![]()
વડોદરાઃશહેરમાં દારૃના નશામાં બેફામ વાહનો ચલાવનારાઓ સામે પોલીસ બે દિવસથી ઝુંબેશ ચલાવી રહી છે અને અગાઉ પકડાયા હોય તેવા ચાલકોના લાયસન્સ રદ કરવા કાર્યવાહી હાથ ધરી છે.
શહેરમાં દારૃના નશામાં વાહનો ચલાવી લોકોનો જીવ જોખમમાં મુકતા ચાલકો સામે પોલીસે જુદાજુદા પોઇન્ટ પર ચેકિંગ કરી કાર્યવાહી શરૃ કરી છે.જે દરમિયાન ડ્રન્ક એન્ડ ડ્રાઇવના કુલ ૭૫ કેસ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત પોલીસને ચપેટમાં નંબર પ્લેટ વગરના ૨૦ વાહનો પણ પકડાયા છે.જેથી તેમના વાહનો કબજે લઇ કેસો કરવામાં આવ્યા છે.તો ૧૬ વાહનોમાંથી દારૃ મળી આવવાના પણ બનાવ બન્યા છે.જેથી દારૃના કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી છે.૧૧ વાહનોના સાયલન્સર કબજે કરાયા છે.પકડાયેલાઓ પાસે પોલીસે હવે પછી ભૂલ નહિ કરવા શપથ પણ લેવડાવ્યા હતા.
ખુદ પોલીસ કમિશનર પણ આ ડ્રાઇવમાં સામેલ થયા છે અને તેમણે અગાઉ દારૃના નશામાં વાહન ચલાવતા પકડાયા હોય તેવા લોકોના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવાની સૂચના આપી છે.










