gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ડ્રાય આઉટની કોઈ ફરિયાદ નહીં, 18 કરોડ ઘરોમાં સિલિન્ડર પહોંચાડાયા, LPG સંકટ મુદ્દે કેન્દ્રએ આપી માહિતી…

G METRO NEWS by G METRO NEWS
April 6, 2026
in INDIA
0 0
0
ડ્રાય આઉટની કોઈ ફરિયાદ નહીં, 18 કરોડ ઘરોમાં સિલિન્ડર પહોંચાડાયા, LPG સંકટ મુદ્દે કેન્દ્રએ આપી માહિતી…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India’s LPG Supply Secure Amid Middle East War : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાનના યુદ્ધના કારણે મધ્ય પૂર્વમાં ભયંકર સ્થિતિ ઉભી થઈ છે, ત્યારે ખાડી દેશો તરફથી ભારતમાં આવતા LPG ગેસ સહિતના પુરવઠા અંગે કેન્દ્ર સરકારે મહત્ત્વનું અપડેટ આપ્યું છે. પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે, મધ્ય-પૂર્વમાં સંકટના કારણે ભારતની LPG સપ્લાયને અસર થઈ છે, પરંતુ દેશમાં એલપીજીનો પુરવઠો બિલકુલ ખોટકાયો નથી. વર્તમાન પરિસ્થિતિ વચ્ચે પણ દેશમાં દૈનિક લગભગ 50 લાખ LPG સિલિન્ડરની ડિલવરી કરવામાં આવી રહી છે.

દેશના તમામ ગેસ ડિસ્ટ્રીબ્યૂટર પાસે સિલિન્ડરનો પુરતો જથ્થો

પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ સ્થિતિની ગંભીરતા સમજાવતા કહ્યું કે, ‘આપણી જરૂરીયાતમાંથી મોટાભાગનો LPG પશ્ચિમ એશિયામાંથી સપ્લાય થાય છે. જોકે વર્તમાન સંકટના કારણે ભારત આવતા સપ્લાયને અસર પડી છે. આ પરિસ્થિતિ છતાં દેશમાં કોઈપણ પ્રકારની પેટ્રોલિયમ પદાર્થોની અછત ન થાય અને ગ્રાહકોને LPG સિલિન્ડર મળતા રહે તે માટે કેન્દ્ર સરકાર તમામ પ્રયાસો કર્યા છે. દેશમાં પુરવઠો સુનિશ્ચિત કરવા માટે તેમજ કોઈપણ ગેરરીતિ અટકાવવા માટે તેલ વિતરણ કંપનીઓના વરિષ્ઠ અધિકારીઓ પણ જમીની સ્તરે જઈને નિરિક્ષણ કરી રહ્યા છે. રાહતની વાત એ છે કે, દેશના કોઈપણ ડિસ્ટ્રી્બ્યૂટરે ‘એલપીજી ડ્રાય આઉટ’ (ગેસ ખતમ થવાની) ફરિયાદ કરી નથી.

‘18 કરોડ ઘરોને સિલિન્ડર પહોંચાડાયા’

સુજાતા શર્માએ વધુમાં કહ્યું કે, ‘યુદ્ધને આજે 35થી વધુ દિવસ થઈ ગયા છે. ગ્રાહકોને પેટ્રોલિયમ પદાર્થો મળતા રહે તે માટે ભારત સરકારે તમામ પ્રયાસો કર્યા છે. અમે દૈનિક લગભગ 50 લાખ એલપીજી સિલિન્ડર ગ્રાહકો સુધી પહોંચાડી રહ્યા છે. છેલ્લા પાંચ સપ્તાહમાં લગભગ 18 કરોડ ઘરોને સિલિન્ડર પહોંચાડાયા છે. શરૂઆતમાં ગેસના ઓનલાઈન બુકિંગમાં ધરખમ વધારો થયો હતો, જોકે સરકારે પુરવઠો સુનિશ્ચિત કર્યા બાદ લોકોમાં વિશ્વાસ વધ્યો છે, જેના કારણે લાઈનમાં ઉભા રહેવાના બદલે ગ્રાહકો ઓનલાઈન બુકિંગ તરફ વળ્યા છે.

આ પણ વાંચો : ભાજપના મુખ્યમંત્રી પેમા ખાંડુ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો તપાસનો આદેશ, જાણો મામલો

ખાડીમાં ભારતના 16 જહાજ, બે જહાજે હોર્મુઝ પાર કર્યું

બંદર-શિપિંગ-જલમાર્ગ મંત્રાલયના અધિક સચિવ મુકેશ મંગલે ફારસની ખાડીમાં ભારતના જહાજો અંગે મહત્ત્વની માહિતી આપી છે. તેમણે કહ્યું કે, ભારતના કુલ 433 ક્રૂ મેમ્બર સાથે 16 જહાજો ફારસની ખાડીમાં છે અને આ તમામ જહાજો સંપૂર્ણ સુરક્ષિત છે. છેલ્લા 24 કલાકમાં ભારતીય જહાજોને નુકસાન થયું હોવાનો કોઈ રિપોર્ટ આવ્યો નથી. LPG ભરેલા ભારતના બે જહાજ ‘ગ્રીન સંઘવી’ અને ‘ગ્રીન આશા’એ સુરક્ષિત રીતે હોર્મુઝ પાર કરી લીધું છે. 

