![]()
Image Source: IANS
Bihar Assembly Elections: બિહારની રાજનીતિમાં શનિવારે મોટો ઘટનાક્રમ જોવા મળ્યો. આરામાં વોટર અધિકાર યાત્રાના સમાપન કાર્યક્રમમાં તેજસ્વી યાદવે ખુદને મહાગઠબંધનનો મુખ્યમંત્રી ચહેરો જાહેર કરી દીધો. આ દરમિયાન સ્ટેજ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સપા પ્રમુખ અખિલેશ યાદવ પણ હાજર રહ્યા હતા.
નીતિશ કુમાર પર કર્યા પ્રહાર
તેજસ્વી યાદવે મુખ્યમંત્રી નીતિશ કુમારે નકલી ગણાવ્યા. તેમણે કહ્યું કે, ‘સરકારે તેમની યોજનાઓની નકલ કરીને જનતાની સામે રજૂ કરી રહ્યા છે. તેજસ્વી આગળ આગળ ચાલી રહ્યા છે અને સરકાર પાછળ પાછળ તેની નકલ કરી રહી છે.’
આ પણ વાંચો: અમે બંધારણની સુરક્ષા કરતા રહીશું… ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી બાદ રાહુલ ગાંધી
ઓરિજિનલ Vs ડુપ્લિકેટ મુખ્યમંત્રીનો સવાલ
પોતાના ભાષણ દરમિયાન તેજસ્વી યાદવે જનતાને સવાલ પૂછ્યો કે, તમારે ઓરિજિનલ મુખ્યમંત્રી જોઈએ કે ડુપ્લિકેટ? જનતા હવે બદલાવ ઇચ્છે છે અને તેઓ જ બિહારના અસલી વિકલ્પ તરીકે ઊભા છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ્યારે રાહુલ ગાંધી સાથે તેજસ્વીને મુખ્યમંત્રી ચહેરો બનાવવાનો સવાલ પૂછવામાં આવ્યો હતો, ત્યારે તેમણે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો. પરંતુ આજે આરાની રેલીમાં તેજસ્વીએ તેમની સામે જાહેરાત કરી દીધી કે મહાગઠબંધનનો ઓરિજિનલ મુખ્યમંત્રી ચહેરો તે છે.
‘મુખ્યમંત્રી માટે તેજસ્વી જ ચહેરો’
સપા પ્રમુખ અખિલેશ યાદવે શનિવારે આરજેડી નેતા લાલુ યાદવ સાથે મુલાકાત બાદ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ કહ્યું કે, ‘બિહારમાં મહાગઠબંધનનો મુખ્યમંત્રી ચહેરો તેજસ્વી યાદવ જ હશે. તેજસ્વીએ રૅકોર્ડ સંખ્યામાં નોકરીઓ આપી છે, કામ કરીને બતાવ્યું છે. તેમનાથી સારો મુખ્યમંત્રી ચહેરો કોઈ ન હોઈ શકે. અમે સૌ તેની મદદ કરીશું.’
આ પણ વાંચો: PM મોદીને અપશબ્દ બોલવા મામલે પટણામાં હોબાળો, ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી










