
ચૂંટણી પંચનો રાજ્ય ચૂંટણી અધિકારીઓને આદેશ
ચૂંટણી પંચનો આ નિર્દેશ એ વાતનો સંકેત છે કે ઓક્ટોબર-નવેમ્બરની શરૂઆતમાં મતદાર યાદીને યોગ્ય કરવાનું કાર્ય શરૂ થઇ શકે છે.
નવી દિલ્હી: ચૂંટણી પંચે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ચૂંટણી અધિકારીઓને ૩૦ સપ્ટેમ્બર સુધી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઇઆર) માટે તૈયાર રહેવા જણાવ્યું છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર આ મહિનાની શરૂઆતમાં મુખ્ય ચૂંટણી અધિકારીઓના સંમેલનમાં ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારીઓએ તેમને ૧૦ થી ૧૫ દિવસોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન માટે તૈયાર રહેવા જણાવ્યું હતું.