ભારત પાસે અનાજનો બમણાંથી વધુ જથ્થો

વૈશ્વિક સંકટ વચ્ચે ભારત પાસે અનાજનો જરૂરીયાત કરતા પણ બમણાંથી વધુ જથ્થો છે. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના સંયુક્ત સચિવ સી. શિખાએ કહ્યું કે, ‘દેશમાં ઘઉં અને ચોખાનો જરૂરીયાત કરતા ત્રણ ઘણો વધુ સ્ટોક છે. દેશમાં હાલ અનામત જથ્થામાં ઘઉંનો 222 લાખ મેટ્રીક ટન અને ચોખાનો 380 મેટ્રીક ટન જથ્થો ઉપલબ્ધ છે. એટલે કે આ વિશાળ જથ્થો દૈનિક જરૂરીયાતની સાથે ઈમરજન્સી જરૂરીયાતોને પુરો કરવા માટે પણ પુરતો છે. આ ઉપરતાં ઈન્ડોનેશિયા, મલેશિયા, રશિયા, યુક્રેન, અર્જેન્ટીના અને બ્રાઝિલ જેવા મુખ્ય ભાગીદાર દેશોમાંથી ખાદ્ય તેલની આયાત સુચારુરુપે થઈ રહી છે. જ્યારે દેશમાં સરસિયા તેલના બહોળા ઉત્પાદનના કારણે પણ પૂરવઠાને મજબૂત કર્યું છે.

આ પણ વાંચો : ભાજપના વિવાદિત નેતા બૃજભૂષણના પરિવારના 4 સભ્યો ચૂંટણી લડશે! દીકરી મેદાને ઉતરવા તૈયાર 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

IITવાળા બાબા અભય સિંહે કરી લીધા લગ્ન, પત્ની પણ એન્જીનિયર, અચાનક પિતા પાસે પહોંચ્યા | IIT Wala Baba A…
INDIA

IITવાળા બાબા અભય સિંહે કરી લીધા લગ્ન, પત્ની પણ એન્જીનિયર, અચાનક પિતા પાસે પહોંચ્યા | IIT Wala Baba A…

April 6, 2026
હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતના વધુ બે LPG ટેન્કર સુરક્ષિત પસાર, સરકારે કહ્યું- દેશમાં પેટ્રોલ-અનાજનો પૂ…
INDIA

હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતના વધુ બે LPG ટેન્કર સુરક્ષિત પસાર, સરકારે કહ્યું- દેશમાં પેટ્રોલ-અનાજનો પૂ…

April 6, 2026
Video Viral: ‘એક દિવસ હું PM બની જઈશ…’, રાઘવ ચઢ્ઢાનો જૂનો વીડિયો થયો વાઇરલ, ભાજપમાં જોડાશે? | ragh…
INDIA

Video Viral: ‘એક દિવસ હું PM બની જઈશ…’, રાઘવ ચઢ્ઢાનો જૂનો વીડિયો થયો વાઇરલ, ભાજપમાં જોડાશે? | ragh…

April 6, 2026
Next Post
Video Viral: ‘એક દિવસ હું PM બની જઈશ…’, રાઘવ ચઢ્ઢાનો જૂનો વીડિયો થયો વાઇરલ, ભાજપમાં જોડાશે? | ragh…

Video Viral: 'એક દિવસ હું PM બની જઈશ...', રાઘવ ચઢ્ઢાનો જૂનો વીડિયો થયો વાઇરલ, ભાજપમાં જોડાશે? | ragh...

હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતના વધુ બે LPG ટેન્કર સુરક્ષિત પસાર, સરકારે કહ્યું- દેશમાં પેટ્રોલ-અનાજનો પૂ…

હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતના વધુ બે LPG ટેન્કર સુરક્ષિત પસાર, સરકારે કહ્યું- દેશમાં પેટ્રોલ-અનાજનો પૂ...

IITવાળા બાબા અભય સિંહે કરી લીધા લગ્ન, પત્ની પણ એન્જીનિયર, અચાનક પિતા પાસે પહોંચ્યા | IIT Wala Baba A…

IITવાળા બાબા અભય સિંહે કરી લીધા લગ્ન, પત્ની પણ એન્જીનિયર, અચાનક પિતા પાસે પહોંચ્યા | IIT Wala Baba A...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કારમાં વિદેશી દારૃ ભરીને ડિલિવરી માટે જતો આરોપી ઝડપાયો | Accused arrested for loading foreign liquor…

કારમાં વિદેશી દારૃ ભરીને ડિલિવરી માટે જતો આરોપી ઝડપાયો | Accused arrested for loading foreign liquor…

4 months ago
દિલ્હીમાં જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ તોડી પડાશે, જુઓ ખેલ મંત્રાલય ત્યાં શું બનાવશે? | Delhis Jawaharlal…

દિલ્હીમાં જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ તોડી પડાશે, જુઓ ખેલ મંત્રાલય ત્યાં શું બનાવશે? | Delhis Jawaharlal…

5 months ago
ટેરિફ મુદ્દે ટ્રમ્પ મક્કમ, બિટકોઈને 75000 ડોલરની સપાટી ગુમાવી | Trump is firm on the tariff issue Bi…

ટેરિફ મુદ્દે ટ્રમ્પ મક્કમ, બિટકોઈને 75000 ડોલરની સપાટી ગુમાવી | Trump is firm on the tariff issue Bi…

12 months ago
ક્લાઈમેટ ચેન્જ દુનિયાએ અનુભવેલી સૌથી મોટી સમસ્યા, વિશ્વના 136 દેશોમાં કરાયેલા સર્વેક્ષણનું તારણ | Cl…

ક્લાઈમેટ ચેન્જ દુનિયાએ અનુભવેલી સૌથી મોટી સમસ્યા, વિશ્વના 136 દેશોમાં કરાયેલા સર્વેક્ષણનું તારણ | Cl…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News