાવી કાઢી, તેને આગળ ધરી કોર્ટને ગુમરાહ કરી રહ્યા હોવાનું વિદ્યાર્થી નેતાએ આક્ષેપ કરતાં ઉમેર્યું હતું. તેમણે કહ્યું કે, ગોપનિયતાના ગતકડાના નામે કૌભાંડ છૂપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ભરતીમાં ગેરરીતિના આક્ષેપોને પાયાવિહોણા ગણાવનાર બેન્કના ચેરમેન રસિક ભીંગડિયા નિષ્પક્ષ હોય તો તેમણે બેંકને બદનામ કરનાર લોકો સામે કાર્યવાહી કરવી જોઈએ. ચેરમેન જો એક જ માસમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી શકે તો તેમનું અહીં કોઈ કામ નથી, રાજ્યના શિક્ષણમંત્રી બનાવી દેવા જોઈએ તેવો વિદ્યાર્થી નેતાએ અંતમાં ટોણો માર્યો હતો.

આગામી સપ્તાહે રિટ પીટીશન દાખલ કરીશું

ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેન્કની ભરતીમાં ગેરરીતિના આક્ષેપ સાથે સહકારી આગેવાન અને બેંકના સભ્ય ભીખાભાઈ જાજડિયાએ હાઈકોર્ટમાં ભરતી પ્રક્રિયાને પડકારી છે. જેની સુનવણી આગામી દિવસોમાં થશે. ત્યારે રાજ્ય રજિસ્ટ્રારે સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ કરી કોર્ટમાં રિપોર્ટ ફાઈલ કરવો જોઈએ.તેમ જણાવી આ ભરતીમાં ઉમેદવારી કરનાર ૧૨૦૦ ઉમેદવારને સાથે રાખી આગામી સપ્તાહે કોર્ટમાં રિટ પીટીશન દાખલ કરવામાં આવશે તેમ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

ઈંગ્લિશના એક શબ્દનો જવાબ નથી આવડતો છતાં જીએમને એક્સટેન્શન

ભાજપ શાસિત ડિસ્ટ્રીક્ટ બેન્કમાં જનરલ મેનેજરને એક્સટેન્શન આપવા મામલે પણ સવાલ ઉઠયા છે. નીતિ વિષયક નિર્ણય માટે જનરલ મેનેજર કાયમી હોવા જોઈએ. વર્તમાન જી.એમ. આરબીઆઈની ગાઈડ લાઈન મુજબ ફીટ અને લાયકાત ધરાવતા નથી. જી.એમ.ને ઈંગ્લિશમાં એક શબ્દનો જવાબ પૂછો તો પણ જવાબ નથી આપી શકતા તેમ છતાં ત્રણ વર્ષથી તેમને એક્સટેન્શન આપવામાં આવતું હોય, આ બાબતે પણ તપાસ કરવાની યુવરાજસિંહે માંગણી કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરેન્દ્રનગર: સાયલામાં ડીઝલની ભારે અછત, ખેડૂતો અને વાહનચાલકોની પેટ્રોલ પંપો પર લાંબી લાઈન | Diesel S…
GUJARAT

સુરેન્દ્રનગર: સાયલામાં ડીઝલની ભારે અછત, ખેડૂતો અને વાહનચાલકોની પેટ્રોલ પંપો પર લાંબી લાઈન | Diesel S…

May 17, 2026
બનાસકાંઠાના ચૌધરી પરિવારની કાર પલટતા 3નાં મોત, 3 ઈજાગ્રસ્ત, ભારતમાલા રોડ પર ગમખ્વાર અકસ્માત | bharat…
GUJARAT

બનાસકાંઠાના ચૌધરી પરિવારની કાર પલટતા 3નાં મોત, 3 ઈજાગ્રસ્ત, ભારતમાલા રોડ પર ગમખ્વાર અકસ્માત | bharat…

May 17, 2026
જામનગરની ઠેબા ચોકડી પાસે અકસ્માતની હારમાળા!, ટ્રકચાલકે એક સાથે પાંચ વાહનોને અડફેટે લીધા | Serial Acc…
GUJARAT

જામનગરની ઠેબા ચોકડી પાસે અકસ્માતની હારમાળા!, ટ્રકચાલકે એક સાથે પાંચ વાહનોને અડફેટે લીધા | Serial Acc…

May 17, 2026
Next Post
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ડીપ ટ્રેકર અંડર વોટર મશીન ૨૦૦ મીટર ડૂબકી મારી ચીજ શોધી કાઢશે | Sabarmati Riv…

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ડીપ ટ્રેકર અંડર વોટર મશીન ૨૦૦ મીટર ડૂબકી મારી ચીજ શોધી કાઢશે | Sabarmati Riv...

આણંદ મનપા પડતર પ્રશ્નો 7 દિવસમાં નહીં ઉકેલે તો સફાઈ કામદારોની હડતાળ | Workers will go on strike if A…

આણંદ મનપા પડતર પ્રશ્નો 7 દિવસમાં નહીં ઉકેલે તો સફાઈ કામદારોની હડતાળ | Workers will go on strike if A...

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન હસ્તકના તમામ સ્મશાનમાં QR કોડ લગાવાયા,મરણ નોંધણી સરળ બનશે | Municipal Cor…

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન હસ્તકના તમામ સ્મશાનમાં QR કોડ લગાવાયા,મરણ નોંધણી સરળ બનશે | Municipal Cor...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં ટ્રાફિક અને એન્ક્રોચમેન્ટ મુદ્દે જાગૃતિ માટે AMC અને પોલીસની સંયુક્ત ડ્રાઇવ યોજાશે

અમદાવાદમાં ટ્રાફિક અને એન્ક્રોચમેન્ટ મુદ્દે જાગૃતિ માટે AMC અને પોલીસની સંયુક્ત ડ્રાઇવ યોજાશે

1 month ago
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ: વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ, 68 અધિકારીઓની બદલી | 68 GAS Office…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ: વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ, 68 અધિકારીઓની બદલી | 68 GAS Office…

1 month ago
જાતિ પ્રમાણપત્ર રજૂ કરવામાં ભૂલ કરશો તો અનામતનો લાભ નહીં મળે : સુપ્રીમ કોર્ટનો ચુકાદો | mistake in c…

જાતિ પ્રમાણપત્ર રજૂ કરવામાં ભૂલ કરશો તો અનામતનો લાભ નહીં મળે : સુપ્રીમ કોર્ટનો ચુકાદો | mistake in c…

12 months ago
જામનગરમાં વિદેશી દારૂની 16 બોટલ અને 216 ચપલા સાથે ૩ શખ્સ ઝડપાયા : કાર સહિત રૂપિયા 5.31 લાખનો મુદામાલ…

જામનગરમાં વિદેશી દારૂની 16 બોટલ અને 216 ચપલા સાથે ૩ શખ્સ ઝડપાયા : કાર સહિત રૂપિયા 5.31 લાખનો મુદામાલ…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News